Just4GK : Competitive Exams
184 subscribers
2.33K photos
6 videos
252 files
118 links
• Current Affairs 📰
• Quiz
• Content is King 👑

• Admin : @kabeer008
Download Telegram
🔶3 May -World Press Freedom Day 2026
Theme : “Shaping a Future at Peace”
🔶પોષણ પખવાડિયા-2026માં ગુજરાત દેશમાં ચોથા ક્રમે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ

👉વર્ષ 2026ના પોષણ પખવાડિયાની મુખ્ય થીમ "જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવો" રાખવામાં આવી હતી.

👉9 થી 23 એપ્રિલ, 2026 દરમિયાન ઉજવાયેલા 8મા ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે દેશભરમાં 4થો ક્રમ મેળવીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું છે.
🔶શ્રી શશી શેખર વેમ્પતીની સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક.
Prasoon Joshi appointed as Prasar Bharati chairman.
🔶કેબિનેટે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય (સુપ્રીમ કોર્ટ) ના ન્યાયાધીશોની સંખ્યા 33 થી વધારીને 37 કરવાની મંજૂરી આપી.

👉'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ બિલ, 2026' સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં 04 નો વધારો કરવાની એટલે કે 33 થી વધારીને 37 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવાની જોગવાઈ કરે છે.

👉મુખ્ય અસર:

ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થવાથી સર્વોચ્ચ ન્યાયાલય વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે કામગીરી કરી શકશે અને ઝડપી ન્યાય સુનિશ્ચિત થશે.

👉ભારતના બંધારણની કલમ 124 (1) માં અન્ય બાબતોની સાથે જોગવાઈ કરવામાં આવી હતી કે "ભારતની એક સર્વોચ્ચ અદાલત રહેશે જેમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને, જ્યાં સુધી સંસદ કાયદા દ્વારા મોટી સંખ્યા નક્કી ન કરે ત્યાં સુધી, સાતથી વધુ અન્ય ન્યાયાધીશો રહેશે નહીં...".

ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા વધારવા માટેનો કાયદો 1956 માં 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) એક્ટ, 1956' દ્વારા ઘડવામાં આવ્યો હતો. આ કાયદાની કલમ 2 માં ન્યાયાધીશોની મહત્તમ સંખ્યા (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) 10 હોવાની જોગવાઈ કરવામાં આવી હતી.

👉'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 1986' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય, 17 થી વધારીને 25 કરવામાં આવી હતી. ત્યારબાદ, 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 2008' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા 25 થી વધારીને 30 કરવામાં આવી હતી.

મૂળ કાયદામાં વધુ સુધારો કરીને 'ધ સુપ્રીમ કોર્ટ (નંબર ઓફ જજીસ) અમેન્ડમેન્ટ એક્ટ, 2019' દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યા છેલ્લે 30 થી વધારીને 33 (ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સિવાય) કરવામાં આવી હતી.
👍2
🔶ટીવીકે(તમિલનાડુ વેટ્રી કઝગમ )ના વડા સી. જોસેફ વિજયે રવિવારે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શપથ લેવડાવ્યા.
👍2
🔶શ્રી શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
👍2
🔶વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન નૌકાદળના વડા તરીકે નિયુક્ત.

👉નૌકાદળના વર્તમાન વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી મે 31, 2026ના રોજ સેવામાંથી નિવૃત્ત થશે.
👍2
🔶વિકસિત ભારત - G RAM G(ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)) એક્ટનો ઐતિહાસિક પ્રારંભ 1 જુલાઈ 2026થી સમગ્ર ગ્રામીણ ભારતમાં લાગુ થશે.

👉ગ્રામીણ આજીવિકાને મજબૂત કરવા માટે 125 દિવસની વૈધાનિક રોજગાર ગેરંટી
MGNREGAથી વિકસિત ભારત G RAM Gમાં સીમલેસ બદલાવ સુનિશ્ચિત કરવામાં આવશે.

👉VB–G RAM G એક્ટ અમલમાં આવવાની સાથે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ (MGNREGA), 2005 તે જ તારીખથી રદ કરવામાં આવશે.
🔶હિમંતા સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી બન્યા.

👉આ સાથે જ તેઓ આસામમાં સતત બે કાર્યકાળ સુધી મુખ્યમંત્રી બનનારા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બન્યા.

👉રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
1
🔶રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા.
🔶ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં નવી શોધ: વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ માપનની નવી રીત શોધી કાઢી.
👉વૈજ્ઞાનિકોએ ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રમાં એક આશ્ચર્યજનક વર્તન શોધી કાઢ્યું છે, જે દર્શાવે છે કે ક્યારેક વિરુદ્ધ સ્થિતિમાં તૈયાર કરાયેલા બે કણો એક જ સ્થિતિમાં રહેલા કણો કરતાં વધુ માહિતી વહન કરી શકે છે.

👉એસ.એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ, બાલગઢ વિજય કૃષ્ણ કોલેજ અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં, ક્વોન્ટમ કણોના સ્પિનના વિવિધ ગુણધર્મોને તેમની જોડીને કેટલી સચોટ રીતે માપી શકાય છે તેની તપાસ કરવામાં આવી હતી.
👍1
🔶ICMR એ નેશનલ એવોર્ડ્સ ફોર ઈ-ગવર્નન્સ 2026માં ગોલ્ડ જીત્યો.

👉AI-સક્ષમ નાગરિક-કેન્દ્રિત હેલ્થકેર ઇનોવેશન માટે ICMR-MINDS ને DARPG સન્માન મળ્યું.

👉ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની મુખ્ય પહેલ, ICMR-MINDS, જે નેશનલ હેલ્થ રિસર્ચ પ્રાયોરિટી પ્રોજેક્ટ છે, તેને પર્સનલ, પબ્લિક ગ્રીવાન્સીસ એન્ડ પેન્શન મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવાન્સીસ (DARPG) દ્વારા સ્થાપિત નેશનલ એવોર્ડ્સ ફોર ઈ-ગવર્નન્સમાં કેટેગરી 2 — ઇનોવેશન બાય યુઝ ઓફ AI એન્ડ અધર ન્યૂ એજ ટેક્નોલોજીસ ફોર પ્રોવાઇડિંગ સિટીઝન-સેન્ટ્રિક સર્વિસીસ — હેઠળ ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
🔶જૂનાગઢના હસનાપુર ડેમ પ્રોજેક્ટને એશિયાનું પહેલું 'વોટર ક્રેડિટ સર્ટિફિકેશન' મળ્યું.

👉ગિરનારની તળેટીમાં આવેલા આ ડેમે સમગ્ર એશિયામાં પ્રથમ વખત વૈશ્વિક સંસ્થા 'યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી' પાસેથી પ્રતિષ્ઠિત 'વોટર ક્રેડિટ સર્ટિફિકેશન' મેળવીને વૈશ્વિક ફલક પર ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે.
👏3
🔶પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા'થી નવાજવામાં આવ્યા.

આ સન્માન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ એનાયત કર્યું.
🔶ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું: બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’થી સન્માનિત.

ગુજરાતને ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’થી સન્માનિત કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ પુરસ્કાર સ્વીકાર્યો. આ ઐતિહાસિક સિદ્ધિને ખેડૂતોની મહેનતનું પરિણામ કહેવામાં આવ્યું. ગુજરાત પહેલાં પણ વિવિધ કૃષિ ક્ષેત્રે એવોર્ડ મેળવી ચૂક્યું છે. આ પુરસ્કારની મૂલ્યાંકન સમિતિના વડા પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ પી. સદાશિવમ હતા.
🔶ભારતીય નૌકાદળમાં સામેલ થશે સ્વદેશી સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરી'.
👉આ પોત 'પ્રોજેક્ટ 17A'નું છઠ્ઠું વહાણ છે અને તેમાં ૭૫% થી વધુ ભારતીય ઉપકરણોનો ઉપયોગ થયો છે.
👉બ્રહ્મોસ મિસાઈલ અને અદ્યતન સેન્સર્સથી સજ્જ આ યુદ્ધપોત એન્ટી-એર, એન્ટી-સરફેસ અને એન્ટી-સબમરિન યુદ્ધમાં સક્ષમ છે.
👉 આ વૉરશિપનું ડિઝાઇનિંગ નૌકાદળના જ 'વોરશિપ ડિઝાઇન બ્યુરો' દ્વારા કરવામાં આવ્યું છે અને મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તેનું સફળતાપૂર્વક નિર્માણ કરાયું છે.
👉પૂર્વીય ઘાટની જાજરમાન પર્વતમાળા પરથી નામ મેળવનાર INS મહેન્દ્રગિરીનું સૂત્ર "Mighty - Majestic - Matchless" છે.
👉આ યુદ્ધપોત આધુનિક સેન્સર્સ, બ્રહ્મોસ મિસાઈલ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે જે તેને બહુમુખી ઓપરેશન્સ માટે સક્ષમ બનાવે છે. તે સમુદ્રમાં એકસાથે એન્ટી-એર (આકાશી હુમલા સામે રક્ષણ), એન્ટી-સરફેસ (સમુદ્રી સપાટી પર લડત) અને એન્ટી-સબમરિન (દુશ્મનની સબમરિનને તોડી પાડવા) યુદ્ધ લડવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
👍1
🔶અમિત શાહ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે.
👉આ વૈશ્વિક બેઠકના ઉદ્ઘાટન સમારોહ અંતર્ગત NFSU ખાતે 
1.સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન (આ એક AI-આધારિત ડેટા તપાસ કેન્દ્ર હશે જે 360-ડિગ્રી સ્તરે નાણાકીય છેતરપિંડીની તપાસ કરશે.)
  2.સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ (ભારતનું પ્રથમ સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ)
3.સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટ
4.સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન (એશિયાની પ્રથમ અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક ક્ષમતાઓથી સંપૂર્ણ સજ્જ મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી છે. આ મેક-ઇન-ઇન્ડિયા વાન, NFSU (ઇન્સ્ટિટ્યૂશન ઑફ નેશનલ ઇમ્પોર્ટન્સ) ગૃહમંત્રાલય, ભારતસરકાર દ્વારા બનાવવામાં આવી છે, જે ગુનાના સ્થળે પહોંચી  પુરાવાઓની તાત્કાલિક પુનઃપ્રાપ્તિ, વિશ્લેષણ રિપોર્ટિંગ માટે સક્ષમ છે)
5.અત્યાધુનિક ડિજિટલ ફોરેન્સિક્સ અને સાયબર સુરક્ષા ટેકનોલોજીના ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓનું પ્રદર્શન કરશે.