Sainath Classes
206 subscribers
6.04K photos
657 videos
634 files
793 links
અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
Download Telegram
Test For Std.10, ગુજરાતી 👇👇
🏵 This (ધીસ) આ

♦️ નજીકની કોઈપણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે This વપરાય છે. નજીકનું એટલે સામાન્ય રીતે આપણી આજુબાજુમાં હોય અને આપણે તેને અડી શકીયે એટલું નજીક હોય.

🔹 This પછી is વપરાય છે, નકાર બતાવવા is not કે isn't વપરાય છે.

❇️ Examples:

1. This is a pen.
આ પેન છે.
2. This is not a toy.
આ રમકડું નથી.
3. Is this an English book?
શુ આ અંગ્રેજી ની ચોપડી છે?

🏵 That (ધેટ) પેલું, પેલા, પેલી, પેલો

♦️ દૂરની કોઇપણ એક વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે That વપરાય છે.

🔹 That પછી is વપરાય છે, નકાર બતાવવા is not કે isn't વપરાય છે.

❇️ Examples:

1. That is our sir.
પેલા અમારા સર છે.
2. That is not a pen.
પેલી પેન નથી.
3. Is that a dove?
શું પેલું કબૂતર છે?

🏵 These (ધીઝ) આ

👉 This-ધીસ નું બહુવચન These-ધીઝ થાય છે.

♦️ નજીકની કોઈપણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે These વપરાય છે.

🔹 These પછી are વપરાય છે, નકાર બતાવવા are not કે aren't વપરાય છે.

❇️ Examples:

1. These are pens.
આ પેનો છે.
2. These are not toys.
આ રમકડા નથી.
3. Are these English books?
શુ આ અંગ્રેજી ની ચોપડીઓ છે?

🏵 Those (ધોઝ) પેલા, પેલી

👉 That-ધેટ નું બહુવચન Those-ધોઝ થાય છે.

♦️ દૂરની કોઇપણ એક કરતા વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પક્ષી-પ્રાણી દર્શાવવા માટે Those વપરાય છે.

🔹 Those પછી are વપરાય છે, નકાર બતાવવા are not કે aren't વપરાય છે.

❇️ Examples:

1. Those are our teachers.
પેલા અમારા શિક્ષકો છે.
2. Those are not pens.
પેલી પેનો નથી.
3. Are those doves?
શું પેલા કબૂતર છે?

📚 વધારાની માહિતી માટે YouTube ઉપર જઈને Sainath Classes ચેનલ ને Subscribe કરો. Link નીચે આપેલ છે.

👉 YouTube Channel:
https://www.youtube.com/sainathclasses
561. વિનુકાકા મંજુકાકીથી હંમેશા ખુશ રહેતા
Anonymous Quiz
100%
A. સાચું
0%
B. ખોટું
562. અંકિતને શાળાના શ્રેષ્ટ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું
Anonymous Quiz
0%
A. સાચું
100%
B. ખોટું
563. અંકિતે કહ્યું, તેને વિનુકાકા જરાય નથી ગમતા
Anonymous Quiz
0%
A. સાચું
100%
B. ખોટું
564. દીકરી સ્વર્ગમાં ક્યાં સ્વરૂપે દેખાય છે?
Anonymous Quiz
100%
A. દેવોની ઝલકમાં
0%
B. પરીની ઝલકમાં
0%
C. દેવીઓની ઝલકમાં
0%
D. અપ્સરાની ઝલકમાં