Gujarati Stories Box
251 subscribers
130 photos
6 videos
23 files
690 links
ગુજરાતી વાર્તાનો ખજાનો એટલે...
ગુજરાતી સ્ટોરી બોક્સ
Instagram id : @gujaratistories
WhatsApp Group : https://chat.whatsapp.com/FuqsmCyhU2ZGRBpaMtXVEn
દરરોજ રાત્રે ૯:૦૦ વાગ્યે વાર્તા વાંચવા નું ના ભૂલતા.
https://t.me/+WPEZlQeVluTMhXNc
Download Telegram
📖 વાવાઝોડું
✍🏼લેખિકા:- વિધી મહેતા

ગાઢ અંધારી રાત હતી, પણ ભૂખ થી ટળવળતા બંને બાળકો અને માંદો શ્યામ, તેનો પતિ પથારી માં પડ્યા હતા. એક તો એક દિવસ થી ખુબ વરસાદ પડતો હતો. રોજી રોટી મળતી નહતી તો બાળકોને ખવડાવવું યે શું? આજે તો બંને બાળકો અને શ્યામ અને પોતે ફક્ત પાણી પીને જ દિવસ પસાર કર્યો, પણ હવે રાતે પેટ માં ભૂખ સળવળતી હતી! શ્યામ ને આવી બીમારી માં શું ખાવા આપવું? ભગવાન પણ હવે ખરેખર ખૂબ કઠિન પરીક્ષા લે છે!! લખમી બોવ જ ચિંતા માં હતી! હવે તો તેનાથી રીતસર નું રડી જ પડાયું!

ત્યાં તો કોઈ નાનો છોકરો આવ્યો અને કહેવા લાગ્યો કે ઝૂંપડપટ્ટી માં હમણાં થોડા સમયમાં ખૂબ પાણી ભરાઈ જશે તેથી સૌ કોઈ પોતાના કિંમતી સામાન ને લઈ ને જલદી થી બહાર ઊભા રહો. સરકાર નો ટ્રક આવે તેમાં બધા બેસી જજો અને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી બધા ને રહેવા માટે આશરો અને બે ટાઇમ જમવાનું અને ચા - પાણી સરકાર તરફથી મળી રહેશે.

લખમી ની ખોરાક ની ચિંતા ભગવાને દૂર કરી. અને તેના બીમાર પતિની પણ આ વાવાઝોડામાં કેમ્પ હતો તેમાં શ્યામ ની લાંબા સમય ની બીમારી ઓછા ખર્ચ માં થઈ ગઈ અને શ્યામ હવે બિલકુલ તંદુરસ્ત થઈ ગયો, પહેલાની જેમ જ!!


લખમી અને શ્યામ ફરી મહેનત નો રોટલો રળવા, પોતાના બાળકો નો બહેતરીન રીતે ઉછેર કરવા તૈયાર હતા!!

તેથી જ કહેવાય છે કે ભગવાનને ઘેર દેર છે અંધેર નહિ!
📖 વાવાઝોડું
✍🏼લેખક:-
યાજ્ઞિક રાવલ
બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે , બધાએ પોતાની સુરક્ષા માટે ઘરમાં જ રહેવું...."

   આ સંભાળતા જ કરણ ડરી ગયો, એને પોતાની માતાને કહ્યું," માં, શું આ વાવાઝોડું ઘણું જ ખતરનાક છે ?
તેની માતા મીરાએ કહું,' હા બેટા, પણ કોઈ પણ વાવાઝોડું આપણા મનોબળ થી મજબૂત નથી હોતું. ભલે એ ખતરનાક હોય પણ આપણે જો મજબૂત મનોબળ રાખીશું તો આ વાવાઝોડા સામે પણ આપણી જ જીત થશે.

       મીરા NDRF માં કામ કરે છે, એને તો આ વાવાઝોડાની વચ્ચે પણ જવું પડશે, લોકોની મદદ માટે...એટલે તેનો દીકરો કરણ એને ના કહે છે… પરંતુ તેના પિતા તથા માતા તેને સમજાવે છે, અને કંઈ જ નહિ થાય એવું આશ્વાસન પણ આપે છે.

       ખરો સમય તો હવે શરૂ થાય છે, મીરાના નેતૃત્ત્વ હેઠળ NDRF ની ટીમ વાવાઝોડા સામે બચાવ કાર્યની યોજના બનાવે છે. મીરા આનું નેતૃત્ત્વ કરી રહી છે, ટીમના કેટલાક સભ્યો પણ ડરી ગયા છે, કારણ કે , આવું ખતરનાક વાવાઝોડુ આજ સુધી આવ્યું જ નથી ! મીરા તેમને "ડરવાનું નથી, આપણે મક્કમ રહેવાનું છે, કોઈપણ વાવાઝોડુ આપણાથી શક્તિશાળી નથી. માન્યું કે આ વાવાઝોડુ ખતરનાક છે અને આજ સુધીનું સૌથી ભારે પણ, પરંતુ આપણે મજબૂત મનોબળ રાખીને આ વાવાઝોડા સામે લડવાનું છે ! " એમ કહે છે.

         અંતે એ સમય આવી ગયો, હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે વાવાઝોડુ પણ  ત્રાટક્યું. પવનની ગતિ ઘણી જ વધારે હતી, કદાચ કોઈ ઓછા વજનવાળું માણસ તો એ પવનની ઝપેટમાં આવી જાય ને તો તેને પવન એની સાથે જ લઈ જાય !  આવા વાવાઝોડા સામે ટકવું કોઈ સામાન્ય માણસ માટે તો શું અડીખમ ઉભેલા વૃક્ષો માટે પણ મુશ્કેલ છે, આ વાવાઝોડાં સામે કેટલાય વૃક્ષોએ સમર્પણ કરી દીધું, કેટલાય ઘાયલ થયા, તો કેટલાય મૃત્યુ પામ્યા !

ધીરે ધીરે વાવાઝોડું ઓછું થતું ગયું ,આટલું ખતરનાક વાવાઝોડું જેને કેટલાય વૃક્ષોને, કેટલીય ઈમારતોને,મકાનોને…નુકસાન પહોંચાડ્યું, કદાચ બધાએ પહેલીવાર જોયું હશે આવું વિનાશકારી વાવાઝોડું !
પણ આ બધાની વચ્ચે NDRF દ્વારા વાવાઝોડામાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. આ સાહસભર્યું કાર્ય NDRFની ટીમ દ્વારા પૂર્ણ થયું.

બ્રેકિંગ ન્યૂઝ  " વાવાઝોડાનું સંકટ હવે ટળી ગયું છે. ચોતરફ હવે વાવાઝોડા બાદ મીરાના નેતૃત્ત્વ હેઠળની મહીલા NDRFની ટીમના આ સાહસભર્યા કાર્યની પ્રશંસા થઈ રહી હતી. આપની સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, મીરાબહેન.
NDRF નું આ બચાવ કાર્ય ઘણું જ મુશ્કેલ હતું, કદાચ આવું વાવાઝોડું કોઈએ પણ પહેલા નહિ જ જોયું હોય ! જે વાવાઝોડા સામે કોઈ પણ ન ટકી શક્યું એવા વાવાઝોડા સામે મીરાબહેન અને એમની ટીમ મક્કમતાથી એ વાવાઝોડાનો સામનો કર્યો, ન કેવળ માણસોને આ મુસીબતમાંથી બહાર નીકળ્યાં પરંતુ તેની સાથે પ્રાણીઓને પણ બચાવ્યાં. આ સાહસભર્યા કાર્ય માટે અમે સૌ આપનો આભાર માનીએ છીએ,મીરાબહેન.
હું તમને એક પ્રશ્ન પૂછું છું મીરાબહેન , તમે આટલા ખતરનાક, વિનાશકારી વાવાઝોડાં સામે કેવી રીતે ટકી રહ્યા ? જેની સામે કેટલાય વૃક્ષોએ, ઇમારતો, મકાનોએ સમર્પણ કરી દીધું, એની સામે તમે કેવી રીતે ટકી શક્યા ?

મીરાબહેને કહ્યું," કોઈપણ વાવાઝોડું આપણાથી મોટું હોય જ ના શકે ! જો આપણે મનોબળ મજબૂત રાખીશું તો આપણને સફળતા અવશ્ય મળશે જ. આ દુનિયામાં એવું કંઈ જ નથી જેને આપણે જીતી ના શકીએ, બસ જરૂર છે તો ફકત મજબૂત મનોબળની.  કોઇકે કહ્યું છે ને,

"કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો ;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો "
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Good Morning All 😊
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#Crime_Stories
📖 હાલારી
✍🏻લેખક -
નિમેષ મકવાણા
⭐️રેટીંગ:- ૪.૭ 👁૬, ૬૦૦
સમય:- ૨ કલાક ૧૦ મિનિટ
📚ભાગ:- ૧૦
─━━━━━━⊱✿⊰━━━━━━─
💟 ક્લિક કરો  ને હમણાં વાંચો. 💟
https://pratilipi.page.link/tFQ1mAXYRhYXD5xo9
🛜Telegram Channel :- https://telegram.me/gujarati_stories
🔰 WhatsApp Group
https://chat.whatsapp.com/FuqsmCyhU2ZGRBpaMtXVEn
  ❤️ 𝗦𝗵𝗮𝗿𝗲 𝗔𝗻𝗱 𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝗨𝘀 ❤️
શુભ સવાર
This media is not supported in your browser
VIEW IN TELEGRAM