શબ્દતીર્થ
210 subscribers
90 photos
4 videos
16 files
127 links
Download Telegram
વેલકમ ટુ
શ્રી આચારાંગ વાચનાસત્ર

વાચનાસત્રનો આજ
દિવસ - ૯

દ્વિતીય
શ્રી આચારાગ્ર શ્રુતસ્કંધ

વ્યાખ્યાતા:
મુનિરાજ શ્રી જ્ઞાતનંદનવિજયજી મ. સા.

🦚 જૈનશાસનમાં સાધુ ભગવંતો માટે એવો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે કે, અશુભ ગણાય એવો એક પણ આતંકવાદી અંદર ઘુસપેઠ ન કરી શકે.

🦚 શ્રી આચા રાંગ સૂત્ર ના આ બીજા શ્રુત સ્કંધ માં તમામ સાધ્વાચારની સમજણ આપવામાં આવી છે.

🦚 વેષ ગ્રહણ કરવો તે દ્રવ્ય શ્રમણત્વ.
આજ્ઞાનું પાલન, યતિધર્મ પાળવો એ ભાવશ્રમણત્વ.

🦚 સાધુના ઉપકરણો એટલે કે સંયમના સાધનોના ૨ પ્રકાર:
૧) ઔઘિક= સર્વસામાન્ય ઉપકરણ
૨) ઔપગ્રહિક= સહાયક ઉપકરણ.

🦚 સાધુ અને શ્રાવક નિત નવા અભિગ્રહો ગ્રહણ કરવામાં તત્પર હોય.

🦚 છતી શક્તિએ અભિગ્રહ ગ્રહણ ન કરીએ તો પ્રાયશ્ચિત આવે તેમ છેદસૂત્રોમાં જણાવ્યું છે.

🦚 જ્યાં જયણાનું પાલન ન થતું હોય તેવા સ્થાનોમાં શ્રમણ ગોચરી ન જાય.

🦚 પ્રભુએ કમાલ કરી છે...!
ઉત્સર્ગ માર્ગ ની ઉત્કૃષ્ટ સાધનાની વાત તો કરી પણ અશક્ત માટે અપવાદોનું નિરૂપણ પણ કર્યું.

🦚 સ્વ પ્રશંસા કરી અન્ય ન નીચું દેખાડવાનું શ્રમણ ના કરે.

🦚 શ્રમણએ સહવર્તી સાધુની ભક્તિ કરવાની છે એમ શ્રાવકોએ સાધર્મિકને સ્વજન સમજીને ભક્તિ કરવાની છે.

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

સંકલક:
મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

🦢🦚🦢🦚🦢🦚🦢🦚🦢

પ્રણામ પુણ્યશાળી મિત્રો...!
શ્રી આચારાંગ વાચનાસત્રનો રવિવારે અંતિમ દિવસ.

આશા છે આપને આ વાચનાના અંશો રોચક લાગ્યા હશે.
વાચનાસત્ર પછી થોડા જ દિવસોમાં
શબ્દતીર્થ પ્રારંભ કરી રહ્યું છે-
નવકારથી કલ્લાણકંદં સુધીના ચૈત્યવંદન સૂત્રોનો સામાન્ય અર્થ સાથે ટૂંક પરિચય...
STAY TUNED

ગ્રુપમાં જોડાવા નીચે આપેલ લિંક પરથી જોડાઓ.
https://zcna4.app.goo.gl/jj
વેલકમ ટુ
શ્રી આચારાંગ વાચનાસત્ર

પૂજ્ય મુનિશ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધિત
શ્રી આચારાંગ સૂત્ર ચૂર્ણી અને વૃત્તિના સંઘાર્પણ પ્રસંગે આયોજિત દસદિવસીય
વાચનાસત્રનો આજ
દિવસ-૧૦

વિષય:
સમગ્ર શ્રી આચારાંગ સૂત્ર

વ્યાખ્યાતા:
આચાર્ય શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ. સા.

🦚 જૈનશાસનમાં ચાર અનુયોગ કહ્યા છે.
તેમાં ચરણ - કરણાનુયોગ સૌથી મહત્વનો કહ્યો છે. કેમકે બાકીના ૩ અનુયોગ એના ટેકા માટે છે.

🦚 આચાર જૈનશાસનનો સાર છે.
આચારથી વિચાર પ્રગટે છે, ટકે છે, વધે છે, બદલાય છે.

🦚 પૃથ્વીમાંથી ચીસ નથી આવતી, આંસુ નથી દેખાતા, વેદના વ્યક્ત નથી થતી પરંતુ એમાં પણ જીવત્વ છે.
જેમ બેભાન વ્યક્તિમાં સંવેદના હોય પણ તેની અભિવ્યક્તિ ના હોય તેમ...

🦚 અગ્નિકાયને પેટાવવામાં દોષ વધુ છે, બુઝવવામાં ઓછો છે.
કેમકે કોઈપણ જીવની ઉત્પત્તિમાં નિમિત્ત બનતા જ તેના નાશ, મૃત્યુમાં સહજ નિમિત્ત બનાય જ છે.

🦚 પ્રભુએ વનસ્પતિ વિ. માં જીવત્વ દેખાડ્યું એ પ્રયોગ માટે નહીં પરંતુ કરુણા, સંવેદના, જયણા પ્રગટે માટે દેખાડ્યું.

🦚 આચારાંગ સૂત્ર માત્ર રેશમી પોથી કે જ્ઞાનભંડારમાં ન રહી જાય પણ જીવનમાં આવે એ વાચનાસત્રનો હેતુ છે.

🦚 આચારાંગજીમાં વ્રતની રક્ષા માટે અનેકવિધ ઉપાયો જણાવ્યા બાદ છેલ્લા ઉપાય તરીકે જણાવ્યું કે-
વ્રતની રક્ષા કાજે કોઈ અન્ય અવકાશ ના જ બચ્યો હોય તો દ્રવ્યપ્રાણના ભોગે પણ ભાવપ્રાણની રક્ષા કરે પરંતુ વ્રત ભંગ ના કરે.
કેમકે જેને બચાવવાનું છે એને ગુમાવીને બીજું કશું બચાવવું વ્યર્થ છે.

🦚 જે પેઢીમાંથી આચાર જાય એના પછીની પેઢીમાંથી વિચાર પણ જાય.

🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

સંકલક:
મુનિ શ્રી ધર્મપ્રેમ વિજયજી
મુનિ શ્રી તીર્થપ્રેમ વિજયજી

🦢🦚🦢🦚🦢🦚🦢🦚🦢

શબ્દતીર્થ તરફથી આગામી દિવસોમાં આવનાર
સૂત્રોના સમાન્ય અર્થ તથા પરિચયની શ્રેણીને પ્રાપ્ત કરવા નીચે આપેલ લિંક પરથી જોડાઓ.

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
JOIN US
વ્હોટસ​એપ ગ્રુપમાં જોડાવવા માટે:
https://zcna4.app.goo.gl/jj
ટેલીગ્રામમાં જોડાવ​વા માટે:
https://zcna4.app.goo.gl/tele
ફેસબુકમાં જોડાવ​વા માટે:
https://zcna4.app.goo.gl/fb
વેબસાઇટ પર તમામ લેખો વાંચ​વા માટે:
https://zcna4.app.goo.gl/jjs
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા દસદિવસીય​ વાચનાસત્રના બધાજ અંશો વાંચવા, નીચે આપેલ લિંક પર ક્લિક કરો...

https://zcna4.app.goo.gl/Shri-Aacharang-Sutra

શક્ય એટલા વધુમાં વધુ લોકોને આ મેસેજ ફોર​વર્ડ કરી જ્ઞાનનાં પ્રચાર અને પ્રસારમાં સહભાગી બનો...
સંકલિત સુવિચાર​ - 12

▪️નદીની મંજિલ સાગર છે.
▪️વાણીની મંજિલા મૌન છે.
▪️ભોજનની મંજિલ તૃપ્તિ છે.
▪️પ્રેમની મંજિલ પ્રસન્નતા છે.
▪️ઉગતું દરેક ગુલાબ કરમાય નહી ત્યાં સુધી ખીલે છે.
▪️ઉગતો સુરજ આથમે નહી ત્યાં સુધી પ્રકાશે છે.

માનવ! તારા કદમને થોભાવ્યા વિના આગળ ધપાવે જા. તારી શોધ લાંબી નથી, તારી શોધ માત્ર તારી જ છે.

વ્હોટસ​એપ ગ્રુપમાં જોડાવવા માટે:
https://zcna4.app.goo.gl/jj
જય જીનેન્દ્ર​,

શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન સંઘ ગોદાવરી-અમદાવાદમાં, મુનિરાજ શ્રી અનંતયશ વિજયજી દ્વારા સંશોધન કરાયેલ શ્રી આચારાંગ ચૂર્ણી તથા ટીકાના સંઘાર્પણ અવસરે ચાલેલા દસદિવસીય વાચનાસત્રના,


જો કોઇ અંશો આપને વાંચવાનાં રહી ગયા હોય​, કે મેસેજ મીસ થઇ ગયા હોય, તો આપ નીચે આપેલ PDF માંથી બધાજ અંશો વાંચી શકશો..
પરમાત્માનો અભિષેક સચિત જળથી જ કેમ કરવામાં આવે છે, ઉકાળેલા પાણીથી ન કરવો જોઈએ?

અને પરમાત્માને સચિત્ત ફળ જ કેમ અર્પણ કરવામાં આવે છે અચિત ફળ અર્પણ​ ન કરવા જોઇએ?


▪️ અચિત્ત કરવા માટે પાણીને ઉકાળવાથી અપકાયના બધા જીવો નાશ પામે છે અને સચિત જળથી અભિષેક કરવાથી બહુ ઓછા જીવો મરે છે, ઘણા બધા જીવંત રહે છે.

▪️ તપશ્ચર્યા આદિમાં તો પાણી પીવાનું છે.
👉🏻 તેથી પીતી વખતે પણ અપકાયના જીવોની વિરાધના થવાની છે અને ઉકાળવાથી પણ થવાની જ​ છે
👉🏻 અને ત્યાં બ્રહ્મચર્યની વિશુદ્ધિ, હૃદયના કોમળભાવ વગેરે અનેક પ્રયોજનોથી ઉકાળેલું પાણી વાપરવાનું છે.

▪️ વળી, પરમાત્માને સચિત્ત ફળ જ અર્પણ થાય છે.
👉🏻 કારણ કે, સચિત્ત ફળ જ ઉત્તમ ગણાય છે, સમારેલા ટુકડા તો ઉતરેલું ફળ કહેવાય.

▪️ પરમાત્માની પૂજામાં સાત પ્રકારની શુદ્ધિ જાળવવાની છે.
👉🏻 તેમાં એક શુદ્ધિ છે - ઉપકરણ શુદ્ધિ.
👉🏻 પૂજાના તમામ દ્રવ્યો ઉત્તમ કક્ષાના હોવા જોઈએ.
👉🏻 દ્રવ્યની મૂળભૂત અવસ્થા જ​ ઉત્તમ ગણાય.
👉🏻 તેથી જ પાણીને ઉકાળવામાં આવતું નથી અને ફળને અચિત્ત કર​વામાં આવતું નથી.

▪️ જ્યારે સાધુભગવંતો અને ચુસ્ત શ્રાવકો સચિત્ત ફળ વાપરતા નથી.
👉🏻 તેના ટુકડા કરવામાં આવે અને પછી બે ઘડી વીતે ત્યારે ફળ અચિત્ત બને છે.
👉🏻 પણ, પ્રભુજીને આવા સુધારેલા ફળ ક્યારેય અર્પણ થતાં નથી.
👉🏻 જ્યારે સાધુ ભગવંતને સચિત્તમાંથી અચિત્ત અવસ્થા પામેલા ફળ, પાણી વગેરે જ ખપી શકે.

🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
JOIN US
વ્હોટસ​એપ ગ્રુપમાં જોડાવવા માટે:
https://zcna4.app.goo.gl/jj
ટેલીગ્રામમાં જોડાવ​વા માટે:
https://zcna4.app.goo.gl/tele
ફેસબુકમાં જોડાવ​વા માટે:
https://zcna4.app.goo.gl/fb
વેબસાઇટ પર તમામ લેખો વાંચ​વા માટે:
https://zcna4.app.goo.gl/jjs
🔷🔶🔷🔶🔷🔶🔷🔶🔷🔶
શબ્દતીર્થના સ્વાધ્યાયી સ્નેહીજનોને
સાદર પ્રણામ...

✍️સર્વપ્રથમ તો આપ સહુને ઘણા સમયથી મળી નથી શક્યા તે બદ્દલ દિલગીર છીએ.

✍️અન્ય સમયોચિત વાત કે,
કોઈ બાળકો અથવા યુવાનોને દિવાળી વેકેશનમાં
અઢારીયુ ઉપધાન
કરવાની ભાવના હોય તો
અમદાવાદ ગોદાવરી ખાતે જોડાઈ
વેકેશનને સાર્થક કરી શકે છે.
નીચે આપેલ ઇમેજ પરથી વિગત જાણી સંપર્ક કરશો.

✍️એક બહુ બહુ જ લાંબા સમય બાદ શબ્દતીર્થ અતિવ્યસ્તતાને ખંખેરી
આપની સમક્ષ
નમસ્કાર મહામંત્ર ના
વિસ્તૃત સ્વાધ્યાય બાદ હવે
પંચિંદિયથી સામાઈય વય જુત્તો ની સ્વાધ્યાયશ્રેણી લાવી રહ્યું છે.

નૂતનવર્ષથી આ સ્વાધ્યાય શરૂ થશે.
નવું વર્ષ સુધારવા અવશ્ય જોડાઓ અને અન્યને જોડો.
નમસ્કાર મહામંત્રના વિસ્તૃત સ્વાધ્યાય (OCT-NOV 2020) બાદ
*શબ્દતીર્થ* હવે શુરુ કરે છે- *પંચિંદિય સૂત્રથી સામાઇયવયજુત્તો*
એટલે સામાયિક સૂત્રોના સામાન્ય તથા વિશેષ અર્થનો સ્વાધ્યાય...

નૂતનવર્ષથી શરૂ થયેલા આ જ્ઞાન સત્રમાં સ્વયં જોડાઓ- અન્યને જોડો.
📚 *પંચિંદિય* *સૂત્ર* 📚

*પરિચય* *તથા* *સામાન્ય* *અર્થ*

૧. આ સૂત્રનું બીજું નામ ' ગુરુ સ્થાપના સૂત્ર' છે.
૨. આ સૂત્રમાં જૈન શાસનના આચાર્ય ભગવંતોના ૩૬ ગુણ દેખાડેલ છે.
૩. ગુરુ કે સ્થાપનાચાર્યની ગેરહાજરીમાં જ્ઞાન, દર્શન અથવા ચરિત્રના ઉપકરણોને નવકાર અને પંચિંદિય સૂત્રથી સ્થાપવામાં આવે છે.
૪. એનાથી ઉપકરણમાં ગુરુની સ્થાપના થાય છે.
૫. ક્રિયા પૂર્ણ થયા બાદ પંચિંદિયથી સ્થાપેલ ઉપકરણને ૧ નવકારથી ઉત્થાપી લેવા જોઈએ.
૬. સ્થાપનાચાર્યજી હોય તો સ્થાપવા - ઉત્થાપવાનું હોતું નથી.

*પંચિંદિય* *સૂત્ર* ની ૨ ગાથા - ૮ પંક્તિ નો *શબ્દાર્થ* આ પ્રમાણે :

- ૫ ઇન્દ્રિયોનું સંવરણ કરનાર
- તથા ૯ પ્રકારે બ્રહ્મચર્યની ગુપ્તીને ધારણ કરનાર
- ૪ કષાયથી મુક્ત
- એમ (૫+૯+૪)=૧૮ ગુણોથી સંયુક્ત છે.

- ૫ મહાવ્રતથી યુક્ત
- ૫ પ્રકારના આચાર પાલનમાં સમર્થ
- ૫ સમિતિ અને ૩ ગુપ્તી વાળા (૫+૫+૫+૩)=૧૮

- આમ મારા ગુરુ ૩૬ ગુણો થી યુક્ત છે.
📚 *પંચિંદિય* *સૂત્ર* 📚
વિશેષ અર્થ

👉 *પંચિદિય* *સંવરણો* :

🎯પાંચ ઈન્દ્રિયોનું સંવરણ અર્થાત્
સંયમપૂર્વક તેના વિષયોથી નિયંત્રણ કરનાર હોય.

તે પાંચ ઇન્દ્રિયો આ પ્રમાણે:

૧. સ્પર્શનેન્દ્રિય: ત્વચા નામની ઈન્દ્રિય જેનાથી (૧-૨)ઠંડા - ગરમ, (૩-૪)લીસ્સા - ખરબચડા, (૫-૬) નરમ - કઠણ, (૭-૮)હળવા - ભારે વિ. સ્પર્શનો અનુભવ થાય.

૨. રસનેન્દ્રિય: જીભ નામની ઈન્દ્રિય જેનાથી (૯)તીખું -(૧૦) કડવું - (૧૧)ખાટું - (૧૨)મોળું - (૧૩)ખારું - (૧૪)ગળ્યું વિ. રસની અનુભૂતિ થાય.

૩. ઘ્રાણેન્દ્રિય: નાક નામ ની ઈન્દ્રિય જેનાથી (૧૫)સુગંધ અથવા (૧૬)દુર્ગંધનો અનુભવ થાય.

૪. ચક્ષુરિન્દ્રિય: આંખ નામ ની ઈન્દ્રિય જેનાથી (૧૭)શ્વેત - (૧૮)લાલ - (૧૯)પીળું - (૨૦)લીલું - (૨૧)કાળું વિ વર્ણ - રૂપની અનુભૂતિ થાય.

૫. શ્રોત્રેન્દ્રિય: કાન નામ ની ઈન્દ્રિય જેનાથી (૨૨)શુભ અથવા (૨૩)અશુભ શબ્દની અનુભૂતિ થાય.

(Skin - Touch) ;
(Tongue - Taste) ;
(Nose - Smell) ;
(Eyes - Visualise) ;
(Ears - Listen)

આ પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો જો મનભાવન હોય તો તેમાં રાગભાવ ન કરે અને પ્રતિકૂળ હોય તો દ્વેષભાવ ન કરે.
📕 *પંચિંદિય સૂત્ર* 📕
વિશેષ અર્થ

👉તહ *નવવિહ બંભચેર ગુત્તિધરો*:

🎯નવપ્રકારની બ્રહ્મચર્યનું રક્ષણ કરનારી મર્યાદા-વાડને ધારણ કરનાર હોય.

તે ૯ વાડ આ પ્રમાણે:

*વસહિ-કહ-નિસિજ્જિન્દિય-*
*કુડ્ડિન્તર-પુવ્વકિલિએ પણીએ |*
*અઇમાયાહાર-વિભૂસણા ય;*
*નવબંભચેર-ગુત્તીઓ ||*

૧. વસતિ: સ્ત્રી, તિર્યંચ, નપુંસકથી સંસક્ત વસતિમાં ન રહે.

૨. કથા: સ્ત્રી સાથે વાતો ન કરે તેમજ સ્ત્રી વિષયક વાતો ન કરે.

૩. નિષદ્યા: જે આસન અથવા સ્થાન (સોફા-ખરસી-પલંગ) ઉપર સ્ત્રી બેઠી સૂતી હોય તેનો ૨ ઘડી પુરુષ ઉપયોગ ન કરે. જ્યાં પુરુષ બેઠો સૂતો હોય તેનો સ્ત્રીએ ૧ પ્રહર ઉપયોગ ન કરવો.

૪. ઈન્દ્રિય: સ્ત્રીની ઈન્દ્રિયો, અંગો, હાવભાવ પર દૃષ્ટિ ન કરે.

૫. કુડ્યંતર: જ્યાં સ્ત્રી-પુરુષની કામક્રીડા-વાર્તાલાપનો અવાજ સંભળાય અથવા સ્ત્રીના હસવા-ગાવા-રડવા વિ.નો અવાજ સંભળાતો હોય તેવા પડદા કે ભીતના અંતરે ન રહે.

૬. પૂર્વક્રિડિત: પૂર્વે કરેલ કામક્રીડા વિ. વિકારોત્પાદક ઘટનાનું સ્મરણ ન કરે.

૭. પ્રણીત આહાર: કામવાસનાને પ્રદીપ્ત કરે એવા રસ ભરપુર આહારનું સેવન ન કરે.

૮. અતિમાત્રા આહાર: કામવાસનાને પ્રદીપ્ત કરનાર હોવાથી અતિશય વધુ માત્રામાં પણ આહાર ન કરે.

૯. વિભૂષા: સ્વ અથવા અન્યના ભાવોને દૂષિત કરનાર એવી શરીરની સાજ-સજ્જા-ટાપ-ટીપ કે આળપંપાળ ન કરે.

🎯આચાર્ય ભગવંતો આ ૯ પ્રકારની બ્રહ્મચર્ચની મર્યાદાને પાળનારા હોય.
🎯બ્રહ્મચર્ચની શુદ્ધિના ઈચ્છુક એવા દરેકે શક્યતઃ વધુમાં વધુ આ ૯ વાડનું પાલન કરવું જોઈએ.
🎯ઉપરોક્ત દરેક બાબતમાં જેમ પુરુષના પક્ષે સ્ત્રી એમ સ્ત્રીના પક્ષે પુરુષ સમજી લેવું.
[11/13, 06:56] Tirthprem VijayjiMS: શબ્દતીર્થના સર્વ જ્ઞાનયાત્રીઓને પ્રણામ...
આપ સહુને જાણ થાય કે,
શબ્દતીર્થની સ્વાધ્યાય યાત્રા ચાલુ જ છે. દર શુક્રવાર, શનિવાર, રવિવારના આપ એનો લાભ પ્રાપ્ત કરી શક્શો.
તો સ્વયં જોડાઓ અને અન્યને જોડો.
[11/13, 06:57] Tirthprem VijayjiMS: 📔 *પંચિંદિય સૂત્ર* 📔
_વિશેષ અર્થ_

👉 *ચઉવિહ-કસાયમુક્કો* :

🎯 _ચાર પ્રકારના કષાયથી મુક્ત હોય._

_*કષાય એટલે?*_
_કષ = સંસાર_
_આય = આવક, લાભ, income_

અર્થાત્, જેનાથી સંસારની આવક - લાભ = વૃદ્ધિ થાય તે કષાય.


*તેના ૪ પ્રકાર:*

૧. *ક્રોધ:* ક્ષમા ગુણના અભાવથી મન-વચન-કાયા દ્વારા વ્યક્ત થતો દ્વેષ- ગુસ્સો કે વેર લેવાની વૃત્તિ.

૨. *માન:* સ્વનો ઉત્કર્ષ અથવા પરનો અપકર્ષ કરવો - એટલે પોતાને ઉંચા અથવા અન્ય ને નીચા ગણવા.

૩. *માયા:* મનમાં રહેલ અશુભભાવોને છુપાવી, કપટપૂર્વક બહાર બીજું કાંઈક દેખાડી અન્ય ને છેતરવા.

૪. *લોભ:* માપ વગરનો સંગ્રહ કરવો અથવા
માપસરના પરિગ્રહ ઉપર પણ મમત્વ કરવું.
📕 *પંચિંદિય સૂત્ર* 📕
_વિશેષ અર્થ_

👉 *પંચમહવ્વયજુત્તો* :

🎯 _પાંચ મહાવ્રતોથી યુક્ત હોય._

અને તે મહાવ્રતો આ પ્રમાણે છે:

*૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત:*
સૂક્ષ્મ કે સ્થૂલ, ત્રસ કે સ્થાવર જીવોને મન-વચન-કાયાથી હણવું નહી-હણાવવું નહી... હણતા હોય તેનું અનુમોદન ન કરવું.

*૨. સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત:*
ક્રોધ-લોભ-ભય કે હાસ્યના કારણે મન-વચન-કાયાથી અસત્ય બોલવું નહી-બોલાવવું નહી, બોલતા હોય તેનું અનુમોદન ન કરવું.

*૩. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત:*
ગામ નગર કે જંગલમાં અર્થાત કોઈપણ સ્થાને મન-વચન-કાયાથી થોડું કે ઘણું, નાની કે મોટી ચોરી કરવી નહી, કરાવવી નહી... કરતા હોય તેનું અનુમોદન ન કરવું.

*૪. સર્વથા મૈથુન વિરમણ વ્રત:*
દેવ મનુષ્ય કે તિર્યંચ સંબંધી કોઈની પણ સાથે મન-વચન-કાયાથી મૈથુનનું સેવન કરવું નહી, કરાવવું નહી... કરતા હોય તેનું અનુમોદન ન કરવું.

*૫. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત:*
મન-વચન-કાયાથી અલ્પ કે બહુ, સૂક્ષ્મ કે સ્થૂલ, સચિત્ત કે અચિત્ત એવા પરિગ્રહને ગ્રહણ કરવો નહી, કરાવવો નહી... કરતા હોય તેનું અનુમોદન ન કરવું.

▶️ *સર્વથા* એટલે કે સંપૂર્ણ રીતે હિંસા-અસત્ય-ચોરી-મૈથુન-પરિગ્રહથી *વિરમણ* એટલે વિરતિ એટલે કે અટકવું, તે જ સર્વ વિરતી...તે જ પાંચ મહાવ્રત છે.

▶️ દીક્ષા વખતે સર્વ પાપોના ત્યાગની પ્રતિજ્ઞા આપ્યા બાદ તેને જ દ્રઢ કરવા માટે *વડીદીક્ષા* વખતે સદગુરુ દ્વારા દીક્ષિત આત્માને ઉપરોકત પાંચ મહાવ્રત ઉચ્ચારવામાં આવે છે, જેનું પાલન જીવન પર્યંત કરવાનું હોય છે.
📜 *પંચિંદિય સૂત્ર* 📜
_વિશેષ અર્થ_

👉 *પંચવિહાયાર પાલણસમત્થો* :

🎯 _પંચવિધ એટલે પાંચ પ્રકારના આચારોનું પાલન કરવા માટે સમર્થ હોય._.

*૧. જ્ઞાનાચાર*: કાલે-વીણએ વિગેરે આઠ આચારો જેના દ્વારા જ્ઞાન ગુણની પ્રાપ્તિ વૃદ્ધિ શુદ્ધિ થાય.

*૨. દર્શનાચાર*: નિસ્સંકિઅ વિગેરે આઠ આચારો જેના પાલન દ્વારા દર્શન ગુણની પ્રાપ્તિ વૃદ્ધિ શુદ્ધિ થાય.

*૩. ચારિત્રાચાર:* પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ જેવા આચારો જેના પાલન દ્વારા ચારિત્ર ગુણની પ્રાપ્તિ વૃદ્ધિ શુદ્ધિ થાય.

*૪. તપાચાર:* છ બાહ્ય અને છ અભ્યંતર એવા ૧૨ પ્રકારના તપનું આચરણ

*૫. વીર્યાચાર:* અણિગૂહિય-બલ વીરિઓ વિ. ત્રણ આચારો, જેના પાલન દ્વારા ઉપરોક્ત જ્ઞાનાચાર - દર્શનાચાર - ચારિત્રચાર - તપાચારમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ થાય.

આ પાંચ આચારો નો સ્વયં પાલન કરે અને આશ્રિતગણ પાસે પાલન કરાવે - તે આચાર્ય ભગવંતો . *_(પાળે પળાવે પંચાચાર)_*

પંચાચારના અવાંતર આચારોનું નામ સાથે વર્ણન *'નાણંમિ સૂત્રમાં'* આવે છે.
📖 *પંચિંદિય સૂત્ર* 📖
_વિશેષ અર્થ_

👉 *પંચસમિઓ* :

🎯 _પાંચ સમિતિથી યુક્ત હોય._.

લોકપ્રવાહમાં સમિતિનો અર્થ કમિટી થાય છે.
અહીં સમિતિ એટલે સમ્યગ્-પ્રવૃત્તિ સમજવો.

પાંચ સમિતિ આ પ્રમાણે:

*૧. ઇર્યાસમિતિ*: ગમન- આગમનનું પ્રયોજન ઉભુ થાય ત્યારે પોતાનાથી સાડા ત્રણ હાથ દૂરની ભૂમિને જોતાં કાળજીપૂર્વક ચાલવું.

*૨. ભાષા સમિતિ:* બોલવાનું પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે સાવદ્ય વચનના ત્યાગપૂર્વક મુહપત્તીના ઉપયોગપૂર્વક, જરૂરિયાત પૂરતું બોલવું.

*૩. એષણા સમિતિ:* દ્વેષથી રહિત એવા ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર-ઉપધિ-
ઉપકરણ-ઔષધ-અનુપાન વિ. સંયમોપયોગી દ્રવ્યો ગ્રહણ કરવા.

*૪. આદાન નિક્ષેપના સમિતિ:* વસ્ત્ર-પાત્ર-ઉપકરણ વિ. વસ્તુઓ લેતાં-મૂકતા સાવચેતીપૂર્વક પૂંજી-પ્રમાર્જીને લેવાં-મુકવા જેથી જીવહિંસા વિ. દોષો ટળે.

*૫. પારિષ્ઠાપનિકા સમિતિ:* મળ, મૂત્ર, કફ, થુંક વિ. શરીરના વિસર્જનો તથ અતિરિક્ત-અનુપયોગી દ્રવ્યોને સાવધાનીપૂર્વક જીવહિંસા વિ. ન થાય તેમ વિસર્જન કરવા - પરઠવવા.
📕 *પંચિંદિય સૂત્ર* 📕
_વિશેષ અર્થ_

👉 *તિગુત્તો* :

🎯 _ત્રણ ગુપ્તિથી યુક્ત હોય._

ગુપ્તિનો સામાન્ય અર્થ સાંકળ-જેલ-બંધન વિ. થાય.
અહીં ગુપ્તિનો અર્થ છે અટકાવનાર...

ત્રણ ગુપ્તિ આ પ્રમાણે:

*૧. મનો ગુપ્તિ:* અશુભ વિચારોને અટકાવી મનને શુભ વિચારમાં પ્રવર્તાવવું.

*૨. વચન ગુપ્તિ:* અશુભ વાણીને અટકાવી શુભ વચનનો પ્રયોગ કરવો.

*૩. કાય ગુપ્તિ:* અશુભ ક્રિયાનો ત્યાગ કરી કાયાને શુભ ક્રિયામાં પ્રવર્તાવવી.

👉🏻 પાંચ સમિતિ એ કશુંક શુભ કરવારૂપ અર્થાત્ શુભ ક્રિયામાં પ્રવૃત્તિરૂપ છે.

👉🏻 ત્રણ ગુપ્તિ એ કશુંક અશુભ છોડવા રૂપ અને કશુંક શુભ કરવા રૂપ છે અર્થાત્
અશુભ ક્રિયાથી નિવૃત્તિરૂપ અને શુભ ક્રિયામાં પ્રવૃત્તિરૂપ છે.

👉🏻તેથી ગુપ્તિમાં સમિતિ અવશ્ય હોય પરંતુ,
સમિતિમાં ગુપ્તિ હોય પણ અને ન પણ હોય.

_ધ્યાનપૂર્વક વ્યાખ્યાઓ વાંચવાથી આ ખ્યાલ આવશે._

*- x - x - x - x - x - x -*

💠 આ પાંચ સમિતિ (૫) અને ત્રણ ગુપ્તિ (૩) ને અષ્ટપ્રવચનમાતા (૮) પણ કહેવાય છે.

માતા એટલા માટે કે, એ સાધુત્વને જન્મ આપી તેનું સંરક્ષણ અને સંવર્ધન પણ કરે છે.