Yusuf e zehra as
217 subscribers
4.52K photos
51 videos
140 files
629 links
આ ટેલીગ્રામ ચેનલમાં અહાદીસે માસુમીન અને સબક આમુઝ વાકેઆત પોસ્ટ કરવામાં આવે છે.
Download Telegram
*આલે રસૂલ સ.અ.વ. નો કાફલો અને હ. જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારી ર.અ. નું એક જ સમયે અરબ‌ઈન પર કરબલા આગમન*

સૈયદ ઈબ્ને તાઉસ અ.ર. નક્લ કરે છે કે :

*"જ્યારે ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ના અહલેબૈત અલય્હેમુસ્સલામ કૈદ માંથી રિહા થ‌ઈને શામ થી પરત આવ્યા તો ઈરાક પહોંચ્યા. તેઓએ તેમના સાથી ને કહ્યું : અમને કરબલા ના રસ્તે થી લઇ જાઓ.*

તો જ. જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારી ને બની હાશિમ ના અમુક લોકો ની સાથે અને આલે રસૂલ ના એક મર્દ ને જોયા કે જેઓ ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ની ઝિયારત માટે આવ્યા હતા.

*તેઓ બધા એક જ સમયે મકતલ પર પહોંચ્યા અને બધા એકબીજાને જોઈ ને ગીર્યા કર્યું અને ગમનો ઈઝહાર કર્યો અને સર તથા ચહેરા ને પીટવા નું શરૂ કર્યું અને એક દિલખરાશ - હ્રદયદ્રાવક અને કલેજા ને જલાવી દેનારી મજ્લિસે અઝા બરપા કરી. તે ઈલાકા ની ઔરતો પણ તેમની સાથે જોડા‌ઈ ગ‌ઈ અને કેટલાય દિવસ‌ સુધી તેમણે અઝાદારી કરી.*

(બેહારૂલ અન્વાર....ભાગ. ૪૫ પા.૧૪૬)
*અરબ‌ઈન...*

અતિય્યહ‌ ર.અ. કહે છે કે :

જ. જાબિર બિન અબ્દુલ્લાહ અન્સારી ર.અ. એ અરબ‌ઈન ના દિવસે પોતાની આંખો ને ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ની કબ્ર ની આજુબાજુ ફેરવી ને ઝિયારત ના જુમ્લા અદા કરતા ફરમાવ્યું કે :
*.... કસમ છે તે ઝાત ની કે જેણે હ. મોહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ને હક્ક ની સાથે મબ‌ઉસ કર્યા _આપ‌ જે ચીજ માં દાખલ થયા તેમાં અમે પણ તમારી સાથે શરીક હતાં._*

અતિય્યહ એ કહ્યું : આપણે કેવી રીતે શરીક થ‌ઈ ગયા જ્યારે કે આપણે ન કોઈ વાદી માં ઉતર્યા, ન કોઈ પહાડ પર ચઢ્યા કે ન કોઈ તલવાર થી વાર કર્યો. જ્યારે કે તેઓ ના સર અને બદન ના દરમિયાન અને તેમના ઔલાદ ના દરમિયાન જુદાઈ થ‌ઈ અને તેમની ઔરતો બેવા થ‌ઈ છે ?

તો જ. જાબિરે કહ્યું : *"અય અતિય્યહ ! મેં જ.‌રસૂલે ખુદા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વ સલ્લમ ને ફરમાવતા સાંભળ્યા કે : _જે કોઈ કૌમ થી મોહબ્બત કરે છે તો તે તેમની સાથે મહશુર થશે અને જે કોઈ કૌમ ના અમલ ને ચાહશે તો તે તેમના અમલ માં શરીક થશે_."*

(નફસુલ મહમૂમ )
No compromise on dignity of Lady Fatema sa

બીબી ફાતેમા ઝહરા (સ.અ.) – પયગંબર એ અકરમ (સ.અ.વ.અ.) ની પ્રિય પુત્રી – નો આદર ઇમાનના આધારસ્તંભોમાંનો એક છે. જો મુસલમાનોએ તેમના પ્રેમ અને આદર પર એકતા જાળવી હોત, તો કૌમ આજે એકબીજા પ્રત્યે દ્વેષ ઉગાળતી વિભાજનોમાં વહેંચાઈ ન હોત.

એક આંખ ખોલી દે તેવી ઘટના બતાવે છે કે તે સમયના શાસક વંશને પણ બીબી ફાતેમા ઝહરા (સ.અ.) ના મહત્વની જાણ હતી અને ક્યારેક તેઓ પોતાના જીવનના ભોગે પણ તેમના પ્રેમ અને ઇજ્જત પર સમાધાન કરવા તૈયાર ન હતા.

પોતાના પિતાના સામે ફાતેમા ઝહરા (સ.અ.) ના પક્ષમાં ઊભા થવું

મુતવક્કિલ બની અબ્બાસના સૌથી ઝુલ્મી શાસકોમાંનો હતો. તે વારંવાર બીબી ફાતેમા ઝહરા (સ.અ.) નો અપમાન કરતો હતો, અને તેના આ ઘૃણાસ્પદ વર્તનને કારણે તેનો ખૂન થયો.

રિવાયત છે કે મુન્તસિર પોતાના પિતા – મુતવક્કિલ – ને ફાતેમા ઝહરા (સ.અ.) ની તૌહિન કરતા સાંભળતો હતો.

તેણે એક સ્થાનિક આલિમને પૂછ્યું: “ફાતેમા (સ.અ.) નો અપમાન કરનારનો શું કફારો છે?”

આલિમે જવાબ આપ્યો: “એવા વ્યક્તિને મારી નાખવું ફરજ છે. પરંતુ સાવચેત રહેજો, જે પોતાનો પિતા મારી નાખે તે લાંબો સમય જીવતો નથી.”

મુન્તસિરે જવાબ આપ્યો: “અલ્લાહની આજ્ઞાપાલનમાં જો મારી જિંદગી ઘટી જાય તો મને પરવા નથી.”

મુન્તસિરે પોતાના પિતા – મુતવક્કિલ – ને મારી નાખ્યો અને સાત મહિનાં પછી પોતે પણ મૃત્યુ પામ્યો.

• બેહારુલ અનવાર, જિલ્‍દ 45, પેજ 396-397

જોકે તે બની અબ્બાસના વંશનો હતો જેમણે ઘણા ઇમામો (અ.સ.) ની શહાદત આપી, મુન્તસિરે ફાતેમા ઝહરા (સ.અ.) ની ઇજ્જત અને એહતેરામ નું પૂરું ધ્યાન રાખ્યું અને પોતાનો પિતા હોવા છતાં અને પોતાનું નિશ્ચિત મોત હોવા છતાં પણ તેમાં સમાધાન ન કર્યું.

આ દર્શાવે છે કે ફાતેમા ઝહરા (સ.અ.) ની ઇજ્જત અને દરજ્જો હંમેશા ઇસ્લામ અને તેની સિદ્ધાંતોનો અંગભૂત ભાગ માનવામાં આવ્યો છે અને તે સમયના શાસકોને પણ તેની ખબર હતી. તેઓ તેને ભંગ કરવાની શક્યતાથી ડરતા હતા, ભલે પોતાને કેટલુંય વ્યક્તિગત નુકસાન કેમ ન થાય.

નિઃસંદેહ, પવિત્ર કુરઆન મુસલમાનને માર્ગદર્શન આપે છે કે પયગંબર (સ.અ.વ.અ.) અને તેમની માસૂમ ઓલાદ (અ.સ.) ની ઇજ્જત મામલે અડગ રહેવું જોઈએ:

> “તમે ક્યારેય એવા લોકોને નહીં જુઓ કે જે અલ્લાહ અને ક્યામતના દિવસે ઇમાન લાવ્યા છે અને અલ્લાહ અને તેના રસૂલના વિરોધ કરનારાઓ સાથે મિત્રતા કરે છે, ભલે તે તેમના પોતાના પિતા હોય...”
(સૂરા મુજાદિલા 58:22)



અમે કેવી રીતે અપેક્ષા રાખી શકીએ કે અમે એવા સમૂહ સાથે જોડાઈએ જે ફાતેમા ઝહરા (સ.અ.)નો આદર ન કરે, તેમના પર થયેલા ઝુલ્મોને ઢાંકી દે, કુરઆન મુજબ પોતાના પિતાની વારસાઈ મળવાની હકદાર ન ગણે, તેમના વિરોધીઓને સાચા અને નેક ગણાવે?

જ્યારે કુરઆન પોતાના પિતાની તરફદારીમાં પણ આલે મોહમ્મદ (અ.સ.) ના વિરોધને સ્વીકારતું નથી, ત્યારે બીજાની તરફદારીનો તો સવાલ જ ક્યાં રહે?
ફાતેમા ઝહરા (સ.અ.) ની બરકતથી શીઆ બન્યા

તેહરાનના એક મશહુર અને મારુફ વાએઝ મીમ્બર પર ફરમાવતા હતા:

તેહરાનના એક વેપારીએ મને કહ્યું:

હું દર વર્ષે મક્કા મોઅઝ્ઝમા જતો અને મદીનાએ મુનવ્વરા ખાતે એક દરજીના ઘરે રહેતો. દિવસ દરમ્યાન હું તેની દુકાનના દરવાજા પાસે બેસતો.
એક દિવસ મેં તેને કહ્યું: "હે મારા મેંઝબાન, હું ઘણાં વર્ષોથી મદીનામાં તારા ઘરે આવું છું અને તું પણ તેહરાનમાં મારા ઘરે મહેમાન બને છે. મને તારી પાસેથી એક સવાલનો જવાબ જોઇએ છે."

તે બોલ્યો: "પૂછો."

મેં કહ્યું: "આ મદીના મુનવ્વરામાં મઝહબના દરેક મહાન વ્યક્તિની કબર સ્પષ્ટ અને જાણીતી છે, પરંતુ મને કહો કે બીબી ફાતેમા ઝહરા (અ.સ.) ની કબર ક્યાં છે?"

જ્યારે તે દરજીએ આ વાત સાંભળી, ત્યારે તેણે હાથ કપાળ પર મૂક્યો અને વિચારમાં પડી ગયો.

હાજી કહે છે: મારું આખું શરીર ડરથી કંપી ઉઠ્યું. તરત જ ઘરે પાછો આવ્યો, સામાન બાંધ્યો અને તેહરાન તરફ રવાના થઈ ગયો.

કેટલાક દિવસો પછી, જ્યારે હું મારા બિઝનેસની ઓફિસમાં બેઠો હતો, અચાનક તે દરજી હાજી અંદર આવ્યો, સલામ કરી અને કહ્યું: "તમે ડરી ગયા અને મદીનામાંથી ભાગી ગયા?"

મેં કહ્યું: "સાચું કહું તો હા."

તે બોલ્યો: "હે હાજી અહમદ! જાણ કે બીબી ફાતેમા ઝહરા (સ.અ.) ની કબર છુપાયેલી હોવાના કારણે હું અને ઘણા લોકો શીઆ બની ગયા.

કારણ કે તમે તે દિવસે ગયા પછી, હું કાઝીઓ પાસે ગયો અને એ જ સવાલ કર્યો. તેઓએ અલગ-અલગ જવાબ આપ્યા.

અંતે હું હિજાઝના કાઝી-અલ-કુઝ્ઝાત (મુખ્ય ન્યાયાધીશ) પાસે ગયો અને તેને પૂછ્યું: એક શીઆએ આ સવાલ કર્યો છે. કે

"આ મદીના મુનવ્વરામાં મઝહબના દરેક મહાન વ્યક્તિની કબર સ્પષ્ટ અને જાણીતી છે, પરંતુ મને કહો કે બીબી ફાતેમા ઝહરા (અ.સ.) ની કબર ક્યાં છે?"

કાઝીએ કહ્યું: "ફાતેમા ઝહરા (સ.અ.) ની કબર છુપાયેલી છે."

મેં પૂછ્યું: "શા માટે?"

તે બોલ્યો: "કારણ કે બીબીએ પોતે વસીયત કરી હતી કે મને રાત્રે દફનાવજો, જેથી દુશ્મનો મારા જનાઝા અને નમાઝમાં હાજર ન રહે."

મેં ફરી પૂછ્યું: "આ વસીયત શા માટે કરી?"

તે બોલ્યો: "કારણ કે કેટલાક લોકોએ તેમને ખૂબ સતાવ્યા અને દુઃખ આપ્યું હતું."

અંતમાં, ઘણી તપાસ બાદ, મારા માટે આ બીબીની મઝલૂમિયત સાબિત થઈ. એટલે, તેમની કબર છુપાયેલી હોવાના કારણે અમે શીઆ બની ગયા.

كرامات الفاطميه عليهاالسلام معجزات فاطمه زهراآ عليهاالسلام بعد از شهادت
દાસ્તાન નં. 21

અલી મીર ખલફ ઝાદેહ
*દાસ્તાન નંબર* 4️⃣0️⃣3️⃣

*ઝાએરના પગના છાલા 20 લાખમાં ખરીદવાની માંગ*
-------------------------------

✍️ લેખક કહે છે કે ઇસ્વી સન 2015 માં મને, અમુક મિત્રો સાથે, આકાની દાવત પર કરબલા જવાની સફરમાં જોડાવાનું નસીબ થયું. અમે નજફથી પૈદલ કરબલા તરફ ચાલ્યાં.

🏤 રસ્તામાં, પોલ નંબર ૧૧૦૫ પાસે એક મવકીબ (ઝાએરોની ખિદમત માટે બનાવવામાં આવેલી જગ્યા) કે જે લોખંડના ઢાંચા સાથે બનાવવામાં આવેલો હતો.
એ મવકીબની બાજુમાં એક ભાઈએ ખુરસી અને ટેબલ રાખેલા હતા. જે કોઇ પણ ઝાએર ખુલ્લા પગે ત્યાંથી પસાર થતા, તેમને વિનંતી કરતાં કે "મહેરબાની કરીને મને મૌકો આપો કે હું તમારા પગ ધોઈ આપું."

🤝 અમારામાંથી એક મિત્ર કે જેનું નામ અહમદ બદીઈ હતું તે ખુલ્લા પગે ચાલતો હતો. એ ભાઈએ અહમદનો બોસો લીધો અને તેને ખુરસી પર બેસાડ્યો અને તેના પગ ટેબલ પર મુક્યા. ટેબલ નીચે એક વાસણ (ટ્રે) રાખેલી હતી કે જેથી પગ ધોયેલુ પાણી તેમાં ભેગું થાય.

🌺 પગ ધોતાં પહેલા, એ ભાઈએ પગમાં લાગેલી માટીને અમુક વાર ચુમી અને પોતાની આંખો સાથે મસ કરી.

🎈 જેવા તે ભાઈએ પગ ધોવાનું ચાલુ કર્યુ ત્યાં અમુક લોકો આવ્યા અને વાસણમાં ભેગું થયેલું પાણી લેવા આપસમાં ઉતાવળ કરવા લાગ્યા.

🤔 મેં પૂછ્યું કે "તમે આ પાણી શા માટે લઇ જાવ છો?"
તેઓએ કહ્યું કે "અમે તેને બીમારના શરીર પર છાંટશું કે જેથી તેઓ સાજા થઇ જાય અથવા ખેતીમાં પાણી પીવરાવીએ છીએ તેમાં મિક્સ કરી દેશું કે જેથી ખૂબ સરસ પાક થાય."

👉 આ પગ ધોવાની બાદ, અહમદના પગમાં ચાર ફોલાં પડી ગયેલા હતા. એ ભાઈએ તેના પગ સરખા કર્યા અને તેમાં તેલથી માલીશ કરી દીધું. નવા મોજા અને ચંપલ લાવ્યા અને અહમદને આપ્યા અને કહ્યું:

🌸 "અય માનનીય ઝાએરે હુસૈન(અ.સ.) શું તમે મને આ ચાર ફોલામાંથી બે ફોલાનો સવાબ આપી શકો છો? હું મારા મરહુમ માતા-પિતાને તેનો સવાબ હદીયો કરવા ચાહું છુ."

💵 અહમદે ઈન્કાર કર્યો. એ ભાઈએ કહ્યું:
"એક ફોલાં માટે હું 10 લાખ તુમાન આપીશ."
પણ અહમદે ના કહી. થોડા સમય બાદ એ ભાઈએ ફરી કહ્યું:
"ચાલો, બે ફોલાં માટે 20 લાખ તુમાન."
પણ અહમદ હજુ પણ તૈયાર ન થયો.

📱 એજ સમયે એ ભાઈનો ફોન આવ્યો અને એ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ અહમદે વિચાર કર્યો અને 20 લાખ તુમાનમાં વહેંચવા તૈયાર થયો.

🗣️ અહમદે ઘણા અવાજ કર્યા પણ એ ભાઈ સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. અમે અમારા દોસ્તો સાથે પોલ નંબર 1120 પર મળવાનું નક્કી કર્યુ હોવાથી મેં અહમદનો હાથ પકડયો અને અમે આગળ ચાલવાનું શરૂ કર્યુ. ખુલાસો એ કે ફોલા ખરીદવાની વાત ત્યાં પુરી થઈ ગઈ.

✍️ઝિયારતમાંથી પાછા આવીને અંદાજે એક મહિના પછી અહમદ સાથે મુલાકાત થઈ.

🤔 મેં કહ્યું: "નવાઈની વાત છે કે તે દિવસે 2 મિલિયન તુમાન તે ના લીધા?!"

તે હસીને બોલ્યો:
"હા, અને સારા થયું કે ના લીધા."
પૂછ્યું:
"શા માટે?"
એમણે કહ્યું:
"સફર પછી મારા પિતા મારા સ્વપ્નમાં આવ્યા. વર્ષો પહેલાં તેઓ ગુજરી ચૂક્યા છે. તેઓએ કહ્યુ: ‘અહમદ, તે મારા શરીરમાં ધ્રુજારી લાવી દીધી!’"

"મેં પૂછ્યું: કેમ પિતા?"

"તેઓ બોલ્યા: ‘જ્યારે તું ફોલાં વેચવાનો વિચાર કરતો હતો, ત્યારે મેં હઝરત અબ્બાસ(અ.સ.)ને પુકાર્યા અને આજીજી કરી કે આ સોદો થવાથી અટકાવે.

અહમદ! જો તું દસગણા ભાવે પણ વેચત, તો પણ તું નુકશાનમાં જ રહ્યો હોત. તને ખબર નથી કે એના બદલામાં મૌલા હુસૈન(અ.સ.)ના પવિત્ર માતા જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) આ બધું કેટલી મોંધી કિમતે ખરીદે છે.’"

🎁 *"જે કોઈ પણ આકા હુસૈન(અ.સ.) માટે એક પગલું, એક દિરહમ, એક પરચમ, એક ચિરાગ, એક તકલીફ, એક આંસુ, એક મજલીસ વિગેરે કોઈ પણ રીતે કોઈ ઝેહમત સહન કરે છે, તો તે મૌલા હુસૈન(અ.સ.) તરફથી ઘણો જ મોટો અજ્ર અને ઈનામ મેળવે છે.*

🤲 ખુદા આપણા સૌની ખુશનસીબીમાં અને તૌફીકમાં વધારો ફરમાવે."

📗 કદમ કદમ બે સુએ રેહમતે વાસેઆ
*દાસ્તાન નં.* 4️⃣0️⃣2️⃣

*ઈમામ હસન અસ્કરી (અલૈહિસ્સલામ) દ્વારા કરબલા અને ખુરાસાનના ઝાએરોનું સન્માન*
_______

કિતાબ મિફ્તાહુલ જન્‍નત માં રિવાયત કરવામાં આવી છે કે

🎈 *એક દિવસ* બે મોમીન ભાઈ એક ખુરાસાનની ઝિયારતથી અને બીજા કરબલાની ઝિયારતથી સામર્રા શહેરમાં આવ્યા. તેઓએ પોતાની ઝિયારતની વિગત ઇમામ હસન અસ્કરી (અલૈહિસ્સલામ)ની સેવામાં રજૂ કરી.

✍️ હઝરતે બંનેનું સન્માન કર્યું, પરંતુ જ્યારે તેઓ પાછા જવા લાગ્યા ત્યારે હઝરત પેદલ તેમની સાથે ચાલ્યા.

એક સહાબીએ અરજ કરી :

🎈“યબ્ન રસૂલલ્લાહ! સવારી માટે ઘોડો હાજર છે, તમે સવારી કેમ નથી કરતા?”

હઝરતે ફરમાવ્યું:

🎈“મને ગમતું નથી કે અમારા ચાહવાવાળા પેદલ હોય અને હું સવારી કરું.”

🎈હઝરતે પેદલ જ તેમનાં ઘર સુધી સાથ આપ્યો. હઝરત બંને ઝાએરોને મોહબ્બતથી જોઈ રહ્યા હતા અને ખુબજ રડ્યા કે તેમણે અરજ કરી :

“યબ્ન રસૂલલ્લાહ! આપ રડી કેમ રહ્યા છો?”

હઝરતે ફરમાવ્યું:

*“હું આ બે ઝાએરોને જોઈને રડી રહ્યો છું. જ્યારે હું ખુરાસાનના ઝાએરને જોઉં છું ત્યારે મારા દાદા ઈમામ રઝા (અલૈહિસ્સલામ) યાદ આવે છે, જેમને ગરીબ-ગુરબતની જમીન પર ઝેર આપીને શહીદ કર્યા હતા અને કોઈ મદદગાર ન હતો. અને જ્યારે હું કરબલાના ઝાએરને જોઉં છું ત્યારે મારા દાદા સૈયદુશ્શોહદા (ઈમામ હુસૈન) યાદ આવે છે, જેમને આશુરાના દિવસે તરસ્યા, એકલા, ઝાલીમો વચ્ચે અત્યાચાર સહન કરતા શહીદ કરવામાં આવ્યા અને કટોકટીમાં કોઈ મદદગાર ન હતો. તેથી જે વ્યક્તિ અમારા ઝાએરોની મદદ કરે છે, તે એવું છે કે જાણે અમારી જ મદદ કરે છે.”*


📗 દાસ્તાનહા એ અનવારે આસ્માની,

📕કશકોલ અન્નૂર,

📙મિફ્તાહુલ જન્નત
*રોઝી માટે ખૂબ જ અસરકારક*

*અંત સુધી સાંભળશો તો પુરી વાત સમજાઈ જશે*

https://youtu.be/3v4Nw58IWU4?si=49qUvFBlGHv5972x

*૪ મિનિટ ૪૮ સેકન્ડ*

*શું ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી છે ?*
*દાસ્તાન નંબર* 4️⃣0️⃣3️⃣

*ઝાએરના પગના છાલા 20 લાખમાં ખરીદવાની માંગ*
-------------------------------

✍️ લેખક કહે છે કે ઇસ્વી સન 2015 માં મને, અમુક મિત્રો સાથે, આકાની દાવત પર કરબલા જવાની સફરમાં જોડાવાનું નસીબ થયું. અમે નજફથી પૈદલ કરબલા તરફ ચાલ્યાં.

🏤 રસ્તામાં, પોલ નંબર ૧૧૦૫ પાસે એક મવકીબ (ઝાએરોની ખિદમત માટે બનાવવામાં આવેલી જગ્યા) કે જે લોખંડના ઢાંચા સાથે બનાવવામાં આવેલો હતો.
એ મવકીબની બાજુમાં એક ભાઈએ ખુરસી અને ટેબલ રાખેલા હતા. જે કોઇ પણ ઝાએર ખુલ્લા પગે ત્યાંથી પસાર થતા, તેમને વિનંતી કરતાં કે "મહેરબાની કરીને મને મૌકો આપો કે હું તમારા પગ ધોઈ આપું."

🤝 અમારામાંથી એક મિત્ર કે જેનું નામ અહમદ બદીઈ હતું તે ખુલ્લા પગે ચાલતો હતો. એ ભાઈએ અહમદનો બોસો લીધો અને તેને ખુરસી પર બેસાડ્યો અને તેના પગ ટેબલ પર મુક્યા. ટેબલ નીચે એક વાસણ (ટ્રે) રાખેલી હતી કે જેથી પગ ધોયેલુ પાણી તેમાં ભેગું થાય.

🌺 પગ ધોતાં પહેલા, એ ભાઈએ પગમાં લાગેલી માટીને અમુક વાર ચુમી અને પોતાની આંખો સાથે મસ કરી.

🎈 જેવા તે ભાઈએ પગ ધોવાનું ચાલુ કર્યુ ત્યાં અમુક લોકો આવ્યા અને વાસણમાં ભેગું થયેલું પાણી લેવા આપસમાં ઉતાવળ કરવા લાગ્યા.

🤔 મેં પૂછ્યું કે "તમે આ પાણી શા માટે લઇ જાવ છો?"
તેઓએ કહ્યું કે "અમે તેને બીમારના શરીર પર છાંટશું કે જેથી તેઓ સાજા થઇ જાય અથવા ખેતીમાં પાણી પીવરાવીએ છીએ તેમાં મિક્સ કરી દેશું કે જેથી ખૂબ સરસ પાક થાય."

👉 આ પગ ધોવાની બાદ, અહમદના પગમાં ચાર ફોલાં પડી ગયેલા હતા. એ ભાઈએ તેના પગ સરખા કર્યા અને તેમાં તેલથી માલીશ કરી દીધું. નવા મોજા અને ચંપલ લાવ્યા અને અહમદને આપ્યા અને કહ્યું:

🌸 "અય માનનીય ઝાએરે હુસૈન(અ.સ.) શું તમે મને આ ચાર ફોલામાંથી બે ફોલાનો સવાબ આપી શકો છો? હું મારા મરહુમ માતા-પિતાને તેનો સવાબ હદીયો કરવા ચાહું છુ."

💵 અહમદે ઈન્કાર કર્યો. એ ભાઈએ કહ્યું:
"એક ફોલાં માટે હું 10 લાખ તુમાન આપીશ."
પણ અહમદે ના કહી.

થોડા સમય બાદ એ ભાઈએ ફરી કહ્યું:
"ચાલો, બે ફોલાં માટે 20 લાખ તુમાન."

પણ અહમદ હજુ પણ તૈયાર ન થયો.

📱 એજ સમયે એ ભાઈનો ફોન આવ્યો અને એ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ અહમદે વિચાર કર્યો અને 20 લાખ તુમાનમાં વહેંચવા તૈયાર થયો.

🗣️ અહમદે ઘણા અવાજ કર્યા પણ એ ભાઈ સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. અમે અમારા દોસ્તો સાથે પોલ નંબર 1120 પર મળવાનું નક્કી કર્યુ હોવાથી મેં અહમદનો હાથ પકડયો અને અમે આગળ ચાલવાનું શરૂ કર્યુ. ખુલાસો એ કે ફોલા ખરીદવાની વાત ત્યાં પુરી થઈ ગઈ.

✍️ઝિયારતમાંથી પાછા આવીને અંદાજે એક મહિના પછી અહમદ સાથે મુલાકાત થઈ.

🤔 મેં કહ્યું: "નવાઈની વાત છે કે તે દિવસે 20 લાખ તુમાન તે ના લીધા?!"

તે હસીને બોલ્યો:
"હા, અને સારા થયું કે ના લીધા."
પૂછ્યું:
"શા માટે?"
એમણે કહ્યું:
"સફર પછી મારા પિતા મારા સ્વપ્નમાં આવ્યા. વર્ષો પહેલાં તેઓ ગુજરી ચૂક્યા છે. તેઓએ કહ્યુ: ‘અહમદ, તે મારા શરીરમાં ધ્રુજારી લાવી દીધી!’"

"મેં પૂછ્યું: કેમ પિતા?"

"તેઓ બોલ્યા: ‘જ્યારે તું ફોલાં વેચવાનો વિચાર કરતો હતો, ત્યારે મેં હઝરત અબ્બાસ(અ.સ.)ને પુકાર્યા અને આજીજી કરી કે આ સોદો થવાથી અટકાવે.

અહમદ! જો તું દસગણા ભાવે પણ વેચત, તો પણ તું નુકશાનમાં જ રહ્યો હોત. તને ખબર નથી કે એના બદલામાં મૌલા હુસૈન(અ.સ.)ના પવિત્ર માતા જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) આ બધું કેટલી મોંધી કિમતે ખરીદે છે.’"

🎁 *"જે કોઈ પણ આકા હુસૈન(અ.સ.) માટે એક પગલું, એક દિરહમ, એક પરચમ, એક ચિરાગ, એક તકલીફ, એક આંસુ, એક મજલીસ વિગેરે કોઈ પણ રીતે કોઈ ઝેહમત સહન કરે છે, તો તે મૌલા હુસૈન(અ.સ.) તરફથી ઘણો જ મોટો અજ્ર અને ઈનામ મેળવે છે.*

🤲 ખુદા આપણા સૌની ખુશનસીબીમાં અને તૌફીકમાં વધારો ફરમાવે."

📗 કદમ કદમ બે સુએ રેહમતે વાસેઆ
داستان‌هایی از پیاده روی اربعین حسینی
સૈયદ મોહમ્મદ મતીન પુર
*દાસ્તાન નં.* 4️⃣0️⃣4️⃣

*ઝાકીરોનું લિસ્ટ ઇમામ હુસૈન (અલૈહિસ્સલામ) અને હઝરત અબ્બાસ અસ પાસે હોય છે*

*આયતુલ્લાહ વહીદ ખુરાસાની કહે છે :*

❤️ "હું મરહુમ આયતુલ્લાહ સૈયદ અબ્દુલ હાદી શિરાઝીના દર્સમાં હાજર થતો હતો. એક દિવસ ક્લાસ દરમ્યાન સમાચાર આવ્યા કે સૈયદ અબ્દુલ હાદીના સાળા, સૈયદ જાફર શિરાઝીની વફાત થઈ ગઈ છે.

🎈સૈયદ અબ્દુલ હાદી શિરાઝીએ કહ્યું: હવે જ્યારે તેઓ વફાત પામ્યા છે, તો હું એ વાત કહી દઉં કે મેં શું જોયું હતું:

✍️ મોહર્રમની પહેલી રાતે મેં સપનામાં જોયું કે હું મારા રૂમમાં છું. બે ફરિશ્તા આવ્યા, બે ખુરશીઓ મૂકી, અને પછી ઈમામ હુસૈન (અ.સ.) અને હઝરત અબ્બાસ (અ.સ.) આવ્યા અને ખુરશી પર બેઠા.

✍️ હઝરત અબ્બાસ (અ.સ.)ના હાથમાં ઝાકીરોના નામોની એક યાદી હતી. ઈમામ હુસૈન (અ.સ.) એ યાદીમાંથી એક નામ પર ઈશારો કર્યો અને કહ્યું:

✍️"આનું નામ કાઢી નાખો અને એની જગ્યાએ સૈયદ જાફર શિરાઝીનું નામ લખો."

✍️પછી તેઓ ઉભા થયા અને ફરિશ્તાઓએ ખુરશીઓ હટાવી દીધી.

✍️ સવારના સમયે જ્યારે સૈયદ જાફર આવ્યા, ત્યારે મેં પુછ્યું:

*"તમે ઝાકિર બની ગયા છો?"*

તેમણે જવાબ આપ્યો: "ના."

પછી મેં તેમને સપનું કહ્યું. તેઓ ઘણાં રડ્યા અને કહ્યું:

✍️"ગઈ કાલે રાત્રે જ્યારે હું દર્સમાંથી પાછો આવ્યો ત્યારે એક મુક્કદ્દસ હદીસ યાદ આવી:
કે *'જે માણસ પોતે રડે, બીજાને રડાવે, અથવા હુસૈન માટે રડવાની શકલ પણ કરે, તેના માટે જન્નત વાજિબ થઈ જાય છે.'*

😭મારા મનમાં વિચાર આવ્યો કે હું રડું તો છું, પણ બીજાને રડાવતો નથી. એના કારણે મેં નક્કી કર્યું કે હું એક મક્તલ (શહાદતના વર્ણનો) તૈયાર કરું અને દસ રાત સુધી મારા ઘરના મેમ્બરો માટે વાંચું.

✍️ઘરમા કોઈ મક્તલની કિતાબ નહોતી, એટલે મેં દોસ્તોને પુછ્યું. તેઓ પાસે પણ નહોતી. છેલ્લે એક મિત્રએ કહ્યું: મારી પાસે અલ્લામા મજલીસીની ’જીલાઉલ ઓયૂન' કિતાબ છે જેમાં મક્તલ છે.

❤️ મેં એ કિતાબ દસ રાત માટે લઈ લીધી અને ઘરના લોકોને કહ્યુ: *'આજથી દસ રાત સુધી હું તમારા માટે મજલીસ પઢીશ.'*

*ઘરના લોકો ખુશ થયા. મેં મારી પત્ની અને બે નાનકડી દીકરીઓ માટે મજલીસ પઢી.*

✍️અને એ બીજો ઝાકિર કે જેના નામને ઈમામે યાદીમાંથી કાઢી નાખવાનું કહ્યું હતું, તેણે એ જ રાતે નક્કી કર્યું હતું કે હવે હું ઝાકેરી છોડી દઈશ!"

📘 (જુર્રઈ અઝ કરામાતે ઈમામ હુસૈન (અ.સ.), પેજ ૬૫)
*દાસ્તાન નં.* 4️⃣0️⃣5️⃣

*ઈમામ હુસૈન (અલયહિસ્સલામ)ની મજલીસથી મન્સુબ દરેક વસ્તુ કિંમતી બની જાય છે*
___

✍️ કિતાબ કદમ કદમ બે સુએ રેહમતે વાસેઆ ના લેખક લખે છે કે ઈસ્વી સન 2015 માં અરબઈનના મૌકા પર હું કરબલામાં હતો. અરબઈનના બે દિવસ પછી મગરીબ-ઈશાની નમાઝ બાદ, જ્યારે હું "બયનુલ હરમૈન" (ઈમામ હુસૈન(અ.સ.) અને હઝરત અબ્બાસ(અ.સ.)ના હરમની વચ્ચેનો ભાગ)માં હતો, ત્યારે એહલબૈત (અ.સ.)ના મોહીબ જનાબ હાજ આકા હૈદર ખુલુસ સાથે પાંચમી મજલીસની ખિતાબતમાં બયાન કરી રહ્યા હતા કે:

એક માણસે તેમને કહ્યું કે અમુક વરસ પહેલા હું યઝ્દ નામના શહેરમાં દેવાદાર થઇ ગયો હતો અને મારી પાસે માલની તંગી હતી અને કોઈ ચીજ ધરાવતો ન હતો સિવાઈ કે એક કાર્પેટ કે જેનો એક ખૂણો બળેલો હતો જેના લીધે તે ખાસ કિંમત ધરાવતું ન હતું.

🔥 છતા હું એ કાર્પેટ વેચવા બજારમાં ગયો. પ્રથમ દુકાનદારને બતાવ્યું. તો તેણે કહ્યું કે જો આ બળેલું ન હોત તો હું ૫ લાખ તુમાન આપી શકત, પણ હવે જ્યારે આ બળી ગયેલું છે તો હું તેને ૧ લાખથી ૧ લાખ ૫૦ હજાર તુમાનમાં ખરીદવા તય્યાર છુ, અગર તમે રાજી હો તો હું તમારી પાસેથી આ કાર્પેટ ખરીદી લઉં.

🔸 મેં કહ્યું કે હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અગર શક્ય હોય તો વધારે રકમમાં ખરીદી લ્યો, તો તે દુકાનદારે કહ્યું કે આનાથી વધારે કિંમત શક્ય નથી.

🧠 પછી મેં વિચાર્યુ કે હું બીજી અમુક દુકાને જાવ તો શાયદ મને વધારે કિંમત મળી જશે. હું બીજી અમુક દુકાને ગયો પણ દરેકે મામુલી ફેરફાર સાથે પહેલા દુકાનદાર જેવી જ કિંમત જણાવી.

🎈 અંતે જ્યારે હું એક દુકાને ગયો તો દુકાનદારે કાર્પેટ જોઈને કહ્યું: અફસોસ! આવી સુંદર અને ઉમદા નકશીવાળી કાર્પેટના ખૂણાને તમે બાળી નાખ્યા અને તેની સંભાળ ન રાખી?

🫖 મેં કહ્યું કે મેં ઈમામ હુસૈન(અ.સ.)ની મજલીસ રાખી હતી. આ કાર્પેટ પર મણખો (અંગારાવાળો વાસણ) મુક્યો હતો જેમાં હું ચા બનાવી રહ્યો હતો. અચાનક મણખો પલટી ગયો અને તેના લીધે આ કાર્પેટ સળગી ગઈ.

😳 દુકાનદાર તરત જ ઉભો થઇ ગયો અને આશ્ચર્યથી પૂછ્યું:
"શું કહ્યું? આ કાર્પેટ ઈમામ હુસૈન (અ.સ.) ની મજલીસમાં બળી ગઈ છે?"

મેં કહ્યું: "ખુદા કી કસમ, હું સાચું કહી રહ્યો છું."

ત્યારે દુકાનદારે કહ્યું: "જો આ કાર્પેટ ન બળ્યું હોત તો એની કિંમત ૫ લાખ તુમાન હતી. પણ હવે જ્યારે એ ઈમામ હુસૈન(અ.સ.)ની મજલીસમાં બળ્યું છે, તો એની કિંમત વધારે થઈ ગઈ છે. હું એના માટે તમને ૧૦ લાખ તુમાન આપું છું!"

મને નવાઈ લાગી એટલે મેં પુછ્યું કે તમે મારી સાથે મજાક તો નથી કરી રહ્યાને?
તે દુકાનદારે કહ્યું કે "ખુદાની કસમ, હું સાચું બોલી રહ્યો છું. મારી પાસે વધુ રકમ હોત તો હું વધુ પણ આપત."
દુકાનદારે મારી કાર્પેટ લીધી અને મને ૧૦ લાખ તુમાન આપ્યા.

🤔 કોઈએ દુકાનદારને પુછ્યું કે "શા માટે તે આ બળેલી કાર્પેટને તેની યોગ્ય કિંમત કરતા વધારે કિંમતમાં ખરીદ કરી?"

🤲 દુકાનદારે જવાબ આપ્યો કે

*"હું ચાહું છુ કે ક્યામતના દિવસે હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ને અર્ઝ કરુ કે મેં એ ફર્શ કે જે ઈમામ હુસૈન(અ.સ.)ની મજલીસમાં બળ્યુ હતુ, એને તેને તેની મુળ કિંમત કરતા પણ વધારે કિમતમાં ખરીદેલુ છે. તો હવે, તમે પણ મારુ બળેલું દિલ તમારા હુસૈન(અ.સ.) માટે વધુ કિંમતે ખરીદી લો. તે કાર્પેટ બળી જવાના લીધે કિમતી રહી ન હતી અને હું પણ મારા ગુનાહોના લીધે કિંમતી નથી રહ્યો પણ તમારા હુસૈન(અ.સ.)ની મઝલુમીય્યતમાં ગમગીન રહેવાના અને તેમની પર આંસુ વહાવવાના લીધે તમે મને ખરીદી લો."*

📗 قدم قدم به سوی رحمة واسعه: داستان‌هایی از پیاده روی اربعین حسینی
سید محمّد متین پور
*ગુજરાતી મજ્લિસ*

*ઈમામ હુસૈન અલય્હિસ્સલામ ની મોહબ્બત ની‌ અસર*

*દિલ્હી ના હરિદાસ નામ ના એક વ્યક્તિ ઉપર ઈ. હુસૈન અલય્હિસ્સલામ ની ન્યાઝ ના લીધે ઈનાયત*


https://youtu.be/PvNRKKXE7vg?si=GGddriRfTOL_ePFH
*દાસ્તાન નંબર* 4️⃣0️⃣6️⃣

*એક યહુદીનું હઝરત અબ્બાસ (અસ)થી તવસ્સુલ*✍️
_______

✍️એહલેબૈત (અ.સ.) ના મદ્દાહ આકા અમીર મોહમ્મદી કે પરવરદિગાર તેમની દીની, દુન્યવી અને ઉખરવી હાજતોમાં કરમ કરે – તેમણે મને આ દાસ્તાન બયાન કરી હતી

✍️ થોડા દિવસ પહેલા એક યહૂદી વ્યક્તિ ઇસ્ફહાનમાં એક પબ્લિક બસમાં બેસ્યો. તે પોતાની સાથે ચાંદીની એક બેગમાં જૂની અને કિંમતી ચીજવસ્તુઓ જેવી કે ચાંદીના ગુલદાન વગેરે લઇને આવ્યો હતો. તે બસમાં એક સીટ પર બેસી ગયો અને બેગ પોતાના પગ પાસે મૂકી દીધી. કારણ કે રસ્તો લાંબો હતો, એને ઊંઘ આવી ગઈ.

✍️જ્યારે એ જાગ્યો તો શું જોયું કે એની બેગ ગાયબ છે. એ તરત જ રડતો રડતો બસમાંથી ઉતરી ગયો. રસ્તામાં એણે કમરે બની હાશિમ હઝરત અબ્બાસ (અ.સ.) ને મુખાતબ થઈને એક નઝર માની. એણે કહ્યું:

✍️ *“એ કમરે બની હાશિમ! હું નથી જાણતો કે તમે કોણ છો, પણ એટલું જાણુ છુ કે આ શીઆ લોકો તમારો વસીલો લે છે અને તમે તેમની હાજતો પુરી કરો છો. હવે હું પણ મારો ચોરાયેલ માલ પાછો મળે એ આપ પાસે માગું છું. હું હમણા એક વાછરડુ તમારી નઝર કરુ છુ.”*

✍️પછી એ એક કસાઇની દુકાન પર ગયો અને એક વાછરડાના પૈસા આપીને કહ્યું: " તેને ઝબહ કરો અને તેનું ગોશ્ત ગરીબો, મિસ્કીન અને જરૂરિયાતમંદોમાં વહેંચો અને કહી દો કે આ અબુલફઝલ (અ.સ.) માટેની નઝર છે.”

✍️ એ કહે છે: “પછીના દિવસે હું મારી દુકાનમાં બેઠો હતો અને વિચારમાં હતો ત્યારે એક માણસ દુકાનમાં આવ્યો. એના હાથમાં બે ચાંદીના ગુલદાન હતા. એ પૂછે છે: ‘સાહેબ, શું તમે આ ખરીદશો?’

મેં જોયું કે એ મારા પોતાના ગુલદાન છે.

✍️મેં કહ્યું: ‘આ તો બહુ સરસ ચાંદી છે અને કિંમતી છે. જો તમારી પાસે વધુ હોય તો હું સારી કિંમતે ખરીદીશ.’

એ કહે છે: ‘હા, વધુ છે પણ ઘરે છે.’

✍️મેં કહ્યું: ‘બરાબર છે, લાવવાની જરૂર નથી. મને ડર છે કે તમને તકલીફ થાય અથવા બીજા દુકાનદારો તમને જોઈને પરેશાન કરે. તમે મને સરનામું આપી દો, હું પોતે મારા છોકરા સાથે આવી જઈશ.’

✍️એણે મને સરનામું આપ્યું અને ચાલ્યો ગયો. હું સીધો પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને બધી વાત કરી અને એને લઈને એ સરનામે ગયો.

✍️ દરવાજો ખખડાવ્યો, એ માણસે દરવાજો ખોલ્યો અને અમને ઘરના તેહખાનામાં લઈ ગયો. ત્યાં મેં જોયું કે એ જ મારી ચાંદીની બેગ છે.

🎈મેં પોલીસને કહ્યું: ‘હું ખાતરીપૂર્વક કહી શકું કે આ મારી બેગ છે.’ ત્યારે જ પોલીસે પોતાની પિસ્તોલ કાઢી અને તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયો.

🎈હું મારી બેગ લઈને મારી દુકાને પાછો આવ્યો.

✍️ *એ મુસલમાનો અને એ શીઆઓ! તમારા મૌલા હઝરત અબુલફઝલીલ અબ્બાસ અલમદાર (અ.સ.)ની કદર કરો – કારણકે એ બહુ મોટા મૌલા છે અને મુશકેલીઓને દૂર કરવાની શક્તિ ધરાવે છે.*

📘 كرامات الحسينيه عليه السلام: معجزات سيد الشهدا عليه السلام بعد از شهادت/علي مير خلف زاده.
ભાગ 2
*અલ્લાહ તમને જગાડી રહ્યો છે....*

*હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* :

*"જ્યારે તમે જુઓ કે અલ્લાહ તમારી ઉપર સતત મુસીબત ઉતારી રહ્યો છે તો સમજી જાઓ કે તે તમને જગાડી રહ્યો છે."*

(ગોરરૂલ હેકમ ભાગ. ૧ પા. ૭૯૦)
*શબ્દો નાં તીર*

*હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* :

۴۰۳۹- رب كلام أنفذ من سهام

*"ઘણીવાર શબ્દો તીર કરતાં પણ વધારે તેઝ હોય છે."*

(ગોરરૂલ હેકમ હ. ૪૦૩૯)
*ખુબસુરત વાત...*

*હ. અમીરૂલ મો'મેનીન અલય્હિસ્સલામ* :

۴۰۵۲- جميل القول دليل وفور العقل

*"ખુબસુરત વાત એ અક્લ ના વધારા ની દલીલ છે."*

(ગોરરૂલ હેકમ હ. ૪૦૫૨)
*દાસ્તાન નંબર* 4️⃣0️⃣7️⃣

*મજલીસો પર ઇમામ હુસેન અલયહિસ્સલામની ઈનાયત*
____

🌷 કુમના હૌઝએ ઇલ્મીયાના એક મોટા આલિમનું કહેવાનું છે કે :

📍અમારા કેટલાક મિત્રોએ અતબાતે મુકદ્દસા (મુકદ્દસ જગ્યાઓ)ની ઝીયારતનો ઈરાદો કર્યો હતો. મને પણ તેમના સાથે જવાનો બહુ શોખ હતો, પરંતુ મારી પાસે પૈસા નહોતા.

✍️ મારી પાસે ઘણી કિતાબો હતી તેને એક કિતાબો વેચવાવાળા પાસે લઈ ગયો કે એને ગિરવે મૂકી ત્રણસો તુમાન ઉધાર લઈ લઉં, પણ તેણે ના પાડી.

🎈મારા મિત્રો ચાલ્યા ગયા અને હું રહી ગયો.મને ખૂબ જ દુઃખ થયું.

✍️રાતે સપનામાં હું હઝરત ઇમામ હુસેન (અ.સ.)ની હાજરીમાં પહોંચ્યો.

હઝરતે પૂછ્યું કે તું દુઃખી કેમ છે?

🎈મેં અરજ કરી : મારા મિત્રો ઝિયારત માટે ચાલ્યા ગયા અને હું રહી ગયો.

ઇમામે ફરમાવ્યું:

*"તુ દુઃખી ન થા, હું દર અઠવાડિયે તને જોઉં છું."*

🎈હું જાગી ગયો અને ઇમામના શબ્દો પર વિચાર કરવો લાગ્યો. ત્યારે યાદ આવ્યું કે મારા વાલિદ અમારા શહેરમાં દર અઠવાડિયે મજલીસ ગોઠવે છે અને નક્કી એ મજલીસ પર ઇમામ હુસેન (અ.સ.)ની ખાસ નજરે ઇનાયત છે.

📕 بصیری، کرامات و حکایات پندآمو. પેજ 47.


عنایت امام حسین علیه السلام به مجالس حسینی

یکی از علمای بزرگ حوزه علمیّه ی قم نقل می‌کرد:
چند نفر از رفقا قصد زیارت عتبات را داشتند، علاقه مند بودم که من نیز در معیّت آنها مشرّف شوم، ولی پول نداشتم.
تعدادی از کتاب هایم را به نزد یکی از کتاب فروشی‌ها بردم که در نزد او رهن بگذارم و سیصد تومان قرض بگیرم. او قبول نکرد، رفقا رفتند و من ماندم.
بسیار دلتنگ شدم، شب در عالم روءیا به محضر امام حسین علیه السلام رسیدم، از
علّت ناراحتی‌ام پرسیدند، عرض کردم: رفقا رفتند و من ماندم.
فرمودند:
ناراحت نباش، من هفته ای یک بار ناظر شما هستم.
بیدار شدم و در مورد بیان امام علیه السلام فکر کردم، یادم آمد که پدرم در شهرمان روضه ی هفتگی دارد و این مجلس مورد عنایت حضرت قرار گرفته است.
----------
بصیری، کرامات و حکایات پندآموز، ص ۴۷.
*દાસ્તાન નંબર.* 4️⃣0️⃣8️⃣

*સલવાત પઢવાથી 200 વરસના ગુનાહો માફ થયા*❤️
____

અબુ નઈમે હિલ્યતુલ અવલીયામાં વહ્બથી રિવાયત કરી છે:

🎈બની ઇસ્રાઇલમાં એક માણસ હતો જેણે 200 વર્ષ સુધી અલ્લાહ તઆલાની નાફરમાની કરી. પછી તે મરી ગયો. તો લોકોએ તેને ઉઠાવીને કચરાપેટીમાં ફેંકી દીધો.

🎈અલ્લાહ તઆલાએ હઝરત મુસા (અલૈહિસ્સલામ) તરફ વહી કરી કે:
“જાઓ અને તેના પર નમાઝે જનાઝા અદા કરો.”

હઝરત મૂસા (અ.સ.)એ અરજ કરી :

🎈“એ પરવરદિગાર! બની ઇસ્રાએલે સાક્ષી આપી છે કે તેણે બસો વર્ષ સુધી તારી નાફરમાની કરી છે .”

અલ્લાહે વહી કરી:

*" હા, એ એવુ જ હતુ. પરંતુ*

*كلما نشر التوراة ونظر إلى اسم محمد صلى الله عليه و اله وسلم قبله ووضعه على عينيه وصلى عليه*

🎈 *“જ્યારે પણ તે તૌરાત ખોલતો અને તેમાં હઝરત મોહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ)નું નામ દેખાતું, ત્યારે તે એ નામને ચુમતો, પોતાની આંખો પર મુકતો અને તેમના પર દુરૂદ મોકલતો.*

અલ્લાહ તઆલા આગળ કહે છે કે
🎈 *" મેં એની આ અદાની કદર કરી, તેના ગુનાહો માફ કરી દીધા અને એને સિત્તેર હુરોથી તેની શાદી કરી આપી.”*

📕હિલ્યતુલ અવલીયા 6/332
*દાસ્તાન નં.* 4️⃣0️⃣9⃣

*ઇમામ હુસૈન અલયહિસ્સલામ ના હકની કસમ*✍️🎈
___

🎈શૈખ અબૂ જાફર નિશાપૂરી (રહમતુલ્લાહે અલૈહે)થી રિવાયત છે:

🎈એક વર્ષે હું મારા કેટલાક મિત્રો સાથે હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.)ની ઝિયારત માટે અમારા ગામ અને વતનમાંથી નીકળ્યો.

🎈જ્યારે અમે કરબલા શહેરથી બે-ત્રણ ફરસખ (અંદાજે ૧૨-૧૮ કિમી) દૂર હતા, ત્યારે અમારા સાથીઓમાંના એક સાથીનું શરીર અચાનક સુકાઈ ગયું અને પેરાલિસિસ થઈ ગયો અને તે ધીમે ધીમે એકદમ લાચાર થઇ ગયો. જાણે તે માત્ર માંસનો એક ટુકડો બની ગયો હોય.

✍️આ સ્થિતિમાં તે ખૂબ જ પરેશાન થઈ ગયો અને અમને વિનંતી કરીને અને કસમ ખવડાવીને કહતો રહ્યો કે મહેરબાની કરીને મને અહીં છોડતા નહીં, મને પણ તમારી સાથે કરબલા લઈ જાવ.

✍️એક સાથીએ હિંમત બતાવી અને તેની સેવા કરી, તેની દેખભાળ રાખી અને તેને એક જાનવર પર બેસાડીને અમે તેને લઈને કરબલામાં પ્રવેશ કર્યો.

🎈જ્યારે અમે પવિત્ર રૌઝા (હરમ)માં પહોંચ્યા, ત્યારે તેને એક કાપડમાં બાંધીને બે લોકોએ કાપડના બે છેડા પકડીને હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.)ની કબ્ર તરફ ઉચકીને લઈ ગયા.

🎈તે લાચાર વ્યક્તિ દોઆ માંગી રહ્યો હતો, રડી રહ્યો હતો, અને *હઝરત હુસૈન (અ.સ.)ના વાસીલા સાથે અલ્લાહને બુલંદ આવાઝ સાથે મુનાજાત કરી રહ્યો હતો કે, "એ પરવરદિગાર! હુસૈન (અ.સ.)ના વાસ્તે મને શિફા અતા કર."*

🎈પછી જ્યારે તે કાપડ જમીન પર મૂક્યું, ત્યારે એ માણસ ઊભો થઈને બેસી ગયો, પછી ઊભો થઈ ને ચાલવા લાગ્યો — જાણે કે એ બંધનમાંથી મુક્ત થઈ ગયો હોય. અને સંપૂણ સાજો થઈ ગયો.