SMVS Bhale Dayalu
864 subscribers
1.48K photos
268 videos
29 files
1.83K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📿 કોરોના વાઈરસની મહામારીનો ફેલાવો થતો અટકાવવા માટે ભારત સરકારે આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. તો આવો, આ સમયનો આપણે સદુપયોગ કરીએ. ઘરે બેઠાં સત્સંગના માર્ગે આગળ વધીએ. તે માટે આગામી 21 દિવસ દરમ્યાન live.smvs.org પરથી નીચે જણાવ્યા મુજબ સવાર-સાંજ સત્સંગ સભાનો લાભ મળશે. જેનો સર્વે હરિભક્તોએ અચૂક લાભ લેવો.

🕙 દરરોજ સત્સંગ સભા: 10:00 AM થી 11:00 AM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🕣 દરરોજ ફેમિલી ટાઈમ: 08:30 PM થી 09:45 PM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી/પૂ.સંતો

🕣 અઠવાડિક સભા દર શનિવારે: 08:30 PM થી 10:00 PM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી/પૂ.સંતો

ℹ️ આ મુજબ તા. 26-03-2020 ગુરૂવારથી લાભ મળશે.


#SMVSAnnouncement
#SMVSLive
#OnlineSatsangSabha
#COVID19
📸 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ । 01 થી 15 માર્ચ, 2020: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-1-to-15-march-2020



#SwamishriVicharan
#HDHSwamishriVicharan2020
📚 અમીર હોય કે ગરીબ દરેકના પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાનું શીખવતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/360



#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
🙏 કોરોનાથી બચવા કરીએ કરૂણા પ્રાર્થના...

#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri
📽 મુક્તો! ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કરૂણા તો જુઓ... કોરોના વાઈરસની મહામારી જ્યારે આખાં વિશ્વને પોતાના ભરડામાં લઈ રહી છે, ત્યારે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આપણી કેટલી બધી ચિંતા રાખે છે, આપણે શું કરવું - શું ન કરવું તે સમજાવે છે. તો આપણે સહુ આ સભાનો લાભ લઈએ અને અન્યને પણ લેવડાવીએ: https://youtu.be/g0NvrYNZudo

#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri



• • • • •
📿 સત્પુરુષ મહાત્મ્ય સ્મૃતિ અભિયાન

મોટાપુરુષ ક્યારેય આવતાં કે જતાં નથી. તે તો સદાય દિવ્યરૂપે આપણી ભેળાં જ છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રેમી ભક્તોના મનોરથો પૂરા કરતાં આવ્યા છે. તેવી જ રીતે મોટાપુરુષ દ્વારા પણ પ્રેમી ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે અને કરે છે.

📿 આપે ગુરુદેવ પ.પૂ.બાપજીના જીવનમાં જોયેલા-અનુભવેલા સાધુતાના, દાસત્વપણાંના, માતૃવાત્સલ્યતાના, સંકલ્પો પૂરા કર્યા હોય, અંતર્યામીપણું જણાવ્યું હોય, દિવ્ય રૂપે રક્ષા કરી હોય, દર્શન આપી ધામમાં લઈ ગયા હોય ઈત્યાદિ યાદગાર દિવ્ય પ્રસંગો અમને અહીં આપેલી લિંક પર (લખાણ, ફોટોગ્રાફ્સ, ઓડિયો, વિડીયો) મોકલશો: http://anadimukta.org/prasangs/submit

ℹ️ "સત્પુરુષ મહાત્મ્ય સ્મૃતિ અભિયાન" અન્વયે પ્રસંગો કઈ રીતે મોકલવા, નિયમો, મૂલ્યાંકન પદ્ધતિ, વિજેતાઓની જાહેરાત ઈત્યાદિ જાણવા માટે અત્યારે જ વિઝીટ કરો: https://www.smvs.org/cms/prasang-collection-competition/

આવો, અત્યારે જ પ્રસંગો મોકલીને મહારાજ અને મોટાપુરુષના રાજીપા પાત્ર બનીએ...

આ પ્રસંગો અમને અહીં આપેલ લિંક પર જ મોકલવા, પરંતુ WhatsApp પર ન જ મોકલવા.

🌹 🌻 🌸 🌻 🌹

આજે રાત્રે 08:30 વાગ્યે ફેમિલી ટાઈમમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો લાભ મળશે...


#AnadimuktaPrasang
Media is too big
VIEW IN TELEGRAM
📽 સત્પુરુષ મહાત્મ્ય સ્મૃતિ અભિયાન અંગે...

#AnadimuktaPrasang
#SatpurushMahatmayAbhiyan
🙏 જીવનપ્રાણ અબજીબાપાશ્રી શતામૃત મહોત્સવ ઉપક્રમે એપ્રિલ માસનો સંકલ્પ

🎧 એપ્રિલ માસનું સમૂહગાન - 'જુઓ ધ્યાન ધરી...' (15.5 MB): https://www.smvs.org/smvs-audio/download/samuhgan-2019-2020/juo-dhyan-dhari



#BapashreeVarsh
#JivanpranAbjibapashreeShatamrutMahotsav
#GS13Sankalp
📽 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના કરીએ...: https://youtu.be/e7ZipKnrMYE


#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri



• • • • •
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. જેના જીવંત પ્રસારણનો લાભ live.smvs.org પરથી લઈ શકાશે.

🕣 08:30 થી 10:00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ
🕙 10:00 થી 10:10 હરિકૃષ્ણ મહારાજના દિવ્ય અભિષેક દર્શનનો લાભ
🥳 10:10 હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્યની આરતી

10:10 પ્રાગટ્યની આરતીમાં ઘરના દરેક સભ્યોએ સમૂહ આરતી અવશ્ય કરવી.

ℹ️ જે મુક્તોને શક્ય હોય તેમણે પોતાના ઘરે અભિષેકની વ્યવસ્થા કરવી, પંચાજીરીની પ્રસાદી બનાવવી. શીરો, ફ્રુટ, ડ્રાયફ્રુટ કે સાકર પણ ધરાવી શકાય. ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 શ્રીહરિ પ્રાગટ્યોત્સવનો લાઈવ લાભ લેવાનું ચૂકતા નહી હોં... મહારાજ આજે અઢળક વરસવાના છે...: https://youtu.be/y8hsj8b--Dk



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe




• • • • •
આવતીકાલે એકાદશી છે.

⚠️ આવતીકાલે રાત્રે 08:30થી 09:45 અઠવાડિક સભાને બદલે સંકલ્પ સભાનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો...

📽 વિડીયો: https://youtu.be/WovRivHTc0I

📸 ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/community-services-by-smvs-during-the-coronavirus-lockdown


#CampaignAnnadata
#IndiaFightsCorona
#WorldFightsCorona




• • • • •
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
🔐 કુસંપ રૂપી કોરોનાથી પરિવારને દૂર રાખી આત્મીયતાનું લોકડાઉન કરવા આટલું કરીએ...

👨 સંતાનો પોતાના વડીલો માટે આટલું અચૂક કરજો
1) દિવસમાં અચૂક એક વખત નીચા નમીને પગે લાગીને જય સ્વામિનારાયણ કરજો.
2) દિવસમાં ઓછામાં ઓછું એક વખત પાણી આપજો. ના પાડે તો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા છે તેમ કહીને પણ આપજો.
3) માંદા હોય તો પગ દબાવજો, માથું દબાવજો, દવા આપજો, સેવા કરજો.
4) દરરોજ તેમની સાથે ઓછામાં ઓછા 5 મિનિટ એકલા બેસજો. માતા-પિતાને આપના પૈસાની નહીં સમયની જરૂર છે.
5) દૂર રહેતા હોય તો અઠવાડિયે કે વિદેશ રહેતા હોય તો 15 દિવસે પણ એક વખત ફોન કરજો.
6) મહેરબાની કરીને કોઈ દિવસ વડીલો કે મા-બાપને ન બોલવાના શબ્દો ન બોલવા, નફરત ન કરવી, તરછોડવા નહીં.

👴 વડીલોએ આટલું અચૂક કરવું
1) જતું કરતાં શીખવું. સરળ થવું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
2) જ્યાં જરૂર ન હોય ત્યાં વણમાંગી સલાહ ન આપવી.
3) વિશેષ ભગવાનમાં જોડાવું.
4) કોઈ દીકરા પ્રત્યે પક્ષપાત ન કરવો.

👨‍👩‍👧‍👦 પરિવારમાં આત્મીયતા માટે આગામી દસ દિવસ સુધી દરરોજ આ સૂત્ર ઘરના બધાં સભ્યોએ ભેગા મળીને બોલવું.
1) પરિવારના નાના-મોટા સૌ સભ્યો મહારાજના મુક્તો છે.
2) એ દુભાય તો મહારાજ દુભાય અને એ રાજી થાય તો મહારાજ રાજી થાય.
3) બસ! સૌને રાજી કરીશ.

ℹ️ લેશન
1) આજ સુધીની મારી બધી ભૂલો માટે માફી માંગી લઈશ અને ખટકો રાખીશ.
2) કોઈ દુ:ખાય કે દુભાય એવું ક્યારેય બોલીશ નહીં. વાણીમાં સંયમ કેળવીશ.

#ParentingTips
#Parenting
#SankalpSabha
ભારત સરકારના આદેશ મુજબ આજે રાત્રે 09:00 વાગ્યે 9 મિનીટ સુધી લાઈટનો ઉપયોગ ન કરવો. તેમજ આ સમય દરમ્યાન દીવો, મીણબત્તી, મોબાઈલની ફ્લેશ લાઈટ વિગેરેથી અજવાળું કરવું. આ આદેશનું સર્વે મુક્તોએ અચૂક પાલન કરવું.

⚠️ આ ન્યાયે આજની ફેમિલી ટાઈમની સભા સંધ્યા આરતી પછી 07:15 વાગ્યે શરૂ થઈ જશે. જેની ખાસ નોંધ લેવી.

#FamilyTime
🪔 SMVS સ્વામિનારાયણ સંસ્થા વતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો અને હરિભક્તોએ ગઈકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીપ પ્રગટાવીને કોરોના સામે લડત આપનારા તમામ સ્વયંસેવકોનો જુસ્સો વધાર્યો: https://youtu.be/cs4ULZkCVeA


#9pm9minute
#IndiaFightsCorona
#StayHomeStaySafe




• • • • •