SMVS Bhale Dayalu
864 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🔐 કુસંપ રૂપી કોરોનાથી પરિવારને દૂર રાખી આત્મીયતાનું લોકડાઉન કરવા આટલું કરીએ...

👨 સંતાનો પોતાના વડીલો માટે આટલું અચૂક કરજો
1) દિવસમાં અચૂક એક વખત નીચા નમીને પગે લાગીને જય સ્વામિનારાયણ કરજો.
2) દિવસમાં ઓછામાં ઓછું એક વખત પાણી આપજો. ના પાડે તો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા છે તેમ કહીને પણ આપજો.
3) માંદા હોય તો પગ દબાવજો, માથું દબાવજો, દવા આપજો, સેવા કરજો.
4) દરરોજ તેમની સાથે ઓછામાં ઓછા 5 મિનિટ એકલા બેસજો. માતા-પિતાને આપના પૈસાની નહીં સમયની જરૂર છે.
5) દૂર રહેતા હોય તો અઠવાડિયે કે વિદેશ રહેતા હોય તો 15 દિવસે પણ એક વખત ફોન કરજો.
6) મહેરબાની કરીને કોઈ દિવસ વડીલો કે મા-બાપને ન બોલવાના શબ્દો ન બોલવા, નફરત ન કરવી, તરછોડવા નહીં.

👴 વડીલોએ આટલું અચૂક કરવું
1) જતું કરતાં શીખવું. સરળ થવું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
2) જ્યાં જરૂર ન હોય ત્યાં વણમાંગી સલાહ ન આપવી.
3) વિશેષ ભગવાનમાં જોડાવું.
4) કોઈ દીકરા પ્રત્યે પક્ષપાત ન કરવો.

👨‍👩‍👧‍👦 પરિવારમાં આત્મીયતા માટે આગામી દસ દિવસ સુધી દરરોજ આ સૂત્ર ઘરના બધાં સભ્યોએ ભેગા મળીને બોલવું.
1) પરિવારના નાના-મોટા સૌ સભ્યો મહારાજના મુક્તો છે.
2) એ દુભાય તો મહારાજ દુભાય અને એ રાજી થાય તો મહારાજ રાજી થાય.
3) બસ! સૌને રાજી કરીશ.

ℹ️ લેશન
1) આજ સુધીની મારી બધી ભૂલો માટે માફી માંગી લઈશ અને ખટકો રાખીશ.
2) કોઈ દુ:ખાય કે દુભાય એવું ક્યારેય બોલીશ નહીં. વાણીમાં સંયમ કેળવીશ.

#ParentingTips
#Parenting
#SankalpSabha