SMVS Bhale Dayalu
865 subscribers
1.54K photos
278 videos
31 files
1.89K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🗓 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી એટલે જગતના જીવો માટે કમૂર્તા, પરંતુ ભગવાનના ભક્ત માટે તો સમૂર્તા. મહારાજને રાજી કરવાનો અવસર... 'ધનુર્માસ'

🛕 સર્વે મુક્તોએ સંસ્થાના નજીકના મંદિરમાં ધનુર્માસ દરમ્યાન સવારે 06:00 થી 08:00 સુધી મંગળા આરતી, મહામંત્રની ધૂન તથા જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેવા અચૂક પધારવું
...


#Dhanurmas
👑 આજે વચનામૃત જયંતિ છે.

📜 સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને નિત્યપ્રત્યે કથા-વાર્તાનો લાભ આપીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવતા તેમજ પોતાના અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવી તેમને રાજી કરવાની રીત પણ પોતે જ શીખવાડતા.

✍️ સદ્‌. ગોપાળાનંદસ્વામી, સદ્‌. મુક્તાનંદસ્વામી, સદ્‌. બ્રહ્માનંદસ્વામી, સદ્‌. નિત્યાનંદસ્વામી, સદ્‌. શુકાનંદસ્વામી - આ પાંચ નંદ સંતોએ મહાપ્રભુના મુખકમળથી નિ:સૃત આ લાભ સમગ્ર સંપ્રદાયને વર્ષો સુધી અવિરતપણે મળી રહે તે માટે તેના લાઈવ લખાણ કરીને મહાગ્રંથ તૈયાર કર્યો - "વચનામૃત."

👑 સંપ્રદાયમાં ગ્રંથરાજ તરીકે પણ ઓળખાતા વચનામૃતની આજે જયંતિ ઉપક્રમે આપણે સહુ નિયમ લઇએ કે નિત્યપ્રત્યે દિવસમાં એક વાર તો આ દિવ્યગ્રંથનું વાંચન કરીશ જ.

📕 વચનામૃત ભાગ-1: https://www.smvs.org/images/download/det167/small/Vachnamrut_Part_1.pdf

📗 વચનામૃત ભાગ-2: https://www.smvs.org/images/download/det168/small/Vachnamrut_Part_2.pdf


#VachanamrutJayanti
#Vachanamrut
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 ઊંઝામાં દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અન્વયે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
17 ડિસેમ્બર, 2023
🕗 સમય: સવારે 08:00 થી બપોરે 03:00

📍 સ્થળ: SMVS સ્વામિનારાયણ મંદિર, ફલકુ નાળાની બાજુમાં, વિસનગર રોડ, ઊંઝા

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.


#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #SMVSCharities
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ

🧘‍♂️ આવતીકાલે 18 ડિસેમ્બર, 2023 સોમવારના રોજ સવારે ધનુર્માસ ધૂન બાદ 7:00 વાગે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાઈવ લાભ મળવાનો છે.


👉 સર્વે હરિભક્તોએ પોતાના નજીકના SMVS સેન્ટરમાં સહપરિવાર આ લાભ લેવા અચૂક પધારવું.


#GyanDhyanChintan
📸 જ્ઞાનસત્ર 17ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/gyansatra-17


#Gyansatra
#Gyansatra17
📚 ડિસેમ્બર 2023 ઘનશ્યામ અંક - યુટ્યુબ ઑડિયો જુકબોક્સ: https://youtu.be/qDJ6rLsUoBA?feature=shared


#GhanshyamMagazine
#DecemberGhanshyam
Media is too big
VIEW IN TELEGRAM
📽 SMVS સ્વામિનારાયણ મંદિર - 'ઊંઝા'ના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવની ઝલક: https://youtube.com/shorts/XK8QVdWgMRE?feature=share


#SMVSMurtiPratishtha
#SMVSUnjha
📚 જાતે સેવા કરીને ચોકસાઈનો ગુણ શીખવતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

🌐 પ્રસંગ:
https://anadimukta.org/prasangs/view/784


#AnadimuktaPrasang
#SwamishriPrasang
#HDHSwamishri
આવતીકાલે એકાદશી છે.

👉 આવતીકાલે (23-12-2023) સવારે 07:45 વાગ્યાથી LIVE સંકલ્પ સભામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળશે. જેનો દરેક મુક્તોએ અચૂક લાભ લેવો અને મુમુક્ષુઓને પણ લેવડાવવો.

📽 લાઈવ:
https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#Ekadashi
#SankalpSabha
📽️ આવો, કોઈપણ વિપરીત પરિસ્થિતિમાંથી ઉગરવાનો ઉપાય જાણવા માટે લાભ લઈએ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય અમૃતવાણીનો: https://youtu.be/p0ELt2Gmc0Y?feature=shared


#5MinutesSatsang
🌕 આવતીકાલે પૂનમ છે.

આવતીકાલે 26-12-2023ને સવારે 08:45 થી 11:00 પૂનમ સમૈયામાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. જેનો લાભ લેવા મિત્ર-પરિવાર સહ અચૂક પધારવું. પ્રત્યક્ષ લાભ લેવાનું અનુકૂળ ના થાય તેમણે LIVE લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો.

👌 પૂનમ સમૈયાનો પ્રત્યક્ષ લાભ લેવા આવતાં મુક્તોને સવારે 8:00 વાગે શણગાર આરતી તથા ત્યારબાદ 09:30 સુધી ગુરુજીના નિકટ દર્શનનો લાભ મળશે.

📽 લાઈવ: https://smvs.org/live-events

📺 ટી.વી.: GTPL ભક્તિ, ચેનલ નં. 551 પર રાત્રે 08:30 વાગે લાભ મળશે.


#SMVSLive
#PoonamSamaiyo
🌕 પૂનમ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનના આજના દર્શન: https://bit.ly/swaminarayan-bhagwan-daily-darshan

🌹 🌻 🌸 🌻 🌹

📽 26 ડિસેમ્બર, 2023 (આજ)ના પૂનમ સમૈયાનો લાભ: https://youtu.be/XqTnSk43ySc


#SMVSLive
#PoonamSamaiyo
📚 ગલુજીએ રાખેલ સમજણ તથા નિષ્ઠાની દૃઢતાથી મહારાજ રાજી થયા

🌐 પ્રસંગ: https://anadimukta.org/prasangs/view/781


#AnadimuktaPrasang
#MaharajPrasang
#SwaminarayanBhagwan
🪷 જ્ઞાનસત્ર-૧૭ના રીઝલ્ટ બાબતે તેમજ નિજદર્શન અને જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવો તથા અભિપ્રાય બાબતે

💫 વ્હાલા ગુરુજી જ્ઞાનસત્ર બાદ સંકલ્પ સભામાં, વિચરણમાં, સત્સંગ સભાઓમાં, ઓનલાઈન દર્શનમાં દરેક જગ્યાએ ખૂબ આગ્રહ જણાવી રહ્યા છે. જેમાં મુખ્ય સંકલ્પો જેમકે નિજદર્શન ડાયરી બનાવવી અને નિયમિત લખવી, પરિવારના સભ્યોએ ભેગા થઈને ફેમિલી ટાઈમ સભા કરવી, ગુણલેખન ડાયરીમાં અન્યના ગુણો લખવા-મનન કરવું અને બીજાને વંચાવવા, ક્ષમાયાચના માંગવી અને આપવી, જ્ઞાન-ધ્યાન ચિંતનનો નિયમિત લાભ લેવો આવા મુખ્યત્વે સંકલ્પો જણાવ્યા છે. જે બાબતે વ્હાલા ગુરુજી વર્તમાનકાળે ખૂબ જ આગ્રહ જણાવી રહ્યા છે. તા. ૨૩/૧૨/૨૦૨૩ની સંકલ્પ સભામાં પણ ગુરૂજીએ આ બાબતે ખૂબ આગ્રહભરી વિનંતી કરી છે.

💫 વ્હાલા ગુરુજીના શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે કે વ્હાલા ગુરુજીના સંકલ્પોમાં ભેગા ભળવું અને મોટાપુરુષનો સંકલ્પ આપણો થવો જોઈએ. આપણે સમગ્ર સત્સંગ સમાજમાં માહોલ જગાવવો, આપણે પણ આ તમામ બાબતોનો અમલ કરવો અને કરાવવો. ઘણા બધા હરિભક્તો આ માર્ગે આગળ વધી રહ્યા છે અને તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ રાજીપો વરસાવી રહ્યા છે. અગાઉ પૂનમના સમૈયામાં પણ વ્હાલા ગુરુજીએ નાના બાળમુક્તની નિજદર્શન ડાયરી ચેક કરી હતી અને વ્હાલા ગુરુજીએ સભામાં જ તેમના પર ખૂબ રાજીપો આપ્યો હતો. બાળમંડળ, કિશોરમંડળ તેમજ યુવકમંડળની તમામ ચેનલમાં તમામ સંચાલક, કાર્યકરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ હરિભક્તો પણ નિજદર્શન કરતાં થાય તેમજ નિજદર્શન લખતાં થાય તેમ કરાવવું. તેવો વ્હાલા ગુરુજીનો પ્રબળ સંકલ્પ છે. જેમ દરરોજ સવારે હરિભક્તો જ્ઞાન-ધ્યાન ચિંતન માટે મંદિરમાં ભેગા થતા હોય છે અને જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેતા હોય છે. તેમ દરરોજ રાત્રે તમામ હરિભક્તો નિજદર્શન લખે તેવો વ્હાલા ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે.

📹 જે મુક્તો નિયમિતપણે નિજદર્શન કરી રહ્યા છે અને જેમના જીવનમાં નિજદર્શન લખવાથી ફેરફાર આવ્યા છે. તે મુક્તોના અનુભવ તથા અભિપ્રાય 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી. જેથી આ મુક્તો પર વ્હાલા ગુરુજીનો રાજીપો થાય અને સત્સંગ સમાજમાં અન્ય હરિભક્તોને પણ પ્રેરણા મળે.

📹 એ જ રીતે જ્ઞાનસત્ર-૧૭ બાદ વ્હાલા ગુરુજીના દિવ્ય સંકલ્પે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ઝીલાઈ શકાય તેવી નૂતન ધૂન, પ્રાર્થના, કીર્તન મુકવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અને ગુરુજીનો લાભ મળતો હોય છે. સમગ્ર સત્સંગ સમાજમાંથી પણ નૂતન જ્ઞાન-ધ્યાન ચિંતનના સારા અનુભવો મળી રહ્યા છે. તો જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવ અને અભિપ્રાય પણ 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી.

🙋‍♂️ ફાઈલ મોકલવામાં આવે તેમાં સેન્ટરનું નામ અને જે તે હરિભક્તનું નામ લખવા વિનંતી.

📽 નિજદર્શનના ફાયદા તથા અનુભવો: https://youtu.be/1HcPUDVwF2M?feature=shared


#Nijdarshan #FamilyTime
#GyanDhyanChintan
#Gyansatra #Gyansatra17
📸 ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિચરણના ફોટોગ્રાફ્સ | 21 નવેમ્બર થી 17 ડિસેમ્બર, 2023: https://www.smvs.org/global-events/detail/hdh-swamishri-vicharan-21-nov-to-17-dec-2023


#SwamishriVicharan
#HDHSwamishriVicharan2023
🤔 તમારો પરિવાર સદાકાળ સુખી રહે તેવી ઈચ્છા છે?

👨‍👩‍👧‍👦 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આજના વિડીયોમાં જણાવ્યા પ્રમાણે બાળકોને ત્રણ પ્રકારે સંસ્કાર આપો, તેમનું અને તમારું ભવિષ્ય ખૂબ જ ઉજળું થઈ જશે.

📽 સંસ્કારની સીડી: https://youtu.be/sXrx12BttL8


#5MinutesSatsang
📽️ આપના પરિવાર પાસે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ રાખેલી અપેક્ષા: https://youtu.be/E2as8p0cX0U?feature=shared


#5MinutesSatsang
જાન્યુઆરી માસમાં આવતાં ઝોળીસેવાના પર્વ નિમિત્તે હરિકૃષ્ણ મહારાજનું વૉલપેપર

📱 મોબાઈલ કે ડેસ્કટૉપ માટે વૉલપેપર ડાઉનલોડ કરવા આ લિંકનો ઉપયોગ કરવો:
https://www.smvs.org/download/calendar-wallpaper


#MobileWallpaper
#Wallpaper
🤔 શું આપને માતાપિતાની વાતો કચકચ જેવી લાગે છે?
🤔 શું માતાપિતાને જોઈને અંદર ઉકળાટ થાય છે?
🤔 શું માતાપિતાની સાથે રહેવું ગમતું નથી?

⚠️ જો આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ "હા" હોય તો તમારે તાત્કાલિક ખૂબ જ સાવધાન થવાની જરૂર છે!!! કારણ કે તેના ખૂબ જ ભયંકર પરિણામો આવી શકે છે. તેનાથી બચવા અને તેનો ઉપાય જાણવા અત્યારે જ જુઓ.

👨‍👩‍👧‍👦 સુખી પરિવારનું મૂલ્ય સમજાવતી ઈતિહાસની અલમારી:
https://youtu.be/VGQOb9w8sNA?feature=shared


#SMVSTelefilm