SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
😷 કોરોના મહામારીનું સંક્રમણ અતિશય ઝડપથી વધી રહ્યું છે. આવા સંજોગોમાં ગભરાઈને અયોગ્ય પગલાં લેવાને બદલે સવળાં વિચાર કહેતાં પૉઝિટિવ થિંકિંગ રાખી ભગવાનના બળે આગળ વધવાની જરૂર છે.

🤔 કોરોનાના વિપરીત સંજોગોમાં પૉઝિટિવ થિંકિંગ કેવી રીતે કરવું? આ બાબતને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ગઈકાલની સંકલ્પ સભામાં ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે - તે પણ પ્રેક્ટિકલ દ્રષ્ટાંતો દ્વારા.

📽 તો આવો, લાભ લઈએ 07 મે 2021 (ગઈકાલ)ની સંકલ્પ સભાનો:
https://youtu.be/2FzGeLB1boE?t=2189

આ સભા આપના મિત્ર-પરિવારમાં ખૂબ શેર કરજો. એકાદ વ્યક્તિ પણ જો સભા સાંભળીને પૉઝિટિવ થશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.


#SankalpSabha
#Coronavirus
#Samjan



• • • • •
😷 કોરોના વાયરસની મહામારીથી બચવાના ઉપાયો અંગે બધા ખૂબ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોરોનાના દર્દી માટે દવાની સાથે એક અતિ મહત્વની વાત પણ છે, જેની મોટાભાગના લોકોને ખબર હોતી નથી અને હોય તો તેને ધ્યાનમાં લેતા નથી - અવગણે છે.

📽️ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ અતિ મહત્વની વાત ને ટૂંકમાં અને સરળતાથી સમજાવે છે. તો આવો, એ કઈ વાત છે તે સમજીએ અને બધા સુધી પહોંચાડીએ: https://youtu.be/UnFvbQug5hU


#CoronaVirus
#Covid19
#Samjan



• • • • •
🤔 શું આપ કોરોનાને લીધે હતાશ-નિરાશ થઈ ગયા છો?
🤔 શું કોરોનાને લીધે ક્યાંય મન ચોંટતું નથી?
🤔 શું કોરોનાને લીધે મૃત્યુનો ભય સતાવે છે?

📽 જો આવા કોઈ પણ પ્રશ્નનો જવાબ 'હા' હોય તો 23 મે 2021 (ગઈકાલ)ની સંકલ્પ સભાનો લાભ જરૂર લેજો:
https://youtu.be/fbiZ4VMrqmk

આ સભા આપના મિત્ર-પરિવારમાં ખૂબ શેર કરજો. એકાદ વ્યક્તિ પણ જો સભા સાંભળશે અને ચિંતામુક્ત થશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે.


#SankalpSabha
#Coronavirus
#Samjan



• • • • •
🤔 વારંવાર નેગેટિવ વિચારો આવે છે?

🤔 હતાશા-નિરાશામાં ઘેરાઈ જવાય છે?

🤔 સદા આનંદમાં રહેવા ઈચ્છો છો?

નેગેટિવ વિચારોથી દૂર રહી સદા આનંદમાં રહેવા માટે શું કરવું તેનો સચોટ ઉપાય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂનમ સમૈયામાં જણાવ્યો છે.

📽 માટે કંઈ પણ કરતાં પહેલા પૂનમ સમૈયાની આ સ્વામિનારાયણ કથાનો લાભ અચૂક લો:
https://youtu.be/4EUHcZaEZ98

તમારા ધ્યાનમાં આવી વ્યક્તિ હોય તો તેને આ કથા જરૂર શેર કરજો, તેનું જીવન સુધરી જશે.


#PoonamSamaiyo
#Coronavirus
#Samjan



• • • • •
🌏 સંસાર છે એટલે સુખ અને દુ:ખ આવ્યા જ કરે. ભગવાનના ભક્તને પણ દુ:ખ આવે. પરંતુ તે કાળ કે કર્મનું પ્રેર્યુ આવતું નથી, મહારાજની મરજીથી આવે છે.

🤔 ભગવાનના ભક્તના જીવનમાં દુ:ખ આવે ત્યારે તેણે શું કરવું જોઈએ? કેવા વિચારમાં રહે તો તેને દુ:ખ આવ્યા છતાં દુ:ખી ન થાય? કેવી રીતે વર્તે તો ભગવાન તેની સહાય કરે?

આ તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ 06 જૂન, 2021ની સંકલ્પ સભામાં 'હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત ધારે...' કીર્તન દ્વારા સમજાવ્યા છે. તો આવો, આપણે સહુ આ લાભ લઈએ અને વિપરીત સંજોગોમાં પણ સુખ રહેવાના ઉપાય અજમાવીએ:
https://youtu.be/TauActyy00c


#SankalpSabha
#Samjan



• • • • •
🔎 દરેક વ્યક્તિ સુખી થવાના ઉપાયો નિરંતર શોધતો રહે છે. ક્યારેક પૈસામાં, ક્યારેક પ્રસિદ્ધિમાં તો ક્યારેક વ્યક્તિમાં તેને સુખ મનાય છે.

⚠️ પરંતુ અહીં દર્શાવેલ બધી બાબતો હોવા છતાં તે વ્યક્તિ સુખી ના હોય તેવા ઘણાં પ્રસંગો આપણે બધાએ જોયા અને જાણ્યા છે.

તો ખરેખર સુખી થવા માટે શું જરૂરી છે? આ વિષય પર વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી 21 જૂન, 2021ની સંકલ્પ સભામાં વિસ્તાર પૂર્વક સમજાવે છે. આવો, આપણે પણ આ સુખી થવાના ઉપાયને જાણીએ અને અપનાવીએ: https://youtu.be/oI4-zPoNJTs

🌹 🌻 🌸 🌻 🌹

🌐 સદાય સુખી રહેવાની 5 સમજણની પ્રિન્ટ કાઢવા અહીંથી હાઈ ક્વોલિટી ફાઈલ ડાઉનલોડ કરવી: http://bit.ly/saday-sukhi-rahevani-5-samjan


#SankalpSabha
#Samjan