Sainath Classes
179 subscribers
8.15K photos
673 videos
931 files
1.14K links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
🙏 પ્રસિદ્ધ ગાયિકા - આશા ભોંસલેનું નિધન
🏵 's, of & off નો ઉપયોગ
♦️ આપણે આગળના પ્રકરણોમાં my, our, her, their, its, your નો ઉપયોગ શીખી ગયાં છીએ. આ બધા જ સંબંધ વિભક્તિના સર્વનામો છે. તેનો ઉપયોગ
➡️ માલિકી હક્ક બતાવવા.
➡️ સગા સંબંધીઓ બતાવવા અને...
➡️ શરીરના અંગો બતાવવા માટે થાય છે.
🔹 આ ઉપરાંત to have એટલે કે have-has-had અને will have પણ આ પ્રકારના અર્થ માટે જ વપરાય છે. અને હવે તમારી સામે 's અને of નો ઉપયોગ છે. આ શબ્દો પણ
➡️ માલિકી હક્ક બતાવવા
➡️ સગા સંબંધીઓ બતાવવા અને…
➡️ શરીરના અંગો બતાવવા માટે વપરાય છે.
🔹 's ને એપોસ્ર્ટોફ્રી એસ કહેવાય છે તેનું ગુજરાતી નો, ની, નું, ના, થાય છે અને ઓફ (ઓફ) નું ગુજરાતી પણ નો, ની, નું, ના, થાય છે.
🔹 સજીવ અને ખાસ કરીને માનવજાતિના શબ્દો સાથે નો, ની, નું, ના, હોય તો તેના માટે 's નૉ ઉપયોગ કરાય છે.
🔹 નિર્જીવ સાથે નો, ની, નું, ના, હોય તો તેના માટે of નો ઉપયોગ કરાય છે.
🔹 અલબત્ત સજીવ-નિર્જીવ બન્ને માટે 's કે of ને વાપરી શકાય છે.
🔴 's નો ઉપયોગ નો, ની, નું, ના
❇️ રાહુલની પેન Rahul's pen
❇️ હું રેખાની બહેન છું. I am Rekha's sister.
🏵 Of નો ઉપયોગ નો, ની, નું, ના. Of થોડું અલગ રીતે વપરાય છે.
❇️ રૂમની બારી room of window એમ નહીં બને પરંતુ a window of room થશે.
❇️ ઘરનાં દરવાજા doors of a house
🔴 ટૂંકમાં જે શબ્દની પાછળ નો, ની, નું, ના હોય તેની આગળ of ને લખાય છે.
🏵 of અને off વચ્ચે નો તફાવત
1️⃣ Of નો અર્થ નો, ની, નું, નાં થાય.
❇️ Ex. This pen is made__ plastic.
A. with
B. off
C. by
D. of
અહિ પેન પ્લાસ્ટિક ની બનેલ છે તેમ દર્શાવેલ છે તેથી જવાબ D... of આવશે.
2️⃣ of માલિકી નો અર્થ માટે પણ ઉપયોગ માં લેવાય છે.
❇️ Ex. The pen ___ my friend is blue.
A. with
B. Off
C. by
D. of
ઉપર નાં વાક્ય મા મિત્ર ની પેન એટ્લે કે પેન નો માલિક મિત્ર છે. તેથી જવાબ આવશે... D.  of
3️⃣ of  માણસ નું મૃત્યુ રોગ થિ થયુ છે તેં દર્શાવવા પણ થાય.
❇️ Ex. An old man was died ____cancer.
A. with
B. Off
C. by
D. of
ઉપર નાં વાક્ય મા cancer રોગ થી મૃત્યુ એટ્લે જવાબ D... of આવશે.
4️⃣ off એટ્લે નાં થી દુર થવું કે કરવું.
❇️ Ex. Keep _your shoes here.
A. with
B. Off
C. by
D. of
ઉપર નાં વાક્ય મા  જૂતા ને પગ માંથી દુર એટ્લે કે ઉતારવા નાં સંદર્ભ મા છે તેથી જવાબ B.. off આવશે.
5️⃣ off નો ઉપયોગ ઈલેકટ્રીક ઉપકરણો બંધ કરવા તેવું દર્શાવવા પણ થાય.
❇️ Ex. Please, Switch __ the fan before you leave the class.
A. with
B. Off
C. by
D. of
ઉપર નાં વાક્ય મા કલાસ છોડો તેં પહેલા પંખો બંધ કરો તેવું દર્શાવેલ છે તેથી તેનો જવાબ થાય B... off
📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.
👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
Forwarded from Sainath Classes (Ashok Yadav)
PDF Course અપલોડ કરવા માટે આપ ક્યા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો તે કૃપા કરી નીચે વોટ આપવા નમ્ર વિનંતી 🙏🙏
👇👇
Anonymous Poll
21%
Std.6 ગુજરાતી માધ્યમ
16%
Std.6 English Medium
21%
Std.7 ગુજરાતી માધ્યમ
26%
Std.7 English Medium
16%
Std.8 ગુજરાતી માધ્યમ
37%
Std.8 English Medium
314. _ Sunday
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
315. _ Taj Mahal
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
🏵 Telling the Time સમય કથન

👉 ચાલો સમય ને શબ્દોમાં વ્યક્ત કરતા શીખીએ.
👉 સમયને ઈંગ્લીશમાં Time કહેવાય અને તેની સાથે ઘડિયાળ શબ્દ જોડાયેલ હોય છે જેના માટે o'clock શબ્દ છે.

સમયમાં ત્રણ વિભાગ પડે.

1. ચોક્કસ સમય
2. વીતી ગયેલ સમય
3. બાકી રહેલ સમય

🔷 સૌ પ્રથમ ચોક્કસ સમયને વ્પક્ત્ત કરીએ.

🔸 1. 1:00 = It is one o'clock. - એક વાગ્યો છે.
🔸 2. 2:00 = It is two o'clock - બે વાગ્યા છે.
🔸 3. 3:00 = It is three o'clock - ત્રણ વાગ્યા છે.
🔸 4. 12:00 = It is twelve o'clock - બાર વાગ્યા છે

🔷 હવે જોઈએ કે વીતી ગયેલ સમયને કેમ વ્યક્ત કરીશું.

🔸 5. 1:10 = It is ten (minute) past one o'clock. - એક ઉપર દસ મિનીટ વાગ્યા છે અથવા એક વાગીને ઉપર દસ મિનીટ થઇ છે.
🔸 6. 2:25 = It is twenty five (minute) past two o'clock. - બેને પચીસ મિનીટ થઇ છે અથવા બે વાગીને ઉપર પચીશ મિનીટ થઇ છે.
🔸 7. 11:16 = It is sixteen (minute) past eleven o'clock. - અગિયાર ને સોળ મિનીટ થઇ છે.

🔷 હવે જોઈએ કે બાકી રહેલ સમયને કેમ વ્યક્ત કરીશું.

🔸 8. 3:40 =  It is twenty (minute) to four o'clock. - ચારમાં વીસ મિનીટ બાકી છે. અથવા ચાર વાઞવામાં વીસ ની વાર છે.
🔸 9. 9:55 = It is five (minute) to ten o'clock. - દસમાં પાંચ મિનીટ બાકી છે or દસ વાગવમાં પાંચની વાર છે.

❇️ ઈંગ્લીશમાં પ્રથમ મિનીટ અને પછી કલાક બોલાય છે.
❇️ Minute - મિનિટ બોલવી જરૂરી નથી, બોલીએ તો ખોટું પણ નથી.
❇️ વીતી ગયેલ સમય બતાવવા past શબ્દ વપરાય છે.
❇️ બાકી રહેલ સમય બતાવવા to શબ્દ વપરાય છે.
❇️ બાકી રહેલ સમય બતાવવા ખાસ ધ્યાન એ રાખવાનું કે મિનીટ ને 60 માંથી બાદ કરીને અને કલાકને જે લખેલ હોય એના પછી ની કલાક ને બોલવાના હોય છે.
❇️ આવી રીતે, 8:50 નો મતલબ થાય કે, 60-50 = 10 મિનીટ બાકી અને 8 ને એના પછી એટલે કે 9 કલાક. આમ. 8:50 એટલે નવમાં દસ મિનીટ બાકી /વાર છે એમ ક્હેવાય.

🔴 15-30-45 Minutes માટે વપરાતા ખાસ શબ્દો.

🔵 15 Minutes = Quarter
🔵 30 Minutes = Half
🔵 15 Minutes વીતી ગઈ હોય તો quarter past
🔵 30 Minutes વીતી ગઈ હોય તો half past
🔵 45 Minutes વીતી ગઈ હોય તો 15 Minutes બાકી રહી કેવાય એના માટૅ quarter to

🔸 10. 4:15 = It is quarter past four o'clock સવા ચાર વાગ્યા છે અથવા ચાર ને પંદર મિનીટ થઇ છે.
🔸 11. 4:30 = It is half past four o'clock સાડા ચાર વાગ્યા છે.
🔸 12. 4:45 = It is quarter to five o'clock પોણા પાંચ વાગ્યા છે. Or પાંચમા પંદર મિનીટ બાકી છે.

➡️ AM & PM ની માહિતી:

24 કલાકના સમયને જો 12 12 કલાકના ડીવીંઝન માં જોઈએ તો રાત્રીના 12 થી દિવસના 12 સુધી (ખરેખર 11:59:59 સુધી)ના સમયને AM કહેવાય છે, અને દિવસના 12 થી રાત્રીના 12 સુધી (ખરેખર 11:59:59 સુઘી)ના સમયને PM કહેવાય છે.

AM એટલે Ante Meridiem = before noon time
PM એટલે Post Meridiem = after noon time

💁🏻‍♀️ અત્યારે આધુનિક યુગમાં મહતમ રીતે હવે સમયને 24 કલાકના યુનિટમાં જ ગણતરીમાં લેવાય છે અને તે સમજવામાં પણ સરળ રહે છે, જેમાં 12 પછી 13,14 અને આમ 23:59:59 સુધી અને ત્યાર બાદ 00:00 વાગ્યાનો સમય એટલે મધ્યરાત્રી.

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
316. _ tallest boy
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
317. _ tenth issue
Anonymous Quiz
0%
A
0%
An
100%
The
0%
None
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM