Webdemy Official
40.1K subscribers
5.84K photos
53 videos
1.02K files
3.36K links
કોર્સની માહિતી તેમજ Discount વિશે માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર કોલ કરવો. 👇
9725662948

જય હિન્દ! જય ભારત!

👇એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની Link
https://play.google.com/store/apps/details?id=co.arya.jpczz
Download Telegram
🛑રેવેન્યુ-તલાટી DV ના દિવસે આ ફોર્મ ભરી ત્યાં સાથે લઈ જવું.
🛑 હક, મહેનત અને વાસ્તવિકતા: OPT-OUT માત્ર અપીલ નથી, એક સમજદારી છે! 🛑

@webdemyplus

આજકાલ એક વિચારધારા ખૂબ ચાલી રહી છે કે, "મેં મહેનત કરી છે, એટલે DV કરાવવો મારો હક છે. જેને નોકરી જોઈએ છે એ મહેનત કરે, કોઈના OPT-OUT ની આશા કેમ રાખે?"

વાત સાચી છે. જેણે રાતોની ઊંઘ બગાડીને મેરિટમાં સ્થાન મેળવ્યું છે, તેની મહેનતને સો સો સલામ. તમારો હક કોઈ છીનવી શકે નહીં. પણ જ્યારે વાત 'હક' ની આવે, ત્યારે 'વાસ્તવિકતા' અને 'સામાજિક જવાબદારી' ને પણ તર્કની એરણે ચકાસવી પડે.

ચાલો પ્રેક્ટિકલ વાત કરીએ:

૧. સીટો ખાલી રહેશે તો નવી ભરતી આવશે જ ને?
આ દલીલ કાગળ પર બહુ સારી લાગે છે. પણ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો દરેક યુવાન જાણે છે કે એક ભરતી પ્રક્રિયાની સાયકલ પૂરી થતાં ૨ થી ૩ વર્ષનો સમય લાગે છે. જે સીટ આજે તમે માત્ર 'DV કરાવીને ખાલી છોડી દેશો', તે સીટ ફરીથી ભરાતા વર્ષો વીતી જશે. આ સમય દરમિયાન સિસ્ટમમાં સ્ટાફની અછત રહેશે અને કોઈ એક બેરોજગાર પરિવાર પોતાના હકની નોકરી માટે વર્ષો સુધી રઝળશે. આ કોઈ મેદાન નથી કે હારી ગયા તો કાલે બીજી મેચ રમી લઈશું; આ યુવાનોના જિંદગીના સૌથી કિંમતી વર્ષો છે.

૨. જે સીટ પર બેસવું જ નથી, તેની ટિકિટ શા માટે?
જો તમે કોઈ વર્તમાન નોકરીમાં છો, ત્યાં પીડાવ છો, તમારો ગ્રેડ-પે ઓછો છે, અથવા તમને ઘરની નજીક પોસ્ટિંગ જોઈએ છે તો ચોક્કસ DV કરાવો અને નોકરી લો. એ તમારી પ્રગતિ છે. OPT-OUT નું કેમ્પેઇન એવા લોકો માટે ક્યારેય હોતું જ નથી જેમને ખરેખર નોકરીની જરૂર છે અથવા જેઓ પ્રગતિ કરવા માંગે છે.

અપીલ માત્ર એમને છે, જેઓ પહેલેથી ઉચ્ચ હોદ્દા પર છે, અથવા જેમને ખાતરી છે કે મારે આ નવી નોકરી જોઈન કરવી જ નથી. છતાં, માત્ર ઓફર લેટરના કલેક્શન માટે કે સમાજમાં 'સ્વેગ' બતાવવા માટે DV કરાવવા જાય છે. જે સીટ પર તમારે ક્યારેય બેસવું જ નથી, એ સીટ માત્ર તમારો "હક" છે એ અહંકાર સંતોષવા રોકી રાખવી એ ક્યાંનો ન્યાય?

૩. OPT-OUT ની અપીલ એ 'ભીખ' નથી.
તમારી નીચે મેરિટમાં રહેલો ઉમેદવાર પણ એટલો જ લાયક અને મહેનતુ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ૧-૨ માર્ક્સનો તફાવત કોઈની બુદ્ધિમત્તા નક્કી નથી કરતો. એ ઉમેદવાર તમારી પાસે નોકરીની 'ભીખ' નથી માંગી રહ્યો, પણ એ સિસ્ટમની મર્યાદાનો ભોગ ન બને તે માટે એક સહ-ઉમેદવાર તરીકે તમારી પાસેથી માત્ર 'સમજદારી' ની અપેક્ષા રાખી રહ્યો છે.

૪. તમારો અહંકાર કે કોઈનું ભવિષ્ય?
"મારો વ્યક્તિગત નિર્ણય છે" એમ કહીને છટકી જવું બહુ સહેલું છે. પણ જ્યારે તમને ખબર જ છે કે તમે એ સીટ પર હાજર થવાના નથી, તો શા માટે એક એવા યુવાનની તક છીનવવી જેના ઘરના ચૂલાની આગ આ નોકરી પર નિર્ભર છે?

પોતાની મહેનતથી નોકરી મેળવવી એ ગર્વની વાત છે જ, પણ એનાથી પણ મોટો ગર્વ એ વાતનો છે કે "મારી એક સમજદારીથી આજે કોઈના ઘરમાં દિવાળી આવી છે."

નિર્ણય તમારો છે, હક તમારો છે.
પણ યાદ રાખજો, ઇતિહાસ હંમેશા એને સલામ કરે છે જેણે સત્તા કે હક હોવા છતાં, અન્યના ભલા માટે એનો સદુપયોગ કર્યો હોય.

જો ખરેખર જોઇન ન કરવાના હોવ, તો સ્વેચ્છાએ OPT-OUT કરો. કોઈ અજાણ્યા પરિવારની દુઆઓ તમારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે.

@webdemyplus

#ThinkLogically #OptOutForAGoodCause #BeTheLight #GujaratRozgar
NEET ની પરીક્ષાનાં કારણે પોલીસ ભરતીની લેખિત પરીક્ષા મુલતવી...
ViewFile (7).pdf
742.3 KB
જાહેરાત ક્રમાંક: ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ના તા. ૨૬/૦૫/૨૦૨૬ ના રોજ ઉમેદવારોને ફાળવાયેલ જિલ્લાની યાદી.
5_6109443699836460274.pdf
492.7 KB
વર્ષ ૨૦૨૬-૨૭માં વિસ્તરણ અધિકારી(પંચાયત), વર્ગ-૩ની કુલ ૧૨૭ જગ્યાઓ માટે રૂ.૩.૯૧ કરોડની નવી બાબતની જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત.
પંચાયત વિભાગનું માંગણાપત્રક.
New Appointed_mahesuli Talati Training.pdf
558.3 KB
New Appointed_mahesuli Talati Training.pdf
CCE (Combined Competitive Exam) ને લગતી અપડેટ

​CCE-1 : ૭,૦૦૦થી વધુ પોસ્ટ માટે જે ફોર્મ ભરાયા હતા, તેની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાનું આયોજન છે.

​CCE-2 : જે ઉમેદવારો પ્રથમ પરીક્ષામાં ભાગ નહોતા લઈ શક્યા, તેમના માટે CCE-2 ની નવી મોટી ભરતી આવી રહી છે. આશરે ૩,૦૦૦ જેટલી પોસ્ટ માટે ટૂંક સમયમાં (પખવાડિયાની અંદર) ફોર્મ ભરાવવાનું શરૂ થઈ શકે છે.


​CCE-2 ની પરીક્ષાનું આયોજન : આ પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાઈ શકે છે.


🔰 એકાઉન્ટન્ટ અને સબ-એકાઉન્ટન્ટ ભરતી
​આ ભરતીમાં સરકાર પાસે ૩૦૦ જેટલી વધારાની પોસ્ટ માટે મંજૂરી માંગવામાં આવી હતી, જે હવે મળી ગઈ છે.

​આ માટે ફોર્મ ભરવા માટેની બીજી વિન્ડો (લિંક) ટૂંક સમયમાં ખુલશે, જેથી જે ઉમેદવારો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તેઓ ફરી અરજી કરી શકશે.

​આ પરીક્ષા પણ સપ્ટેમ્બર આસપાસ લેવામાં આવી શકે છે.

🔰 વર્ક આસિસ્ટન્ટનું પરિણામ
​ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટનું પરિણામ તૈયાર કરી દેવાયું છે.
​અન્ય પરીક્ષાઓમાં પાસ થયેલા ઉમેદવારો આમાંથી નીકળી જાય અને પાછળના ઉમેદવારોને તક મળે તે હેતુથી પરિણામ થોડું અટકાવવામાં આવ્યું હતું.
TET Exam 2026
GSRTC_202627_32 (1).pdf
1 MB
🟢કંડક્ટર

🌟નોટિફિકેશન

GSRTC_202627_32.pdf
GSRTC_202627_1.pdf
1.2 MB
🌟ડ્રાયવર

🟢નોટિફિકેશન
તલાટી અને જુનિયર ક્લાર્ક ભરતી જુલાઈના અંતમાં આવી શકે છે...
Prajalakshi Book 2026-27 Low.pdf
29.2 MB
પંચાયતી રાજ GoG Book 2026-27

#Official #Authentic #GovtBook
gpsc 1 2 paper pt 2026.pdf
16.1 MB
GPSC class 1/2 pt paper 2026.pdf
🔴 TAT S/HS Mains Mastery 🔴
          (Content + Method)

Special English Latest Live Batch

TAT S/HS મુખ્ય પરીક્ષાના અંગ્રેજી વિષય (પેપર-2) ની સૌનકસર દ્વારા શ્રેષ્ઠ તૈયારી...

આ બેચ સાથે પેપર-1 ગુજરાતી વર્ણનાત્મક (Price: 3000/-) ની લાઇવ બેચ ઑફર અંતર્ગત Free મળવાપાત્ર છે...

💲 Price : 10,000  4,999/- Only
📅 Validity : મુખ્ય પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી.

📞 જુના અથવા રેકોર્ડેડ કોર્સમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ Extra Discount માટે હેલ્પલાઇન પર મેસેજ કરવો : 9725662948
CINP-11-06-2026-77-51-202425.pdf
157.7 KB
📌 ભરતી પ્રક્રિયામાં સરળીકરણના ભાગરૂપે કોમન લેવાયેલ પરીક્ષા સંદર્ભે જાહેરાત ક્રમાંક ૫૧/૨૦૨૪-૨૫ અને ૭૭/૨૦૨૪-૨૫ માટે કોમન રૂબરૂ મુલાકાત નિયત કરવા બાબત અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી.
જીવનશિક્ષણ - Compilation @Webdemyplus.pdf
45.7 MB
GCERT જીવનશિક્ષણ મેગેઝિન

2026 All PDF Compilation

ગુજરાતી પેપર-૧ (મુખ્ય પરીક્ષા) માટે IMP

@Webdemyplus