Sainath Classes
179 subscribers
8.15K photos
673 videos
931 files
1.14K links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
314. _ Sunday
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
315. _ Taj Mahal
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
🏵 Telling the Time સમય કથન

👉 ચાલો સમય ને શબ્દોમાં વ્યક્ત કરતા શીખીએ.
👉 સમયને ઈંગ્લીશમાં Time કહેવાય અને તેની સાથે ઘડિયાળ શબ્દ જોડાયેલ હોય છે જેના માટે o'clock શબ્દ છે.

સમયમાં ત્રણ વિભાગ પડે.

1. ચોક્કસ સમય
2. વીતી ગયેલ સમય
3. બાકી રહેલ સમય

🔷 સૌ પ્રથમ ચોક્કસ સમયને વ્પક્ત્ત કરીએ.

🔸 1. 1:00 = It is one o'clock. - એક વાગ્યો છે.
🔸 2. 2:00 = It is two o'clock - બે વાગ્યા છે.
🔸 3. 3:00 = It is three o'clock - ત્રણ વાગ્યા છે.
🔸 4. 12:00 = It is twelve o'clock - બાર વાગ્યા છે

🔷 હવે જોઈએ કે વીતી ગયેલ સમયને કેમ વ્યક્ત કરીશું.

🔸 5. 1:10 = It is ten (minute) past one o'clock. - એક ઉપર દસ મિનીટ વાગ્યા છે અથવા એક વાગીને ઉપર દસ મિનીટ થઇ છે.
🔸 6. 2:25 = It is twenty five (minute) past two o'clock. - બેને પચીસ મિનીટ થઇ છે અથવા બે વાગીને ઉપર પચીશ મિનીટ થઇ છે.
🔸 7. 11:16 = It is sixteen (minute) past eleven o'clock. - અગિયાર ને સોળ મિનીટ થઇ છે.

🔷 હવે જોઈએ કે બાકી રહેલ સમયને કેમ વ્યક્ત કરીશું.

🔸 8. 3:40 =  It is twenty (minute) to four o'clock. - ચારમાં વીસ મિનીટ બાકી છે. અથવા ચાર વાઞવામાં વીસ ની વાર છે.
🔸 9. 9:55 = It is five (minute) to ten o'clock. - દસમાં પાંચ મિનીટ બાકી છે or દસ વાગવમાં પાંચની વાર છે.

❇️ ઈંગ્લીશમાં પ્રથમ મિનીટ અને પછી કલાક બોલાય છે.
❇️ Minute - મિનિટ બોલવી જરૂરી નથી, બોલીએ તો ખોટું પણ નથી.
❇️ વીતી ગયેલ સમય બતાવવા past શબ્દ વપરાય છે.
❇️ બાકી રહેલ સમય બતાવવા to શબ્દ વપરાય છે.
❇️ બાકી રહેલ સમય બતાવવા ખાસ ધ્યાન એ રાખવાનું કે મિનીટ ને 60 માંથી બાદ કરીને અને કલાકને જે લખેલ હોય એના પછી ની કલાક ને બોલવાના હોય છે.
❇️ આવી રીતે, 8:50 નો મતલબ થાય કે, 60-50 = 10 મિનીટ બાકી અને 8 ને એના પછી એટલે કે 9 કલાક. આમ. 8:50 એટલે નવમાં દસ મિનીટ બાકી /વાર છે એમ ક્હેવાય.

🔴 15-30-45 Minutes માટે વપરાતા ખાસ શબ્દો.

🔵 15 Minutes = Quarter
🔵 30 Minutes = Half
🔵 15 Minutes વીતી ગઈ હોય તો quarter past
🔵 30 Minutes વીતી ગઈ હોય તો half past
🔵 45 Minutes વીતી ગઈ હોય તો 15 Minutes બાકી રહી કેવાય એના માટૅ quarter to

🔸 10. 4:15 = It is quarter past four o'clock સવા ચાર વાગ્યા છે અથવા ચાર ને પંદર મિનીટ થઇ છે.
🔸 11. 4:30 = It is half past four o'clock સાડા ચાર વાગ્યા છે.
🔸 12. 4:45 = It is quarter to five o'clock પોણા પાંચ વાગ્યા છે. Or પાંચમા પંદર મિનીટ બાકી છે.

➡️ AM & PM ની માહિતી:

24 કલાકના સમયને જો 12 12 કલાકના ડીવીંઝન માં જોઈએ તો રાત્રીના 12 થી દિવસના 12 સુધી (ખરેખર 11:59:59 સુધી)ના સમયને AM કહેવાય છે, અને દિવસના 12 થી રાત્રીના 12 સુધી (ખરેખર 11:59:59 સુઘી)ના સમયને PM કહેવાય છે.

AM એટલે Ante Meridiem = before noon time
PM એટલે Post Meridiem = after noon time

💁🏻‍♀️ અત્યારે આધુનિક યુગમાં મહતમ રીતે હવે સમયને 24 કલાકના યુનિટમાં જ ગણતરીમાં લેવાય છે અને તે સમજવામાં પણ સરળ રહે છે, જેમાં 12 પછી 13,14 અને આમ 23:59:59 સુધી અને ત્યાર બાદ 00:00 વાગ્યાનો સમય એટલે મધ્યરાત્રી.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
316. _ tallest boy
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
317. _ tenth issue
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🏵 ગુજરાતી નામને અંગ્રેજી માં લખવાની રીત.

🔶 1. અંગ્રેજી માં દરેક અક્ષર પછી a લગાડવો.
Ex. કલમ Kalam
(છેલ્લે લગાડવો નહીં) જો ચાર અક્ષર કનામાત્રા વગરના હોય, તો વચ્ચે a લાગશે નહીં.
Ex. જસદણ Jasdan

🔷 2. કાના માટે પણ a લખાય છે.
Ex. રાધા Radha, જામ બરવાળા Jam barvala

🔶 3. હુસ્વ ઈ માટે i લખાય છે.
Ex. ચિરાગ Chirag

🔷 4. દીર્ઘ ઈ માટે ee લખાય છે.
Ex. મીરા Meera
જો નામને છેડે ઈ હોય તો i લખાય છે.
Ex. નિરાલી Nirali

🔶 5. હુસ્વ ઉ માટે u લખાય છે.
Ex. કુમાર Kumar

🔷 6. દીર્ઘ ઉ માટે oo લખાય છે.
Ex. પૂજા Pooja

🔶 7. એકમાત્રા માટે e લખાય છે.
Ex. રેહાના Rehana

🔷 8. બેમાત્રા માટે ai લખાય છે.
Ex. વૈશાલી Vaishali

🔶 9. કાનો અને એકમાત્રા માટે o લખાય છે.
Ex. સોહરાબ Sohrab

🔷 10. કાનો અને બેમાત્રા માટે au લખાય છે.
Ex. મૌલિક Maulik

🔶 11. માથે મીંડું અનુસ્વાર માટે ઉચ્ચાર પ્રમાણે m અને n લખાય છે.
Ex. મંગલ Mangal, રંભા Rambha
મીંડા વાળા અક્ષર પછી પ, ફ, બ, ભ, મ આવે તો m લખાય છે.
Ex. ચંપા Champa, કાંબલી Kambali

🔷 12. અર્ધા અક્ષર પછી a, e, i, o, u માંથી એકેય સ્વર વપરાતા નથી.
Ex. સ્વામી Swami, વિલ્પા Vilpa, દિવ્યા Divya

🔶 13. ઉપર રેફ માટે જે અક્ષર ઉપર રેફ હોય તેની આગળ r લખાય છે.
Ex. પાર્થ Parth થ ની ઉપર રેફ છે માટે ર્થ= rth

🔷 14. નીચે રેફ માટે જે અક્ષર નીચે રેફ હોય તેની પાછળ ri લખાય છે અથવા ru લખાય છે.
Ex. કૃષ્ણ Krishna / Krushna

🔶 15. જોડિયા અક્ષર માટે હંમેશા r લખાય છે અને જે અક્ષર જોડીયો હોય તેને લાગેલા કનામાત્રા નું અંગ્રેજી r પછી લખાય છે.
Ex. પ્રે Pre પ અને ર જોડાયેલા છે. r પછી e લાગે છે. પ્રિ Pri, શ્રે Shre, ત્રી Tree, ઋ, રૂં માટે Ru અથવા Ri લખાય છે.

🔴 આમ, ગુજરાતી માં કોઈપણ નામને આ પંદર રીતની મદદ દ્વારા અંગ્રેજી માં ફેરવી શકાય છે.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
319. _ Obamas
Anonymous Quiz
0%
A
100%
An
0%
The
0%
None
320. _ Pacific ocean
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium