SGVP Gurukul Parivar
1.46K subscribers
5.4K photos
1.36K videos
241 files
1.75K links
SGVP GURUKUL PARIVAR
Ahmedabad

આ ચેનલમાં આપ મેળવશો...
-: ઠાકોરજીના નિત્ય દર્શન
-: જીવન પ્રેરક પ્રવચનોનો ડેઈલી ડોઝ
-: સંસ્થામાં ઉજવાતા મહોત્સવની વિગત
-: બાળકો, યુવાનો, મહિલા માટેના આયોજનો

+91 8511116756
Download Telegram
આજનું વચનામૃત_ચિંતન | Quote of the day from #Vachnamrut. (2nd Feb 2020)
ઐશ્વર્યમૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની
આજે ૨૩૯મી જન્મ જયંતી:
જન્મ સં.૧૮૩૭ ટોરડા ગામ:
સં.૨૦૭૬ || ૨૩૯ વર્ષ:
• દીક્ષા સં.૧૮૬૪ || ૨૧૨ વર્ષ:
• અ.વા.સં.૧૯૦૮ || ૧૬૮ વર્ષ.
વડતાલ સંત ધર્મશાળામાં ગોપાળાનંદ સ્વામીનું આસન અને સિંહાસન છે.
" અનુપ ઇડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ,
ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઊપન્યા ભક્ત સકામ ।
યોગી પૂર્વ જન્મના જેને વા'લા સંગે અતિ વા'લ,
પ્રભુ સંગાથે પ્રકટ્યા ખરા ભક્ત નામ ખુશાલ ॥
મુમુક્ષુ જીવોના ભૂતપ્રેતાદિક કષ્ટોને નષ્ટ કરવા સાળંગપુર ખાતે
કષ્ટભંજન દેવ ( હનુમાનજી મંદિર )ની સ્થાપના કરનાર
યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એક સિધ્ધ પુરુષ હતા.!
સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામીને અક્ષરમૂર્તિ
તરીકે લેખવામાં આવ્યા છેઃ શ્રીજી મહારાજના સાનિધ્યને
કારણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો મહિમા ખૂબ વિસ્તર્યો
છેઃ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જન્મ જયંતી આજે દરેક
મંદિરોમાં ભાવપૂર્વક ઉજવાય છેઃ સ્વામીનો જન્મ ઇડરના
ટોરડા ગામે વિ.સં. ૧૮૩૭ ના મહા સુદ-૮ ને સોમવારના રોજ થયો હતો. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતું અને
તેઓ ઔદિચ્ય બ્રહ્માણ કૂળના હતા. સ્વામી બાળપણથી
જ તેજસ્વી અને ઐશ્વર્યયુક્ત હતા.! તેમણે યોગવિદ્યાનો
પણ ગહન અભ્યાસ કર્યો હતો અને તેમાં સિધ્ધિ મેળવી
હતી. સમાધિમાં અતિ નિપૂણતા જોઇ લોકો તેમને યોગીરાજ
કહીને સંબોધતા હતા.! સદગુરુ ગોપાળાનંદ સ્વામની અકષ્ટાંગયોગી અને સિધ્ધ પુરુષ તરીકે પણ ગણના થતી હતી.!
શ્રીજી મહારાજના શિષ્ય બન્યા પછી સ્વામીને
ગઢપુર ખાતે મહારાજે વિ.સં.૧૮૬૪ ના રોજ દીક્ષા આપી
ગોપાળાનંદ સ્વામી એવું નામકરણ થયું હતું. શ્રીજી મહારાજે
ગઢડા ખાતે બંને દેશની ગાદીના આચાર્યો તથા સત્સંગની
જવાબદારી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સુપરત કરી
વિ.સં.૧૮૮૬ ના જયેષ્ઠ સુદી-૧૦ ના રોજ પોતાના શરીરને
પંચભૂતમાં વિલીન કરી સ્વધામ ગયા હતા. મહારાજ
સ્વધામ ગયા પછી સંપ્રદાયનું સુકાન સ્વામીએ સંભાળ્યું
હતું. સ્વામીએ સંપ્રદાય માટે સંસ્કૃતના ૧૯ તથા પ્રાકૃતના
૭ ગ્રંથોની રચનાઓ કરી હતી.! સ્વામીએ ૨૨ વર્ષ પર્યન્ત
સત્સંગ સંવર્ધનનું કાર્ય કરી વિ.સં.૧૯૦૮ ના વૈશાખ વદી-૪ ના
રોજ વડતાલ ખાતે અક્ષરવાસી થયા હતા અને તેમના
અંતિમ સંસ્કાર વડતાલ જ્ઞાનબાગની જગ્યામાં થયા હતા..