UTSMAC NADIAD
69 subscribers
1.21K photos
50 videos
22 files
34 links
Uni Trust Surajba Mahila Arts College, Nadiad
Download Telegram
સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થિનીઓને તત્કાલીન તમામ વર્તમાનોથી વાકેફ કરવાનો પૂરો પ્રયત્ન સતત કરવામાં આવે છે. તેના ભાગરૂપે અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપકો દ્વારા હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર અર્થશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ પ્રાપ્ત કર્યા.
#utsmac#EconomicsTalks#Budget2025#CurrentAffairs#StudentEngagement#KnowledgeIsPower
ગુજરાત થિયોસોફીકલ ફેડરેશન, ભાવનગર અને સંતરામ લોજ થિયોસોફીકલ સોસાયટી, નડિયાદ તથા નલિની અરવિંદ એન્ડ ટી. વી.પટેલ આર્ટ્સ કૉલેજ દ્વારા તારીખ ૫ અને ૬ ફેબ્રુઆરીના રોજ યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં એક પાત્રીય અભિનય, ચિત્ર, નિબંધ, વકૃત્ત્વ અને ગીત/ગઝલ/ભજન/લોકગીત જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મહિલા કૉલેજની એમ.એ સેમ ૪ની ઝાલા પ્રીતિએ નિબંધ સ્પર્ધામાં તૃતીય ક્રમાંક, વણકર રિદ્ધિએ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક, તથા પૂજા વ્યાસ અને ઉર્વશી સોલંકીએ રૂપિયા 501નું આશ્વાસન ઇનામ પ્રાપ્ત કરીને કૉલેજનું ગૌરવ વધાર્યું છે. વિજેતા વિદ્યાર્થિનીઓને કૉલેજ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
#utsmac #CollegePride #YouthCampSuccess #Achievements #ProudMoment
સૂરજબા મહિલા આર્ટસ કોલેજના C.W.D.C. વિભાગ દ્વારા તા.૦૮-૦૨-૨૦૨૫ના રોજ હસ્તકલા અંતર્ગત માટીમાંથી વિવિધ આકારો બનાવવામાં આવ્યા હતાં. આ હસ્તકલામાં અનોખી કલાત્મક સર્જનાત્મકતાની ઝલક જોવા મળી હતી. વિદ્યાર્થીનીઓએ માટીમાંથી શિવલિંગ, ગણપતિ,રાંધણ ચુલો, વિવિધ પ્રાણીઓ, રમકડાં અને ઘરવપરાશની અનેક વસ્તુઓ બનાવી હતી. આ પ્રકારની કાર્યશાળાઓના કારણે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનશીલતાને અને હસ્ત કૌશલ્યને વેગ મળે છે. #SurajbaMahilaArtsCollege #CWDC #Handicrafts #CreativeMinds #StudentArtistry #ClayCreations #ArtWithHeart
માત્ર ₹1 ટોકન ફી સાથે સૂરજબા મહિલા આર્ટસ કોલેજના CWDC વિભાગ દ્વારા ફિલ્મ ક્લબના માધ્યમથી 15 ફેબ્રુઆરી, 2025ના રોજ "12th Fail" ફિલ્મ વિધાર્થીનીઓને દર્શાવવામાં આવી. આ ફિલ્મ વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને કારકિર્દી વિષે ઊંડાણપૂર્વકની સમજણ અને યોગ્ય માર્ગદર્શક પ્રેરણા પૂરી પાડે છે. આ ફિલ્મ બતાવવાનો હેતુ વિદ્યાર્થીઓને મહેનતના મૂલ્યો અને પ્રયાસોના મહત્ત્વ વિશે માહિતગાર કરવાનો હતો. આ ફિલ્મથી તેઓને સફળતા અને નિષ્ફળતા બન્નેના મોંઘા પાઠો શીખવા મળ્યા. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના કહેવા મુજબ ઘણું ઉમદા ભાથું પૂરું પાડે છે.
#utsmac#CWDC#EducationalSuccess#StudentEmpowerment#12thFail#Motivation#FilmClub #StudentLife #GrowthMindset #NeverGiveUp #LearningForLife
૨૧ ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃ ભાષા દિવસ. મા દ્વારા મળતી ભાષા એટલે માતૃ ભાષા. આપણા સંસ્કાર ને કેળવણીની પ્રથમ શાળા એટલે માતૃભાષા.માતૃ ભાષાનું જતન એ દરેક વ્યક્તિની પવિત્ર ફરજ છે.
#WorldMotherLanguageDay #MatruBhashaDivas #LanguageDiversity #PreserveLanguages #CulturalHeritage #RespectMotherTongue #LanguageIsIdentity #CelebrateLanguages
તા.૨૦/૦૨/૨૦૨૫ના રોજ પંચ પ્રકલ્પ અંતર્ગત ' 'ગૌ આધારિત ખેતી'' અને ''વૃક્ષાયુર્વેદા'' એવા બે વિષય પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. જેમાં ડૉ. વિધિ બપન દ્વારા વૃક્ષાયુર્વેદા અંતર્ગત વૃક્ષો કેવી રીતે વાવવા, તેની માવજત, બીજારોપણ સાથે પૌરાણિક પદ્ધતિ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. જાનકી કોશિયાએ ગૌ આધારિત ખેતી અંતર્ગત ખાતર બનાવવાની રીત, ભીનો કચરો અને સુકો કચરો કેવી રીતે ઉપયોગી થાય તે વિષે માહિતી આપવામાં આવી હતી.
#utsmac#SustainableFarming#OrganicFarming#EcoFriendly#AyurvedaLiving#GreenInitiatives#TreePlanting#Composting#NaturalFertilizer#ModernTechniques #AgricultureInnovation #EnvironmentalConservation
તા.22/02/2025ના રોજ, સૂરજબા મહિલા આટર્સ કોલેજમાં એમ.એની વિદ્યાર્થીનીઓ માટે GSET-NETના વર્ગોનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાતી વિષયમાં ડૉ. પ્રિતેશકુમાર કુમકિયા, સમાજશાસ્ત્ર વિષયમાં ડૉ. વિલિશ મેકવાન અને અર્થશાસ્ત્ર વિષયમાં ડૉ. પ્રતીકકુમાર રોહિત જેવા પ્રખ્યાત તજજ્ઞો દ્વારા રસપ્રદ અને ઉપયોગી વ્યાખ્યાનો આપવામાં આવ્યા. વિદ્યાર્થિની બહેનોએ રસપૂર્વક આ સત્રોમાં ભાગ લીધો.
#utsmac#SurajBaMahilaArtsCollege#GSETNETClasses#EmpoweringWomen #KnowledgeIsPower #EducationForAll