UTSMAC NADIAD
52 subscribers
1.31K photos
56 videos
22 files
34 links
Uni Trust Surajba Mahila Arts College, Nadiad
Download Telegram
સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ૧૭ દિવસ ચાલનાર વાલી મીટીંગ અંતર્ગત ૨૩-૧૨-૨૦૨૫ના રોજ બારમી વાલી મીટીંગ સફળતાપૂર્વક યોજાઈ. પ્રા. વર્ષાબેન ખારોલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિદ્યાર્થીનીઓના વાલી શ્રીમતિ છાયાબેન સોની અને શ્રીમાન ગોપાલભાઈ તળપદા મુખ્ય અતિથી તરીકે હાજરી આપી હતી.
૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે ચૌદમી વાલી મીટીંગ યોજાઈ ગઈ. પ્રાધ્યાપક ડૉ. અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મીટીંગમાં વિદ્યાર્થીનીઓના વાલી શ્રીમતિ રેખાબેન યાદવ અને શ્રીમાન ગણપતસિંહ ડાભી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને પોતાના સૂચનો તથા પ્રશ્નો રજુ કર્યા હતા.
૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે પંદરમી વાલી મીટીંગ યોજાઈ ગઈ. પ્રાધ્યાપક સંધ્યાબેન ભોજાણીના નેજા હેઠળ યોજાયેલી આ મીટીંગમાં વિદ્યાર્થીનીઓના વાલી શ્રીમાન રાજેશભાઈ જાદવ અને શ્રીમાન જગદીશભાઈ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને પોતાના સૂચનો તથા પ્રશ્નો રજુ કર્યા હતા.
તા. ૩૦/૧૨/૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા NEP–2020 અંતર્ગત એકેડેમિક ઓવેરનેસ પ્રોગ્રામ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ૧૫૦ વિદ્યાર્થીઓને ડૉ. રવિકુમાર પંચાલે નવીશિક્ષણનીતિના વિઝનરી હેતુઓને જીવંત શબ્દોમાં રજૂ કરતાં, વિદ્યાર્થીઓને બહુવિધ વિષયક અભ્યાસ અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ તરફ પ્રેરિત કર્યા.
તા.૩૦/૧૨/ ૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સોળમી વાલી મીટીંગ યોજાઈ ગઈ. પ્રાધ્યાપક મેહુલભાઈ ઠાકોરના નેજા હેઠળ યોજાયેલી આ મીટીંગમાં વિદ્યાર્થીનીઓના વાલી શ્રીમતિ ભારતીબેન હરિજન અને શ્રીમતિ ફરજાનાબેન વોહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
Media is too big
VIEW IN TELEGRAM
સાત્વહાર ૨૦૨૫-૨૬
૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦માં જન્મેલા વીર શિવાજી મહારાજ, જેને છત્રપતિ પણ કહેવાય છે. વીરતા, સાહસ, દેશપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવનું ઉદાહરણ બનેલા છત્રપતિ શિવાજીની જન્મજયંતીએ ખુબ ખુબ શુભકામનાઓ...
તા. ૦૨ માર્ચ ૨૦૨૬ના રોજ નડિયાદના મોગલકોટ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટની હાઇસ્કુલમાં સૂરજબા મહિલા આર્ટસ કોલેજ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ‘SARDAR SAHEB: LEGACY OF HIS LEADERSHIP’ પર સેમિનાર સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમનું વિશેષ મહત્વ એ હતું કે આ સેમિનાર જ્યાં સરદાર પટેલ ભણ્યા હતા તે ઐતિહાસિક મહત્વ ધરાવતા વર્ગખંડમાં યોજાયો, જેમાં તેમના જીવનના દુર્લભ ફોટા, વસ્તુઓ, ઓરીજીનલ રજીસ્ટર તથા સરદાર સાહેબે ઉપયોગ કરેલી બેન્ચીસનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (સરદાર પટેલના નજીકના પરિવારજન) ઉપસ્થિત રહ્યા. સાથે જ ભારતના નામાંકિત ચિંતકોના વ્યાખ્યાન યોજાયા. જેમાંશ્રી પી.કે. લહેરી, ડૉ. આશિષ મહેતા, ડૉ. મનીષ શ્રીમાળી, પ્રો. હેમેન્દ્ર ચૌધરી, પ્રો. હેમંત દવે, પ્રો. નિરજ યાજ્ઞિક વગેરેએ આ સેમિનારમાં સરદાર સાહેબના વિચારો અને લીડરશીપ કૌશલ્યને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયાસ કર્યો.