SMVS Bhale Dayalu
863 subscribers
1.52K photos
273 videos
30 files
1.87K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🙏 કોરોનાથી વિશ્વને શાંતિ મળે તે માટે આવો ભેગા મળી કરીએ શાંતિપાઠ...

તા. 13-04-2020ને સોમવારના રોજ સવારે 10 થી 11 દરમ્યાન live.smvs.org પરથી શાંતિપાઠનો લાઈવ લાભ મળશે.

👇 લાઈવ શાંતિપાઠનો લાભ લેવા માટે ઘરમંદિર આગળ બેસવું અથવા ઘરમાં યોગ્ય સ્થાન પર ઠાકોરજીની મૂર્તિ પધરાવવી. શક્ય બને તો આટલી વસ્તુ વ્યક્તિગત તૈયાર રાખવી.
1) નાની થાળી 1 નંગ
2) પાણી ભરેલી નાની વાટકી અને ચમચી 1 નંગ
3) પૂંગીફળ (સોપારી) 1 નંગ
4) બાજોઠ
5) પોતાને બેસવા માટે આસન
6) પુષ્પ અથવા તુલસીપત્ર

ℹ️ જો ઉપરોક્ત સામગ્રીની વ્યવસ્થા ન થઈ શકે તો ઠાકોરજીની મૂર્તિ પધરાવી પાણીની વાટકી લઈને પણ શાંતિપાઠમાં જોડાઈ શકાશે.

😷 કોરોના વાઈરસની મહામારીથી આજે જ્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે. ત્યારે વૈશ્વિક શાંતિ માટે થનારા આ શાંતિપાઠમાં સત્સંગી-બિનસત્સંગી તમામ ભાઈઓ-બહેનોને જોડાવા માટે અમારી નમ્ર અપીલ છે.

#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
😷 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠમાં SMVS સંસ્થાના ત્યાગી અને હરિભક્ત સમાજ સહિત 25,000થી પણ વધુ સભ્યોએ પોતાના ઘરે રહીને લાભ લીધો. કોરોના વાઈરસના કહેર સામે કરવામાં આવેલાં વૈશ્વિક શાંતિ પાઠમાં આપ પણ પરિવાર સહિત જોડાઓ: https://youtu.be/bfozAmwBk0U


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe




• • • • •
🙏 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠ તથા હરિભક્તોએ ઘરે કરેલાં શાંતિપાઠની ઝાંખી કરાવતાં ફોટોગ્રાફ્સ જોવા અત્યારે જ વિઝીટ કરો: https://smvs.org/global-events/detail/shanti-path-for-world-peace-covid-19


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
આ માહિતી સમાજના તમામ નાગરિકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનિવાર્ય છે, માટે વધુ ને વધુ સભ્યો સુધી આ માહિતી પહોંચાડવી. અને સમાજસેવાના કાર્યમાં ભાગીદાર થવું.

😷 દિવસે દિવસે કોરોનાનું જોર વધી રહું છે. વળી ચોમાસાની શરૂઆત થઈ રહી છે. જેના લીધે શરદી, તાવ તથા અન્ય રોગો વધવાની શક્યતાઓ પણ વધુ છે. માટે આવા સંજોગોમાં ચિંતિત થવાને બદલે "ચેતતા નર સદા સુખી" કહેવતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ.

🌐 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર જનજીવનના હિતને ધ્યાનમાં રાખીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો અહીં જણાવ્યા છે. તો આવો, અહીં જણાવેલી બાબતોને અનુસરીએ અને આપણાં પરિવારના સભ્યોની રોગપ્રિતિકારક શક્તિ વધારીને કોરોનાની મહામારીને માત આપીએ: https://www.smvs.org/cms/corona-hdh-swamishri-aagnya



#COVID19Pandemic
#StayHomeStaySafe
#IndiaFightsCorona
#WorldFightsCorona
⚠️ કોરોના મહામારીના કારણે ચાલી રહેલાં લોકડાઉનમાં અત્યારે જુદા-જુદા ક્ષેત્રોમાં કેટલાક અંશે રાહત આપવામાં આવી રહી છે. જેના ભાગરૂપે 08 જૂનથી મંદિરો ખોલવાની અનૂમતિ આપી છે. પરંતુ હાલના સંજોગો, સામાજિક સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં લેતાં SMVS સંસ્થાના કોઈપણ મંદિરો 18 જૂન સુધી સામાન્ય જનજીવન માટે ખૂલવાના નથી. નવી સૂચના આપવામાં ના આવે ત્યાં સુધી આ નિર્ણય માન્ય ગણવો.

#RajipaParva
#COVID19Pandemic