SMVS Bhale Dayalu
863 subscribers
1.51K photos
270 videos
30 files
1.86K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 કોરોના વાઈરસની મહામારીએ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધી છે. ત્યારે આવો સમગ્ર વિશ્વ પર ભગવાન સ્વામિનારાયણ પોતાની કૃપા વરસાવે અને આ મહામારીથી સહુ જીવોને બચાવે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રચિત પ્રાર્થના કરીએ...: https://youtu.be/e7ZipKnrMYE


#PrayForCorona
#IndiaFightsCorona
#WorldFightsCorona
#HDHSwamishri



• • • • •
નીચે આપેલ લિંક પરથી વૉલપેપર ડાઉનલોડ કર્યા બાદ ગેલેરીમાં Downloadમાં જવું, વૉલપેપર ઓપન કરી More/ત્રણ ટપકાં પર ટચ કરવું. અહીં Use As Wallpaper/Set As Wallpaper પસંદ કરવું. આપના મોબાઈલના Resolution મુજબ વ્યવસ્થિત દેખાય તે રીતે વૉલપેપર ગોઠવીને Apply કરવું. આમ કરવાથી આપના મોબાઈલમાં વૉલપેપર સેટ થઈ જશે.

🖥 4K Wallpaper Link for Desktop & Mobile

#Wallpaper
આજે હરિનવમી છે.

🎂 હરિનવમી એટલે આપણાં વ્હાલા સર્વોપરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્યોત્સવ.

🎊 દરેક મુક્તોએ ઘરે રહીને જ આ ઉત્સવ ઉજવવાનો રહેશે, આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી હરિનવમી ઉજવવા કોઈએ મંદિરે આવવાનું નથી. આજે રાત્રે આ દિવ્ય ઉત્સવ ખૂબ જ ઉત્સાહ-ઉમંગથી ઉજવાશે. જેના જીવંત પ્રસારણનો લાભ live.smvs.org પરથી લઈ શકાશે.

🕣 08:30 થી 10:00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ
🕙 10:00 થી 10:10 હરિકૃષ્ણ મહારાજના દિવ્ય અભિષેક દર્શનનો લાભ
🥳 10:10 હરિકૃષ્ણ મહારાજના પ્રાગટ્યની આરતી

10:10 પ્રાગટ્યની આરતીમાં ઘરના દરેક સભ્યોએ સમૂહ આરતી અવશ્ય કરવી.

ℹ️ જે મુક્તોને શક્ય હોય તેમણે પોતાના ઘરે અભિષેકની વ્યવસ્થા કરવી, પંચાજીરીની પ્રસાદી બનાવવી. શીરો, ફ્રુટ, ડ્રાયફ્રુટ કે સાકર પણ ધરાવી શકાય. ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe
🎂 શ્રીહરિ પ્રાગટ્યોત્સવનો લાઈવ લાભ લેવાનું ચૂકતા નહી હોં... મહારાજ આજે અઢળક વરસવાના છે...: https://youtu.be/y8hsj8b--Dk



#HariNavmi
#ShriHariPragatyotsav
#StayHomeStaySafe




• • • • •
આવતીકાલે એકાદશી છે.

⚠️ આવતીકાલે રાત્રે 08:30થી 09:45 અઠવાડિક સભાને બદલે સંકલ્પ સભાનો લાભ મળશે. દરેક મુક્તોએ સંકલ્પ સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ LIVE સંકલ્પ સભાનો લાભ લઈ શકાશે.



#Ekadashi
#SankalpSabha
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો...

📽 વિડીયો: https://youtu.be/WovRivHTc0I

📸 ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/detail/community-services-by-smvs-during-the-coronavirus-lockdown


#CampaignAnnadata
#IndiaFightsCorona
#WorldFightsCorona




• • • • •
Sankalp Sabha is LIVE!

#Ekadashi
#SankalpSabha
🔐 કુસંપ રૂપી કોરોનાથી પરિવારને દૂર રાખી આત્મીયતાનું લોકડાઉન કરવા આટલું કરીએ...

👨 સંતાનો પોતાના વડીલો માટે આટલું અચૂક કરજો
1) દિવસમાં અચૂક એક વખત નીચા નમીને પગે લાગીને જય સ્વામિનારાયણ કરજો.
2) દિવસમાં ઓછામાં ઓછું એક વખત પાણી આપજો. ના પાડે તો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા છે તેમ કહીને પણ આપજો.
3) માંદા હોય તો પગ દબાવજો, માથું દબાવજો, દવા આપજો, સેવા કરજો.
4) દરરોજ તેમની સાથે ઓછામાં ઓછા 5 મિનિટ એકલા બેસજો. માતા-પિતાને આપના પૈસાની નહીં સમયની જરૂર છે.
5) દૂર રહેતા હોય તો અઠવાડિયે કે વિદેશ રહેતા હોય તો 15 દિવસે પણ એક વખત ફોન કરજો.
6) મહેરબાની કરીને કોઈ દિવસ વડીલો કે મા-બાપને ન બોલવાના શબ્દો ન બોલવા, નફરત ન કરવી, તરછોડવા નહીં.

👴 વડીલોએ આટલું અચૂક કરવું
1) જતું કરતાં શીખવું. સરળ થવું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.
2) જ્યાં જરૂર ન હોય ત્યાં વણમાંગી સલાહ ન આપવી.
3) વિશેષ ભગવાનમાં જોડાવું.
4) કોઈ દીકરા પ્રત્યે પક્ષપાત ન કરવો.

👨‍👩‍👧‍👦 પરિવારમાં આત્મીયતા માટે આગામી દસ દિવસ સુધી દરરોજ આ સૂત્ર ઘરના બધાં સભ્યોએ ભેગા મળીને બોલવું.
1) પરિવારના નાના-મોટા સૌ સભ્યો મહારાજના મુક્તો છે.
2) એ દુભાય તો મહારાજ દુભાય અને એ રાજી થાય તો મહારાજ રાજી થાય.
3) બસ! સૌને રાજી કરીશ.

ℹ️ લેશન
1) આજ સુધીની મારી બધી ભૂલો માટે માફી માંગી લઈશ અને ખટકો રાખીશ.
2) કોઈ દુ:ખાય કે દુભાય એવું ક્યારેય બોલીશ નહીં. વાણીમાં સંયમ કેળવીશ.

#ParentingTips
#Parenting
#SankalpSabha
ભારત સરકારના આદેશ મુજબ આજે રાત્રે 09:00 વાગ્યે 9 મિનીટ સુધી લાઈટનો ઉપયોગ ન કરવો. તેમજ આ સમય દરમ્યાન દીવો, મીણબત્તી, મોબાઈલની ફ્લેશ લાઈટ વિગેરેથી અજવાળું કરવું. આ આદેશનું સર્વે મુક્તોએ અચૂક પાલન કરવું.

⚠️ આ ન્યાયે આજની ફેમિલી ટાઈમની સભા સંધ્યા આરતી પછી 07:15 વાગ્યે શરૂ થઈ જશે. જેની ખાસ નોંધ લેવી.

#FamilyTime
🪔 SMVS સ્વામિનારાયણ સંસ્થા વતી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો અને હરિભક્તોએ ગઈકાલે રાત્રે 9 વાગે 9 મિનિટ સુધી દીપ પ્રગટાવીને કોરોના સામે લડત આપનારા તમામ સ્વયંસેવકોનો જુસ્સો વધાર્યો: https://youtu.be/cs4ULZkCVeA


#9pm9minute
#IndiaFightsCorona
#StayHomeStaySafe




• • • • •
🌕 આવતીકાલે પૂનમ છે.

🙏 આવતીકાલે પૂનમ સમૈયાની શણગાર આરતીના LIVE દર્શન સવારે 08:30 વાગ્યે વાસણાથી થશે.

⚠️ આવતીકાલે રાત્રે 08:30થી 09:45 ફેમિલી ટાઈમની સભાને બદલે પૂનમ સમૈયાની સભામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે. દરેક મુક્તોએ પૂનમ સમૈયાની સભાનો LIVE લાભ અચૂક લેવો.

🌐 લાઈવ વિડીયો: live.smvs.org

ℹ️ મોબાઈલમાં SMVS Satsang Appનો ઉપયોગ કરીને પણ પૂનમ સમૈયાની LIVE સભાનો લાભ લઈ શકાશે.



#SMVSLive
#PoonamSamaiyo
📚 માર્ચ 2020 ઘનશ્યામ અંક MP3: https://www.smvs.org/smvs-audio/detail/march-2020

🗒 ઘનશ્યામ અંક માર્ચ 2020ની અનુક્રમણિકા:
1) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ સુખદ સંભારણાં
2) શ્રીહરિ સંગ ગુરુદેવ પ.પૂ.બાપજી
3) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી
4) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ પૂ.સંતો
5) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ એસ.ટી.કે.ના મુક્તો
6) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ વડીલો
7) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ યુવાનો
8) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ બાળકો
9) ગુરુદેવ પ.પૂ.બાપજી સંગ આદિવાસી મુક્તો



#GhanshyamMagazine
#GhanshyamAudio
#MarchGhanshyam
Poonam Samaiyo is LIVE!


#SMVSLive
#PoonamSamaiyo
👆 પોતાનું માન ઓળખવા માટે સ્વમૂલ્યાંકનના પ્રશ્નો...

🌹 🌻 🌸 🌻 🌹

📽 પૂનમ સભા (08-04-2020)નો લાભ નીચેની લિંક પર મળશે, જેનો અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુને પણ લેવડાવવો: https://youtu.be/E3ycvcjOyn8

🌹 🌻 🌸 🌻 🌹

✍️ માન ટાળવા માટેના ઉપાયરૂપે અહીં 2 વાક્યો આપવામાં આવ્યા છે. જ્યાં સુધી "માન" પરની સભા ના પતે ત્યાં સુધી આ બંન્ને વાક્યોને દરરોજ 25-25 વખત લખવા.
1) મારાંથી કશું જ ન થાય. મહારાજ કર્તા બને તો જ થાય.
2) હું કશું જ નથી. મારામાં કશું જ નથી. સૌ મારા કરતાં અધિક છે. હું તો સૌનો દાસ છું. દાસનોય દાસ છું.

લેશન
👉 જ્યાં સુધી લોકડાઉન પતે નહીં ત્યાં સુધી નાનાએ મોટાને કે મોટાએ નાનાને ટુંકારે નહીં બોલાવવાના. બરોબરિયાએ પણ એકબીજાને ટુંકારે ન બોલાવવા. પતિ-પત્ની, માતાપિતા-બાળકો, પરિવારના તમામ સભ્યોએ એકબીજાને "લ્યો મહારાજ, લાવો મહારાજ" કહીને જ બોલાવવા.



#SMVSLive
#PoonamSamaiyo
📚 જોગમાં આવનાર તમામને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવતાં ગુરુદેવ પ.પૂ.બાપજી

🌐 પ્રસંગ: http://anadimukta.org/prasangs/view/452



#AnadimuktaPrasang
#BapjiPrasang
#HDHBapji
🍛 કોરોના વાઈરસના લીધે કરવામાં આવેલા લોકડાઉન દરમ્યાન ગોધરમાં જરૂરિયાતમંદ લોકો સુધી જમવાનું તથા ફુડ પેકેટ પહોંચાડતા SMVS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો: https://youtu.be/A_QIr2zTn5M


#CampaignAnnadata
#IndiaFightsCorona
#WorldFightsCorona




• • • • •
👆 પોતાનું માન ઓળખવા માટે સ્વમૂલ્યાંકનના પ્રશ્નો...

📽 અહીં જણાવેલા માન ઓળખવાના પ્રશ્નોને વ્યવસ્થિત સમજવા માટે અને માન ટાળવા માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો અત્યારે જ લાભ લો: https://youtu.be/Sd_t2yRV3jg

🌹 🌻 🌸 🌻 🌹

માન ટાળવાના ઉપાય
1) મહારાજને નિરંતર પ્રાર્થના કરવી... "દાસ તમારા દાસનો મુને રાખો નાથ જરૂર, પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર... એ વર માંગું છું."
2) બધા મહારાજના અનાદીમુક્તો છે. એ ભાવે પોતાનામાં અને અન્યમાં મહારાજના દર્શન કરવા.

📖 લેશન: ગઢડા પ્રથમના 58મા વચનામૃતનો છેલ્લો ફકરો 2-3 વખત વાંચવો અને તેનું મનન કરવું.

🌹 🌻 🌸 🌻 🌹

✍️ સત્સંગ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે મુક્તોએ આવતીકાલે જે તે દેશના સવારે 09:00 થી રાત્રે 09:00 વાગ્યા સુધીમાં પરીક્ષા આપી દેવી. તે પછી પરીક્ષા આપી શકાશે નહીં. સત્સંગ પરીક્ષા અંગે વિગતે માહિતી મેળવવા માટે વિઝીટ કરો: https://www.smvs.org/cms/online-satsang-exam/


#SMVSLive
#SMVSFamilyTime
🙏 કોરોનાથી વિશ્વને શાંતિ મળે તે માટે આવો ભેગા મળી કરીએ શાંતિપાઠ...

તા. 13-04-2020ને સોમવારના રોજ સવારે 10 થી 11 દરમ્યાન live.smvs.org પરથી શાંતિપાઠનો લાઈવ લાભ મળશે.

👇 લાઈવ શાંતિપાઠનો લાભ લેવા માટે ઘરમંદિર આગળ બેસવું અથવા ઘરમાં યોગ્ય સ્થાન પર ઠાકોરજીની મૂર્તિ પધરાવવી. શક્ય બને તો આટલી વસ્તુ વ્યક્તિગત તૈયાર રાખવી.
1) નાની થાળી 1 નંગ
2) પાણી ભરેલી નાની વાટકી અને ચમચી 1 નંગ
3) પૂંગીફળ (સોપારી) 1 નંગ
4) બાજોઠ
5) પોતાને બેસવા માટે આસન
6) પુષ્પ અથવા તુલસીપત્ર

ℹ️ જો ઉપરોક્ત સામગ્રીની વ્યવસ્થા ન થઈ શકે તો ઠાકોરજીની મૂર્તિ પધરાવી પાણીની વાટકી લઈને પણ શાંતિપાઠમાં જોડાઈ શકાશે.

😷 કોરોના વાઈરસની મહામારીથી આજે જ્યારે આખું વિશ્વ સળગી રહ્યું છે. ત્યારે વૈશ્વિક શાંતિ માટે થનારા આ શાંતિપાઠમાં સત્સંગી-બિનસત્સંગી તમામ ભાઈઓ-બહેનોને જોડાવા માટે અમારી નમ્ર અપીલ છે.

#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe
😷 વૈશ્વિક શાંતિ માટે કરવામાં આવેલાં LIVE શાંતિપાઠમાં SMVS સંસ્થાના ત્યાગી અને હરિભક્ત સમાજ સહિત 25,000થી પણ વધુ સભ્યોએ પોતાના ઘરે રહીને લાભ લીધો. કોરોના વાઈરસના કહેર સામે કરવામાં આવેલાં વૈશ્વિક શાંતિ પાઠમાં આપ પણ પરિવાર સહિત જોડાઓ: https://youtu.be/bfozAmwBk0U


#ShantiPathForCorona
#PrayForCorona
#COVID19Pandemic
#StayHomeStaySafe




• • • • •