UTSMAC NADIAD
85 subscribers
1K photos
49 videos
20 files
34 links
Uni Trust Surajba Mahila Arts College, Nadiad
Download Telegram
નડિયાદની સૂરજબા મહિલા આર્ટ્સમાં તા.૨૯/૦૯/૨૦૨૨ને ગુરુવારના રોજ મનોવિજ્ઞાન વિભાગના ઉપક્રમે એક તજજ્ઞ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડીઆદની જાણીતી સમજુલક્ષ્મી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ.અમીબેન દવેએ ‘ખોરાક અને પોષણ’ વિષય પર કૉલેજની ૩૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ સાથે ગોષ્ઠી કરી હતી. તેઓએ વિદ્યાર્થિનીઓને પોષણયુક્ત્ત ખોરાક, તરુણાવસ્થામાં થતાં શારીરિક અને માનસિક ફેરફારો, સ્થૂળતા, માસિક ચક્ર અને સ્વાથ્ય વિશેની સમજણ અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનોએ પોતાના અંગત પ્રશ્નો વિશે પ્રશ્નોત્તરી કરી હતી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કૉલેજના માનસશાસ્ત્ર વિભાગે કર્યું હતું.
સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર ધ્વારા તા.૨૩/૯/૨૦૨૨થી ૨૫/૦૯/૨૦૨૨ દરમ્યાન આંતર કૉલેજ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નડીઆદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થિનીઓએ કાર્ટુનીંગ, ઓન ધી સ્પોટ પેઈન્ટીંગ, વકતૃત્વ, ડીબેટ, લાઈટ વોકલ સોલો, ઇન્ડિયન ગ્રુપ સોંગ, રંગોળી અને ફોક ડાન્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં કુ. ખુશાલી દેવૈયાએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી યુનિવર્સીટી કક્ષાએ મહિલા કૉલેજનું ગૌરવ વધારેલ છે. સમગ્ર કૉલેજ પરિવારે આનંદની લાગણી સાથે તેને અભિનંદન પાઠવ્યાં હતાં.
ખેડા જિલ્લાની એકમાત્ર નડીઆદની સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજમાં તારીખ ૨૯/૦૯/૨૦૨૨ને ગુરુવારના રોજ અર્થશાસ્ત્ર વિભાગ ધ્વારા ઓનલાઈન નિષ્ણાંત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ વંથાલી, જુનાગઢના અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ. કપિલ ઘોષિયા ધ્વારા ‘એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહકના અધિકોષ’ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં કૉલેજની અર્થશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.