SMVS Bhale Dayalu
864 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
👨‍👩‍👧‍👦 દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મારો પરિવાર એક સુખી પરિવાર હોય. પરંતુ સભ્યો વચ્ચે થઈ ગયેલા અણબનાવ કે તકરારને ના ભૂલી શકવાને લીધે "મારો પરિવાર, સુખી પરિવાર" એ માત્ર ઈચ્છા જ રહી જાય છે.

📽 આવો, આ ઈચ્છાને હકીકતમાં બદલીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલા લેશન દ્વારા... દર ગુરુવારે/અઠવાડિયામાં એક દિવસ "ફેમિલી ટાઈમ"નું આયોજન કરીને... ગુરુજીના આગ્રહભર્યા બળપ્રેરક વચનોનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરો:
https://youtu.be/YFjvJHJkTi8?feature=shared&t=9772

🌐 ફેમિલી ટાઈમનું પેમ્ફલેટ: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/family-time-pamphlet-2023.pdf

🌐 નિજદર્શન લેખન માર્ગદર્શિકા: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/nijdarshan-lekhan-margdarshika.pdf


#FamilyTime #HappyFamily
#Gyansatra17 #Gyansatra
Saral Thai Ne Raji Karva Chhe Print A4.pdf
3 MB
🪷 તમામ પરિવાર સુખી થાય તે માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૭માં અલગ અલગ આજ્ઞા કરી છે. જેમ કે નિજદર્શન કરવું અને નોંધવું, Family Timeનું આયોજન કરવું, ગુણલેખન કરવા વિગેરે... અને માત્ર આજ્ઞા નહીં, વ્હાલા ગુરુજી દરેક પ્રોગ્રામમાં આગ્રહપૂર્વક આ રુચિ જણાવી રહ્યા છે.

🙏 મનધાર્યું મૂકી સરળ થાય તેમના પર મહારાજ અને મોટા બહુ રાજી થાય છે. નાના-મોટા સૌની આગળ સરળ થવું. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ ખૂબ ખૂબ રાજી થાય છે. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજીના અંતરનો ખૂબ રાજીપો થાય છે. વ્હાલા ગુરુજી જણાવે છે કે "અમને એમ થાય છે કે અમે કોને અમારો રાજીપો આપી દઈએ. અને એ રાજીપો આપણને ન્યાલ કરી દેશે." આપણે સૌ મુક્તો સરળ થઈએ તે માટે અહીં એક A4 સાઈઝની ઈમેજ મોકલી આપેલ છે. તમામ મંદિરોમાં હરિભક્તો આવતા જતા જોઈ શકે તે રીતે તેમજ તમામ હરિભક્તોના ઘરે પણ તેની પ્રિન્ટ લગાવવી. જેથી મહારાજ અને મોટાપુરુષના સંકલ્પ મુજબ આપણને સરળ બનવામાં મદદરૂપ થાય અને જાણપણું રહે.


#HappyFamily #FamilyTime
#Gyansatra17 #Gyansatra
👨‍👩‍👧‍👦 બાળકો એ આપણાં પરિવારનું, સમાજનું, દેશનું ભવિષ્ય છે. અને આ ભવિષ્યને સુરક્ષિત રાખવામાં અગત્યનો ભાગ જો કોઈ ભજવતું હોય તો તે છે સંસ્કાર.

⁉️ પરંતુ શું આપ જાણો છો કે સંસ્કાર આપવાની મુખ્ય 3 રીત કઈ છે?

📽 આવો, જાણીએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શોર્ટ સત્સંગ દ્વારા:
https://youtu.be/6dl87MCbqH4


#HappyFamily
#5MinutesSatsang
#ShortSatsang