તા.૩૦/૧૨/ ૨૦૨૫ના રોજ સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સોળમી વાલી મીટીંગ યોજાઈ ગઈ. પ્રાધ્યાપક મેહુલભાઈ ઠાકોરના નેજા હેઠળ યોજાયેલી આ મીટીંગમાં વિદ્યાર્થીનીઓના વાલી શ્રીમતિ ભારતીબેન હરિજન અને શ્રીમતિ ફરજાનાબેન વોહરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
તા. ૦૨ માર્ચ ૨૦૨૬ના રોજ નડિયાદના મોગલકોટ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટની હાઇસ્કુલમાં સૂરજબા મહિલા આર્ટસ કોલેજ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ‘SARDAR SAHEB: LEGACY OF HIS LEADERSHIP’ પર સેમિનાર સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમનું વિશેષ મહત્વ એ હતું કે આ સેમિનાર જ્યાં સરદાર પટેલ ભણ્યા હતા તે ઐતિહાસિક મહત્વ ધરાવતા વર્ગખંડમાં યોજાયો, જેમાં તેમના જીવનના દુર્લભ ફોટા, વસ્તુઓ, ઓરીજીનલ રજીસ્ટર તથા સરદાર સાહેબે ઉપયોગ કરેલી બેન્ચીસનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (સરદાર પટેલના નજીકના પરિવારજન) ઉપસ્થિત રહ્યા. સાથે જ ભારતના નામાંકિત ચિંતકોના વ્યાખ્યાન યોજાયા. જેમાંશ્રી પી.કે. લહેરી, ડૉ. આશિષ મહેતા, ડૉ. મનીષ શ્રીમાળી, પ્રો. હેમેન્દ્ર ચૌધરી, પ્રો. હેમંત દવે, પ્રો. નિરજ યાજ્ઞિક વગેરેએ આ સેમિનારમાં સરદાર સાહેબના વિચારો અને લીડરશીપ કૌશલ્યને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયાસ કર્યો.
🎓 સૂરજબા મહિલા આર્ટસ કોલેજ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે! 🌟
તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આજે જ રૂબરૂ મુલાકાત લો અને તમારા માટે યોગ્ય કારકિર્દી પસંદ કરો. અદ્યતન સુવિધાઓ, અનુભવી ફેકલ્ટી અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ સાથે સફળતાની નવી શરૂઆત કરો!
તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આજે જ રૂબરૂ મુલાકાત લો અને તમારા માટે યોગ્ય કારકિર્દી પસંદ કરો. અદ્યતન સુવિધાઓ, અનુભવી ફેકલ્ટી અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ સાથે સફળતાની નવી શરૂઆત કરો!