Gujarati Official
24K subscribers
332 photos
35 videos
69 links
Gujarati Channel

Like My Poetry And Post in this Channel.

Promotion Rate (Limited Time Offer)

₹1̶0̶0̶0̶ - ₹ 799.00/- Per Post 24hr After Post Deleted.

Donation Link Here : https://bit.ly/47HzD8t

Contact ➻ @VeeRa_Bot
Download Telegram
❝Güjârātí😋😜😎
❛❛હાથ છોડવો સહેલો હોય છે,
પકડી રાખવામા જ તકલીફ થાય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ઘરવાળા ખીજાય એતો માન્યું,
પણ આ BestFriend શું કામ ખીજાતી હશે ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કિસ્સો હૃદયનો છે તો હૃદયમાં જ સાચવીશ,
પુસ્તકમાં છાપી પ્રેમનું વેચાણ નહિ કરું.❜❜
- સંદીપ પૂજારા

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકાદ બે હોત ને તો તો ગણાવીય દેત ભાઈબંધ,
પણ અમારી બરબાદીના તો અનેક કિસ્સા છે કારણ કે
મગજની મહેફિલમાં અમે હૃદયની હાજરી પૂરાવી હતી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મદિરાની નવીનક્કોર બોટલ છે હૃદય મારું;
છલકતા જામ પાવા છે તમે જો ધ્યાન આપો તો.❜❜
- અગન રાજગુરૂ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બ્રાહ્મણ કર્મકાંડી હોય ને ગોરાણી થોડીક ગાંડી હોય
આમ મનનો ભોળો હોય પણ દક્ષિણા ઉપર ડોળો હોય.

લોહાણો લહેરી લાલો હોય, ડુંગળીને બહુ વહાલો હોય
વેપારમાં કાયમ પાકો હોય, અડધા ગામનો કાકો હોય.

ક્ષત્રિય વ્યસનનો વેરી હોય, દુશ્મન માટે ઝેરી હોય
રૈયતના સુખે સુખી હોય, દરબાર ગામનો મુખી હોય.

શેઠિયો કાયમ સાજો હોય, ડિલે તાજોમાજો હોય
કડેધડે કાયમ થડે અને શેઠાણીના પગમાં પડે.

મેરઇ મનમાં મલકાતો હોય, તેલ ઉંજવામાં તાતો હોય
સોયનાં નકોર નાકાં હોય, ટેભા એના પાકા હોય.

ઘોડી તલવારનો સંગ હોય, આંખનો રાતો રંગ હોય
કાયમ દિલના રાજા હોય, ફોજમાં રજપૂત ઝાઝા હોય.

ખેડૂ ખૂબ ખંતીલો હોય, ઘરમાં ગમાણ ને ખીલો હોય
મહેનતમાં મોળું મૂકે નહીં, શિરામણ કોઈ દિ' ચૂકે નહીં.

માલધારી ખડતલ ખાસો હોય ને વગડે રાતવાસો હોય
પલાંઠી વાળીને બેસે નહીં અને દૂધ કુંવારું દેશે નહીં.

ખોજો કાયમ સોજો હોય, કદી ન માથે બોજો હોય
ઊજળો કાયમ વાને હોય, સાંજે કાયમ ખાને હોય.

મુસલમાન દિલનો નેક હોય, નમાજની ટેક હોય
પાન-અત્તરનો ચેલો હોય ને ઉર્ષ વખતે ઘેલો હોય.

સાધુ ગામમાં ખાસ હોય, રૂદે રામનો વાસ હોય
આરતી કોઈ દિ' ચૂકે નહીં, માધુકરી મૂકે નહીં.❜❜
- જગદીશ ત્રિવેદી

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જ્યારે કર્મ હોય કાળા પછી શું કરે માળા.
ભોગવવું જ પડે વાલા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગમ તું ના રાખ, ગમતું રાખ.
આ જીવન છે, આજીવન નથી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બધું જાણવા છતાં છેતરાય જવું,
બસ એનું નામ જ પ્રેમ છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛દર્પણ બને મુજ નયન,
છબી તારી રચાય તે પ્રેમ.
ઉપવાસ હોય મારે,
જમવાનું તું ભૂલી જાય તે પ્રેમ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ ને વ્યક્ત માટે શબ્દોની શી જરૂર,
કાફી છે લાગણીથી છલકતી તારી નજર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રેમ એટલો કે એના ભાગની વેદનાય હું વેઠું ઈ હાલે,
ઈ માણસનું એઠું તો હાલે ભલા માણસ પણ,
ઈ માણસ એઠું થોડું હાલે ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તમે ના પારખી શકશો, અમારા દર્દ એવા છે.
નથી આઘાત પથ્થરનો, પડ્યો છે માર ફૂલોનો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આ પ્રેમ અઘરો ખેલ છે, કોણ એમાં ફાવી ગયા.
મારી તમારી વાત મુકો, શ્રી કૃષ્ણ પણ હારી ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભલકારો મીઠો ભલે, મુખરાશી મલકાત,
છાશેય છેટા ના કરે, ગુણિયલ ધર ગુજરાત.❜❜

ગુજરાત સ્થાપના દિવસ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આવો આજે ફરી આંખોથી વાતો કરીયે,
શબ્દો તો હંમેશા અર્થનો અનર્થ કરે છે.❜❜

@Gujarati
તમારો એક વોટ આવતા પાંચ વર્ષ સુધી અસર બતાવશે તો જેમને પણ આપો સમજી વિચારીને આપજો.

ધન્યવાદ...
❝Güjârātí😋😜😎
❛❛સાવ સીધા જો રહ્યાં ને તો ગયાં સમજો,
લાગણીમાં જો વહ્યાં ને તો ગયાં સમજો.

જૂઠ ના જો કહી શકો, તો ચૂપ રેજો તમે,
સત્ય સાથે જો ભળ્યાં ને તો ગયાં સમજો.

જાત અનુભવથી લખું છું વાત આ દોસ્તો,
ગાલ સામે જો ધર્યા ને તો ગયાં સમજો.

આમ જ્યાં ને ત્યાં, નમન પણ છે નકામું અહીં,
મીણ સા તમે જો ગળ્યાં ને તો ગયાં સમજો.

દિલમાં હો દુખ, તે છતાં, હસતાં રહેજો તમે,
ચોક વચ્ચે જો રડ્યાં ને તો ગયાં સમજો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જગ્યા પણ તારી ને, ખાલી જગ્યા પણ તારી;
તારા સિવાય ક્યાં કોઈથી પુરી થાય છે, આ ખાલી જગ્યા મારી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛વરસાદની તો આદત છે કમોસમી વરસવાની,
બસ એક લાગણી કમોસમી વરસે તો ઘણું.❜❜

@Gujarati