Vadtal Darshan
3.89K subscribers
68.9K photos
3.55K videos
1.53K files
690 links
sʜʀᴇᴇ sᴡᴀᴍɪɴᴀʀᴀʏᴀɴ ᴍᴀɴᴅɪʀ
#ᴠᴀᴅᴛᴀʟ #ᴅʜᴀᴍ

આપ આ ચેનલમાં મેળવશો..

🌸 નિત્ય દર્શન (શણગાર અને શયન દર્શન)
🌼 આરતી ના દશૅંન તથા આરતી ના સમય
🌞ઉજવાતા ઉત્સવોની અગાઉ થી માહિતી
🎉ઉજવાયેલ ઉત્સવ ના વિડીયો તથા ફોટો
🌸 સંસ્થાગત સમાચાર
🌼હરી નોમ,એકાદશી,પૂનમ ની માહિતી
Download Telegram
સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન કયું હતું ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
12%
માણાવદર
5%
અગતરાઇ
78%
ટોરડા
5%
શેખપાટ
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના માતા-પિતાનું નામ શું હતું ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
23%
રામભટ્ટ અને જાનકીબા
51%
મોતીરામજી અને કુશળબા
8%
દેવરામજી અને લક્ષ્મીજી
17%
રામકૃષ્ણજી અને કુશળબા
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી ના પ્રસંગથી કોણ હિંસક વૃત્તિ છોડીને સત્સંગી થયા હતા ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
30%
વાલેરો વરુ
20%
જોબનપગી
8%
જીભાઇ
41%
અભેસિંહ
બોટાદના કયા જૈન વણિક શ્રીજીનો પ્રતાપ નિહાળી ગોપાળાનંદ સ્વામીના જોગથી સત્સંગી થયા હતા ?

#Satsang #Quiz #Botad #Jain #Gopalanand #Swami
Anonymous Quiz
15%
જીવા દોશી
41%
ભગા દોશી
34%
હેમરાજ શાહ
10%
મુળજી શાહ
કયા હરિભક્ત યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની નાડી જોતા સ્વામીની નાડી ક્યાંય હાથ ન આવી. પછી સ્વામીનો આવો પ્રતાપ જોઇ સ્વામીના જોગથી ચુસ્ત સત્સંગી બન્યા હતા ?

#Satsang #Quiz #Gopalanand #Swami #Bhakt
Anonymous Quiz
17%
આંબા શેઠ
67%
હેમરાજ શાહ
11%
ગોવર્ધનભાઇ
5%
પર્વતભાઇ
Forwarded from Nitya Darshan 2
યોગીવર્ય અક્ષર મુક્ત શ્રી ગોપાળાનંદ સ્વામીને ભગવાન શ્રી હરિએ આજે ગઢપુર માં દીક્ષા આપી હતી.
___________________

ખુશાલભટ્ટ ભગવાન સ્વામિનારાયણ સાથે ગઢપુર ગયા. ગઢપુર ખાતે, ખુશાલ ભટ્ટને સંવત ૧૮૬૪ કારતક વદ ૮ આઠમ ના રોજ ભગવતી દીક્ષા આપવામાં આવી હતી અને તેમને ગોપાલાનંદ સ્વામી નામ આપવામાં આવ્યું હતું.

ગોપાલાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સાધુ બન્યા. તેઓ મુખ્યત્વે વડોદરામાં રોકાયા હતા.

#Gopalanand #Swami
ખુશાલ ભટ્ટ એટલે કે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સૌપ્રથમ દર્શન ક્યાં થયા હતા ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
15%
વડતાલ
17%
લોજ
48%
ડભાણ
21%
ગઢપુર
શ્રી સ્વામિનારાયણ ચરિત્ર - ૧૦૮
-----------------------------------------------

સંવત ૧૮૮૬ ના જ્યેષ્ઠ સુદી દશમી એ શ્રીહરિ એ લીલા સંકેલી ને યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી ને સત્સંગ ની જવાબદારી સોંપી. સંવત ૧૮૮૬ થી સંવત ૧૯૦૮ સુધી બાવીસ વરહ સુધી શ્રીહરિના વિરહ સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ બંને દેશના આચાર્ય મહારાજશ્રી સાથે સત્સંગ ધૂરા સંભાળીને વહન કર્યું.
સંવત ૧૯૦૮ માં સ્વામી શરીરે માંદા થયા ને જમવાનુ છોડી દીધુ તે ૨૭ દિવસ સુધી ઉપવાસ થયા.
સ્વામીના શીષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામી સત્સંગ વિચરણમા વડોદરા પાહે ગામ રૂવાંદમા મંદિરે હતા. એકાએક અધરાતે મંદિરના દરવાજે પોકાર થયો કે હે ઉપેન્દ્રાનંદ સ્વામી, તમે વડતાલ જાઓ, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી માંદા છે.
આમ, વારાફરતી ચાર વખત થયું એટલે સ્વામીએ દરવાજે વારાફરતી જઇને જોયું પણ કોઇને ભાળ્યા નહી એટલે થયું કે શ્રીજીમહારાજે એમને સંદેશાની જાણ કરવા સારુ આકાશવાણી કરી.
બીજે દિવસે પોતે મંડળ સાથે ચાલ્યા ને તુરંત જ વડતાલ આવ્યાને સ્વામીના દર્શન કર્યા ને ખબર અંતર પુછયા. ઉપેન્દ્રાનંદ સ્વામીએ કહ્યું કે શ્રીજીમહારાજે અંતર્યામીપણે જાણ કરી હોવાથી આવ્યો છું. એમ કહ્યું એ જાણીને સદગુરુ ગોપાળાનંદ સ્વામી રાજી થયા.
એ સમયે વડોદરા મંદિરે સદગુરુ નિત્યાનંદ સ્વામી બીરાજતા હતા એમણે પણ સંદેશો મોકલ્યો કે ‘સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ચરણે દંડવત પ્રણામ સાથે અમારો સંદેશો દેજયો કે ‘સ્વામી, દેહ સારુ કાંક અન્ન જરુર જમજો. બીજુ કે ભાવાનંદ સ્વામીને ધામાનંદ સ્વામી જે બેઉ રઘુવીરજી મહારાજની વાડીએ રહે છે, તેઓએ સુકાયેલા ચંદનને તુલસી ના કાષ્ઠ જે એકઠા કરી રાખ્યા છે એ મારે કામ આવશે. મારે તમારા પહેલા અક્ષરધામ જાવુ છે, એટલે એ લાકડા તો મારે કામ આવશે.’
આમ સંદેશો મળતા સંતોએ વરતાલ માં સદગુરુ ગોપાળાનંદ સ્વામીને નિત્યાનંદ સ્વામીનો સંદેશો જણાવ્યો. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીનો મર્મ પામી ગયા અને તુરંત જ પોતાના શીષ્ય પુરુષાનંદ સ્વામીને કહ્યું કે થોડીક રાબ કરી લાવો, મારે પીવી છે. સંતો તુરંત રાબ લાવ્યા એટલે સ્વામી એ રાબ પીધી.
થોડે દિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામી થોડાક સાજા થયા, સદગુરુ નિત્યાનંદ સ્વામી વડોદરાથી આવ્યાને બંને સદગુરુઓ હેતે મળ્યા. ગોપાળાનંદ સ્વામીની તબિયત ધીમે ધીમે સારી થઇ.
અગાઉ મોકલેલા સંદેશા મુજબ સદગુરુ નિત્યાનંદ સ્વામી સંવત્ ૧૯૦૮ ના માગશર સુદી ૧૧ એકાદશીના દિવસે અક્ષરધામમાં શ્રીહરિની મુકતસભામાં સીધાવ્યા ને ધામાનંદ સ્વામી ને ભાવાનંદ સ્વામીને અગાઉ કહ્યા મુજબ એકઠા કરેલા ચંદન-તુલસીના કાષ્ઠથી અગ્નિસંસ્કાર કર્યો. થોડા સમય પછી એજ વર્ષે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વૈશાખ વદ ચોથના દિવસે અક્ષરધામમાં સીધાવ્યા.
બંને સદગુરુ સંતોના અગ્નિસંસ્કાર કર્યો એ સ્થળે વડતાલમાં બાજુ બાજુ માં છત્રી બનાવી છે જેના દર્શન થાય છે.

- શ્રીહરિચરિત્રચિંતામણીમાંથી

#Swaminarayan #Charitra #Gopalanand #Nityanand #Swami
"જ્યારે મેં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે મને શ્રીજી મહારાજ વચનામૃતમાં ખરેખર જે કહેવા માગતા હતા તે સમજાયું" ~ આવું કોણે કહ્યું હતું ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
25%
શુકાનંદ સ્વામી
18%
બ્રહ્માનંદ સ્વામી
25%
અખંડાનંદ સ્વામી
31%
ગુણાતીતાનંદ સ્વામી
સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પવિત્રદેહનો અગ્નિસંસ્કાર ક્યાં કરવામાં આવ્યો હતો ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
20%
લક્ષ્મીવાડી, ગઢપુર
20%
સાળંગપુર
8%
ટોરડા
52%
જ્ઞાનબાગ, વડતાલ
અક્ષરમુર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના પિતાનું નામ શું હતું ?

#Satsang #Quiz #Gopalanand #Swami
Anonymous Quiz
15%
ગોવિંદજી શર્મા
60%
મોતીરામ શર્મા
14%
રામ શર્મા
10%
નારાયણ શર્મા
પછી ધાર્યો છે ધાર્મ‍િક યોગ,
તજી ભવ તણા વઇભોગ.
ધર્યું નામ તે ગોપાળાનંદ,
થયા યોગેશ્વર જગવંદ;

#Gopalanand #Swami
👉 ગોપાળાનંદ સ્વામીએ એક માંસાહારી વાઘને આજીવન શાકાહારી બાનાવી દીધો હતો.

👉 ગોપાળાનંદ સ્વામીએ શોભારામ શાસ્ત્રી નામના હરિભક્તના જીવનની રક્ષા કરવા માટે, અંતરીક્ષમાં ચંદ્ર ગ્રહણ રોકી રાખ્યું હતું.

👉 આજે વિશ્વમાં સૌથી ચમત્કારી અને મહાપ્રતામી જે હનુમાનજી (સારંગપુરમાં) છે, તેમાં દૈવત શ્રી ગોપાળાનંદસ્વામી મુકેલું છે..

👉 અગતરાઈમાં ૬ મહિના સુધી ગોપાળાનંદસ્વામીએ કાળનો પ્રવેશ ચેકેલો, ત્યારે ૬ મહિના સુધી ગામમાં એક કીડી પણ મરી નહોતી શકી..

👉 ગોપાળાનંદ સ્વામી એ સચ્ચીદાનંદ સ્વામીના શરીરમાં તૂટેલી નાડીઓ રીપેર (repair) કરીને તેઓને એક નવું જીવન પ્રાદાન કર્યું હતું.

#Prasadi_Ni_Vastu
#Gopalanand_Swami
#Umreth #Swaminarayan_Mandir
"સદ્ગુરુ શ્રી ગોપાળાનંદસ્વામીની કૃપાથી વિજ્ઞાનદાસ, સિદ્ધાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસભાવે જોડાઈ ગયા"

સદ્ગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો-વાર્તા ૭૧

#Sadguru #Gopalanand #Swami #Mahima
👇👇👇👇👇👇👇👇👇👇👇👇

સદગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીના પરચા
એક વખત ખુશાલભાઈએ બ્રાહ્મણના સાત–આઠ વર્ષના છોકરાઓને સમાધિ કરવી કૈલાશમાં મોકલ્યા. ત્યાં બાળકોએ ચતુર્ભુજ શંકર ભગવાનનાં દર્શન કર્યાં. બાળકો બોલ્યા કે, ''હે મહાદેવજી, તમારા ગળામાં મોટા કાળા નાગ વીંટળાયેલા છે; તે તમને કરડતા નથી ?''

ત્યારે શંકર ભગવાને હસીને કહ્યું કે, ''લ્યો, તમને પણ નહિ કરડે.'' એમ કહીને પોતાના ગળામાંથી ચાર હાથ વડે ચાર સાપ કાઢીને એ ચારે બાળકોને ગળે વીંટયા અને કહ્યું કે, ''તમો જાઓ તમારે ઘેર.'' તેઓ સમાધિમાંથી જાગ્યા ત્યારે ચારે બાળકોના ગળામાં મોટા કાળા નાગ જોઈ ભયભીત થઈ લોકો નાસવા લાગ્યા. પછી ખુશાલભાઈએ નાગ સહિત છોકરાઓને ટોરડા ગામમાં ફેરવ્યા. પછી ભાગોળે ભૂલેશ્વર મહાદેવના દહેરે લઈ જઈ એમને પગે લગાડયાં, કે તરત એ ચારે નાગ છોકરાઓના ગળામાંથી નીકળી મહાદેવજીના ગળે વીંટાઈ ગયા અને રાતમાં અદૃશ્ય થઈ શંકર પાસે કૈલાશમાં જતા રહ્યા....

#Parcha #Gopalanand #Swami