@Gujaratii A M E Y G U J A R A T i i
872 subscribers
191 photos
43 videos
8 files
322 links
@Gujaratii

Of Gujaratii
By Gujaratii
For Gujaratii

https://Telegram.me/Gujaratii

Contact Admin on Telegram @AxitDShah
Download Telegram
@Gujaratii

કેલેન્ડર ની જેમ જીવતા થઈ ગયા છે લોકો...

જરાક વિચારીયે ત્યાંતો

વાર અને વ્યવહાર બદલાઈ જાય છે.....

Amey @Gujaratii on Telegram

Like 👍 Share 🤝

👌
@Gujaratii

બગીચામાં હું Morning Walk પર નીકળું...
ત્યારે ક્યારેક કોઈ ઝાડ પર પ્રેમીઓના નામ કોતરેલા જોઉં...
આમ સારું લાગે...
સુંદર અનુભૂતિ થાય...
.
.
.
પણ... રહી રહી ને એક વિચિત્ર વાત પણ મન માં આવ્યા કરે...
.
આ લોકો Date પર આવ્યા હોય ત્યારે આવી ધારદાર છરી સાથે લઈ ને શું કામ આવ્યા હશે ???

🤔😎🫣😳😈😛😆🙏

Amey @Gujaratii on Telegram

Like 👍 Share 🤝

👌
@Gujaratii

તમે સફળ નીવડો ત્યારે તમારા પાગલપનને સાહસ કહેવાય .

અને નિષ્ફળ નીવડો ત્યારે તમારા સાહસને પાગલપન કહેવાય .

🪷 🪷 🪷 🪷

Amey @Gujaratii on Telegram

Like 👍 Share 🤝
@Gujaratii

"મારો અધિકાર શું છે ?"
એ યાદ રાખવાને બદલે
"મારી ફરજ શું છે ?"
એ યાદ રાખીએ તો વધુ સંતોષ સાથે સુખી થવાય.. !

Amey @Gujaratii on Telegram

Like 👍 Share 🤝
એક કાકા બેંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું -

*"નમૂનાની સહી".*

કાકાએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો.

ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું ... ,

*"સહીનો નમૂનો".*

સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે.

માતૃભાષા દિવસ નિમિત્તે શુભકામના! 😊
*"સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી ; મળી માતૃભાષા મને ગુજરાતી...!"*
*ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ..*
*ઊંચ નીચ માં નથી માનતી અમારી ગુજરાતી ભાષા...સાહેબ,*
*એટલે જ તો અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતા..!*
*કરી ને વંદન સહુ ઍને નમે છે....!*
*મને મારી ભાષા ગમે છે, કારણકે, મને મારી માતા ગમે છે.*
*મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જય જય ગરવી ગુજરાત...!*
*આપ સર્વેને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ*🙏🏻🙏🏻
ગુજરાતીમાં કોઈ મને
પૂછે કે " કેમ છે?"

તો લાગે છે હજુ ય
જીવન હેમખેમ છે

અંગ્રેજી, હિન્દી સાથે
કરી લઉં છું ફ્લર્ટ ,પણ

*ગુજરાતી મારો*
*પહેલો અને છેલ્લો પ્રેમ છે....*

આજે ૨૧ ફેબ્રુઆરી...
*"વિશ્વ માતૃભાષા દિવસ"*
ની હાર્દિક શુભેચ્છાઓ 🙏🏻💐🙏🏻
@Gujaratii

ગુજરાતી ભાષાની નજાકત તો જુઓ
એક જ વાક્યમાં ફક્ત એક જ શબ્દનું
સ્થાન ફરે તો પણ એનું અર્થઘટન ફરે..
*પણ* હું તને પ્રેમ કરું છું
હું *પણ* તને પ્રેમ કરું છું
હું તને પ્રેમ કરું છું *પણ*
હું તને પ્રેમ *પણ* કરું છું
હું તને *પણ* પ્રેમ કરું છું

Amey @Gujaratii on Telegram

Like 👍 Share 🤝
@Gujaratii

🌹 પ્રભાતનું પુષ્પ 🌹

'આ પ્રતિમા એ તમારું સર્જન છે ?'

' હા.'

‘પથ્થર તમે ક્યાંથી લાવ્યા ?'

' ગામના નાકે આ પથ્થર પડ્યો હતો.’

'એમાંથી તમે આ પ્રતિમા ઘડી ?’

' હા.'

'તમારા સર્જનાત્મક હાથને સલામ છે..'

' કેમ ?'

'એવા બેકાર પથ્થરમાંથી તમે પ્રતિમા ઘડી જ શી રીતે ?'

'એક વાત કદાચ તમારા ખ્યાલમાં નથી. એ પથ્થરમાં પ્રતિમા પહેલેથી છુપાઈને પડી જ હતી. મેં માત્ર એ છુપાયેલ પ્રતિમાને બહાર લાવવાનું કામ જ કર્યું છે. '

' શી રીતે બહાર લાવ્યા ?'

‘એ પથ્થરમાં જે વધારાની ચરબી હતી એને ટાંકણા લગાવી-લગાવીને દૂર કરતો ગયો.. આ બાજુ સંપૂર્ણ ચરબી દૂર થઈ ગઈ અને આ બાજુ પથ્થરમાં છુપાઈને પડેલ પ્રતિમા બહાર આવી ગઈ.'



*હા. અધ્યાત્મ જગતમાં આ જ વાત છે. અહીં દરેક આત્મા પરમાત્મા બનવાની સંભાવના લઈને જ બેઠો છે. પણ મુશ્કેલી એ સર્જાઈ છે કે આત્મા પર જામી ગયા છે અહંકારના, અસત્યના અને અસદ્ આગ્રહના ચરબીના થર. જ્યાં સુધી એ થર ઊતરતા નથી, ત્યાં સુધી અંદરમાં છુપાઈને પડેલું પરમાત્મસ્વરૂપ બહાર આવતું નથી અને જ્યાં સુધી એ થર જામેલા છે ત્યાં સુધી માન્યામાં જ નથી આવતું કે અંદરમાં પરમાત્મસ્વરૂપ દબાઈને પડ્યું છે.*

*પ્રભુનાં વચનો પર બેસી જાય જો આપણને શ્રદ્ધા અને સદગુરુના હાથમાં સોંપી દઈએ જો આપણે આપણી પોતાની જાતને, જ્યાં જ્યારે જે રીતે એમને આજ્ઞાના ટાંકણાઓ લગાવવા હોય, આપણે આપી દઈએ એમને એ રીતની છૂટ તો આપણા જીવનમાં એક સુવર્ણપ્રભાત એવું ઊગીને જ રહે કે જ્યારે આપણો આત્મા ખુદ પરમાત્મા બનીને જ રહે.*
@Gujaratii

20 માર્ક્સની નિબંધ સ્પર્ધા હતી..
વિષય હતો 'મેં લગ્ન શા માટે કર્યાં'?
મેં લખ્યું "મારું મગજ ઠેકાણે ન હતું એટલે"

18 માર્ક્સ મળ્યા તો મને લાગ્યું કે મને પહેલું ઈનામ મળશે, પણ વાઈફને તો 20 મળ્યા.

એણે લખ્યુતુ "કો'કનું મગજ ઠેકાણે ન હતું એને ઠેકાણે લાવવા માટે"

Amey @Gujaratii
@Gujaratii

નવુ કોઇ ના મળે તો ચાલશે,
પરંતુ
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે,
પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

🌸 શુભ સવાર 🌸

─━━━━━⊱✿⊰━━━━━─
@gujaratii

શેઠ 2 દિવસ ધંધે નો જાય તો ધંધાની શુ હાલત થાય એનું ઉત્તમ ઉદાહરણ એટલે ફેસબુક.

શેઠ જામનગર લગ્નમાં આવ્યા હતા 😃

Amey @Gujaratii
@Gujaratii

*દરેકની "આંખમાં"*
*એક "તોફાન" હોય છે,*

*કેટલું "છુપાવવું"*
*કેટલું "બતાવવું"*
*"સંજોગો “ ના હાથમાં હોય છે*

Amey @Gujaratii
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
*મન માં પવિત્રતા* અને પાયા માં *નીતિ* હશે તો.....

*જીવન માં પરિક્ષા* આવી શકે પરંતુ *પરાજય* તો નહીં જ આવે...!!!

🌹સુપ્રભાત🌹 @Gujaratii
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
શબ્દોને સમજવા માટે ભણતરની નહિ,

અનુભવની જરૂર પડે છે...

@Gujaratii
મંદિર સુધી પહોંચવું એ શરીરનો વિષય છે પણ;

ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે...

@Gujaratii
મને તો ફક્ત વિશ્વાસ કરતા આવડે છે,

બાકી બધુ આ દુનિયા શીખવાડે છે...

@Gujaratii
એક મિનિટમાં જીવન બદલાતું નથી,

પરંતુ એક મિનિટ વિચારીને લીધેલો નિર્ણય આખી જીંદગી બદલવાની ક્ષમતા રાખે છે..!!✒️

@Gujaratii
નિયતિ
આપણે પહેરેલા પગરખાંથી નહિ,

પરંતુ આપણે માંડેલા પગલાઓથી રચાતી હોય છે .

@Gujaratii