બોધવાર્તા...✍🏻
🦚 *ઘાસનો રંગ લાલ કે લીલો*
જંગલમાં એક વાર એક ગધેડો અને વાઘ સામસામે આવી ગયાં.
ગધેડાએ વાઘને કહ્યું કે આ ઘાસની જેમ કેમ લાલઘૂમ થઈને ફરો છો ?
વાઘે કહ્યું ઘાસ લાલ નથી તે લીલું છે.
આથી ગધેડાએ કહ્યું ના ઘાસ લાલ જ છે તમને ખબર ન પડે!
વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે.
પણ ગધેડો માન્યો જ નહી. આથી વાઘને ગુસ્સો આવ્યો તે વધારે જોરથી બોલ્યો ઘાસનો રંગ લીલો છે.
પણ ગધેડો માન્યો જ નહી એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી થયું
ઘાસનો રંગ કયો? આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા.
રાજાએ કહ્યું બોલો શું સમસ્યા છે?
એટલે ગધેડો બોલ્યો, મહારાજ આ ઘાસનો કલર લાલ છે છતાં આ વાઘભાઈ માનવા તૈયાર જ નથી. તેઓ ઘાસને લીલા રંગનું કહે છે! હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે...!?
થોડો વિચાર કર્યા પછી રાજા એ કહ્યું કે ગધેડો સાચો છે. ઘાસનો રંગ લાલ જ છે. આવા ફાલતું પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બર્બાદ કરવા બદલ વાઘને એક વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવે છે...!!
આ સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને રાજાની જય બોલાવતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ વાઘ ત્યાં જ ઉભો રહ્યો અને રાજાને કહ્યું કે મને સજા કબૂલ છે પણ કહીકત એ જ છે કે
ઘાસનો રંગ લીલો જ છે...!
આ સાંભળી રાજાએ કહ્યું કે મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો છે.
આથી વાઘે કહ્યું તો હું સાચો હોવા છતાં મને સજા કેમ કરવામાં આવી?
આ સાંભળી જંગલના રાજા સિંહે જે કહ્યું તેમાં એક સુંદર બોધ આપે છે !
સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે પણ *તારો વાંક એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બર્બાદ કર્યો...*
#બોધકથા #વાર્તા #કથા #પ્રેરણાત્મક #gujarativarta #motivationalstories #bodhkatha #varta@Gujarati_varta

👍5❤2
*બોધ કથા...✍🏻*
એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો.
એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ.
કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?”
બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો. પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.”
ભગવાન બાળકને લઇને નરકમાં ગયા.
દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા.
સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા.
બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા.
જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા.
આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા.
કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા.
બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?”
ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે. એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજનને હાથમાં લઇ શકે છે પણ પોતાના મુખ સુધી પહોંચાડી શકતા નથી. ભોજનને મુખ સુધી પહોંચાડવા એ હવામાં ઉંચે ઉડાડે છે અને પછી પોતાના મુખમાં ઝીલવા માટેનો પ્રયાસ કરે છે પણ એમા એ સફળ થતા નથી.”
બાળકે દલીલ કરતા કહ્યુ, “પ્રભુ આ તો નરકના લોકો માટે હળાહળ અન્યાય જ છે. ભોજન સામે હોવા છતા તમે કરેલી કરામતને કારણે હાથ વળતો નથી અને એ ખાઇ શકતા નથી.”
ભગવાને કહ્યુ, “ચાલ બેટા હવે તને સ્વર્ગની ભોજનશાળા બતાવું. એ જોઇને તને નરક અને સ્વર્ગ વચ્ચેનો ભેદ બહુ સરળતાથી સમજાઇ જશે અને હું અન્યાય કરુ છુ કે કેમ ? તે પણ તને ખબર પડી જશે.”
બાળક ભગવાનની સાથે સ્વર્ગની ભોજનશાળામાં ગયો. અહિંયા નરકમાં હતા એ જ પ્રકારના બધા ભોજન હતા અને એવી જ વ્યવસ્થાઓ હતી છતાય બધાના ચહેરા પર આનંદ હતો. બધા શાંતિથી ભોજન લઇ રહ્યા હતા.
બાળકે ધ્યાનથી જોયુ તો અહિંયા પણ દરેક લોકોની શારિરીક સ્થિતી નરક જેવી જ હતી. મતલબ કે કોઇના હાથ કોણીથી વળી શકતા નહોતો.
પરંતું લોકો ભોજન લેતી વખતે એકબીજાને મદદ કરતા હતા સામ-સામે બેસીને પોતાના હાથમાં રહેલો કોળીયો સામેવાળી વ્યક્તિના મુખમાં મુકતા હતા અને સામેવાળી વ્યક્તિના હાથમાં રહેલો કોળિયો પોતાના મુખમાં સ્વિકારતા હતા.
બાળકે ભગવાનની સામે જોઇને હસતા હસતા કહ્યુ, “પ્રભુ મને સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત બરોબર સમજાઇ ગયો.”
*સ્વર્ગ મેળવવા માટે મરવાની જરુર નથી. એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગની અનુભૂતિ થશે.*
‘તારુ જે થવુ હોય તે થાય હું મારુ કરુ’ આવી વિચારસરણી જ્યાં છે તે નરક છે અને
‘મારુ જે થવુ હોય તે થાય પહેલા હું તારુ કરુ’ આવી ભાવના જ્યાં છે ત્યાં સ્વર્ગ છે....
આવા ઉચ્ચ વિચાર એ આપણી ભારતીય સંસ્કૃતિ ની દેણ છે.

🔥1
🖋️ અકબર બીરબલની વાર્તા
અકબર-બીરબલનો ભેટો
એક વાર અકબર શિકાર માટે જંગલમાં ગયા અને રસ્તો ભુલી ગયા. મહેશ દાસ નામના વ્યક્તિએ તેમને જંગલ બહાર જવાનો રસ્તો બતાવ્યો. અકબર ખૂબ ખુશ થયા. તેમણે મહેશને પોતાની સોનાની વીંટી આપી અને પોતાના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું.
થોડા દિવસ પછી, મહેશ અકબરના મહેલમાં પહોંચ્યો
પરંતુ રખેવાળોએ તેને અંદર જવા ન દીધો. મહેશે અકબરે આપેલી વીંટી બતાવી. તો મહેલનો રખેવાળ બોલ્યો, “હું તને અંદર જવા દઇશ પરંતુ રાજા પાસેથી તને જે કંઇ પણ મળે તેનો અડધો હિસ્સો મને આપવો પડશે'' મહેશે સહમતી આપી.
જ્યારે અકબરે મહેશને જોયો તો તેઓ બોલ્યા, “નૌજવાન! બોલ તારે શું જોઇએ છે?'' મહેશે જવાબ આપ્યો, “મહેરબાની કરીને મને પચાસ વખત લાકડીથી મારવામાં આવે. અકબર ચોંકી ગયા પણ તેમણે પોતાના સિપાઇને આમ કરવા હુકમ આપ્યો.
જ્યારે મહેશને પચ્ચીસ વાર લાકડીનો માર લાગી ગયો તો તેણે કહ્યું, થોભો ! હવે મહેલના રખેવાળને બોલાવી પચ્ચીસ વાર તેને મારવામાં આવે. તે ઇચ્છતો હતો કે મને રાજા પાસેથી જે મળે, તેનો અડધો ભાગ તેને આપવામાં આવે. રખેવાળને અંદર બોલાવવામાં આવ્યો. તે હેરાન થઇ ગયો. મહેશની બુદ્ધિમત્તાથી પ્રભાવીત થઇ અક્બરે મહેશને પોતાનો મુખ્યમંત્રી બનાવી દીધો.
#akabarbirbal #gujaratistory #varta #shortstory

સત્યવાદી
એક દિવસ વર્ગમાં શિક્ષક ભણાવતા હતા તે વખતે વિદ્યાર્થીઓ અંદરો-અંદર વાતો કરી રહ્યા હતા તેમાં નરેન્દ્ર પણ હતા. શિક્ષક બધાને ઉભા કરીને પોતે શું ભણાવતા હતા તે વિશે પૂછયું તો કોઈ વિદ્યાર્થી જવાબ આપી શકયા નહી. પરંતુ નરેન્દ્રએ જવાબ આપ્યો. ભલે તે વાતો કરતો હતો પણ સાથે સાથે શિક્ષક શું ભણાવે છે. તેમાં પણ એનું ધ્યાન હતું.
આથી શિક્ષકે એના સિવાય બધા છોકરાઓને ઉભા રહેવાની સજા કરી ત્યારે નરેન્દ્રએ કહ્યું, સાહેબ મને પણ સજા થવી જોઇએ કારણ કે હું પણ વાતો કરતો હતો. એમ કહીને તે પણ ઉભો જ રહ્યો. આજ સત્યવાદી છોકરો નરેન્દ્ર આગળ જતાં સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા.
બોધ : મિત્રો ભલે આપણે સજાને પાત્ર બનીયે પણ સાથ હંમેશા સત્યનો જ આપવો જોઈએ.
Gujarati Varta bodhkatha
Shorts moral stories in Gujarati

પ્રેરણાત્મક બોધકથા
🦚 હંમેશા સત્યનો સાથ આપવો
ગુજરાતના એક પ્રાંતમાં સ્કૂલ હતી ત્યાં એક દિવસ અચાનક એક નિર્ણય સંભળાવવામાં આવ્યો કે જે પણ વિદ્યાર્થી ત્યાં ભણી રહ્યા છે, તેઓ પુસ્તકો પણ તે જ સ્કૂલમાંથી ખરીદશે. બહારની દુકાનોમાંથી કોઈપણ પુસ્તક ખરીદશે નહીં. તેની પાછળ કારણ હતું કે, આવું કરવાથી સ્કૂલ અને ટીચર્સને આર્થિક લાભ થઈ રહ્યો હતો.
બધા જ વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો. બધા જ સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે તૈયાર થઈ ગયા પરંતુ એક વિદ્યાર્થી એવો પણ હતો, જેણે સ્કૂલના આ નિર્ણયનો વિરોધ કર્યો. પુસ્તકો ખરીદવાની ના પાડી દીધી. અનેક પ્રકારની વાતો સંભળાવી. સમજાવવામાં આવ્યો. ધમકાવવામાં પણ આવ્યો પરંતુ તે વિદ્યાર્થી સહેજ પણ માન્યો નહીં. સ્કૂલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય પર અડગ હતાં અને વિદ્યાર્થી પોતાના વિરોધ પર અડગ હતો. વાત વધારે આગળ વધી.
વિદ્યાર્થીએ સ્કૂલમાં આંદોલન શરૂ કર્યું. ધીમે-ધીમે તેમા અન્ય વિદ્યાર્થી અને માતા-પિતા પણ જોડાતા ગયાં. આંદોલન તે સ્તરે પહોંચી ગયું કે સ્કૂલ મેનેજમેન્ટે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. સ્કૂલ મેનેજમેન્ટ અને ટીચર્સ વિરૂદ્ધ આંદોલન કરવાની હિંમતથી તે વિદ્યાર્થીના ખૂબ જ વખાણ થયાં તેને શાબાશી પણ આપવામાં આવી. તે વિદ્યાર્થીનું નામ વલ્લભ ભાઈ પટેલ હતું. જે ભવિષ્યમાં સરદાર પટેલ બન્યાં.
સરદારના સ્વભાવમાં આ વાત બાળપણથી જ હતી કે જ્યાં પણ કશુંક ખોટું જોવે, ત્યારે તેના વિરોધમાં ઊભા થઈ જતાં હતાં. તેમણે કહ્યું કે શિક્ષક આપણા ગુરુ છે, સન્માનનીય છે પરંતુ પુસ્તકો સ્કૂલથી વેચવાનો જે નિર્ણય હતો, તેની પાછળ લાલચ હતી. જો આપણાં સન્માનનીય અને ગુરુજન પણ ખોટું કરી રહ્યા હોય તો તેમનો વિરોધ કરવામાં કોઇ મુશ્કેલી આવવી જોઈએ નહીં. જો પુસ્તકો આ પ્રકારે સ્કૂલમાંથી જ વેચવામાં આવે તો જે શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જોઈએ તે પહોંચી શકશે નહીં.
બોધપાઠ : બાળકોમાં શરૂઆતથી જ એવા સંસ્કાર હોવા જોઈએ કે તેઓ ખોટી વાતોનો વિરોધ કરી શકે. અભ્યાસનું મહત્ત્વ ત્યારે જ છે. જો આપણાં વડીલો પણ કશુંક ખોટું કરી રહ્યા હોય તો તેમનો પણ વિરોધ થવો જોઈએ.
https://t.me/Gujarati_varta
પ્રેરણાત્મક વાર્તાઓ અને બોધકથાઓ
Gujarati Varta bodhkatha motivational stories
#Gujarati #Varta #bodhkatha #motivational #stories

❤1
બે બહાદુર મિત્રો : બોધકથા
તમે વડોદરા ગયા હશો અને કમાટીબાગમાં તો જોયો જ હશે ને ? આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ છોકરાઓ કઈ રાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે.
આ પૂતળાં હરિ અને અરજણ નામના બે યુવાન છોકરાનાં છે તે સુખપુર ગામ ધારી તાલુકો (અમરેલી) વતની હતા. તે જોઈએ તો એમ થાય કે ક્યાં વડોદરાને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલાની આ વાત છે.
તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવ રાજાનું રજવાડું હતું. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહના શિકાર માટે ગયા હતા. શિયાળાની શરૂઆત હતી એટલે દિવસ જલદી આથમી જતો હોય છે.
કાંગસા ગામ નજીક એક વોકળો હતો (વોકળો એટલે નાનું નદી જેવું ઝરણું). આ વોકળા પર સાંજના સમયમાં જંગલમાંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો વોકળા પાસે માંચડો બાંધી પ્રાણીઓનો શિકાર કરતા. માહારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં સુખપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.
મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી,પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પડ્યું.
ગોળી ખાલી ગઈ અને બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા. મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજણ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.
માંચડો હલતો બંધ થયો, મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મૃત્ય પામ્યો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.
મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેના પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો.
બોધ : તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો.
Join Telegram https://t.me/Gujarati_varta
Gujarati varta with moral
Gujarati varta for kids
બોધ વાર્તા ગુજરાતી
Bal Varta Gujarati
#Varta #bodhkatha #Gujarati #balvarta #story

બોધકથા - વિનમ્રતા
એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.
https://t.me/Gujarati_varta
તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “
સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
નદીએ તોરમાં કહ્યું, "બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું."
નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."
સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "
જીવનમાં ખુશીનો અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.
વાર્તા અને બોધકથા
પ્રેરણાત્મક વાર્તા
અકબર બીરબલ
બાળવાર્તા
Gujarati Varta & Bodhkatha
Motivational stories in Gujarati
#Varta #Bodhkatha #Gujarati@Gujarati_varta

Telegram
Gujarati Varta bodhkatha - વાર્તા બોધકથા
વાર્તા અને બોધકથા
પ્રેરણાત્મક વાર્તા
અકબર બીરબલ
બાળવાર્તા
Gujarati Varta & Bodhkatha
Motivational stories in Gujarati
#Varta #Bodhkatha #Gujarati
પ્રેરણાત્મક વાર્તા
અકબર બીરબલ
બાળવાર્તા
Gujarati Varta & Bodhkatha
Motivational stories in Gujarati
#Varta #Bodhkatha #Gujarati
✍🏻 *એક ટૂંકી બોધ કથા.* 🤏🏻
👉🏻 એક માણસ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો અને બીજો પથ્થર મારી રહ્યો હતો પણ જે ચણ નાખી રહ્યો હતો તેની દાનત ખરાબ હતી અને તે એક શિકારી હતો. તેથી પક્ષીઓને પોતાની જાળમાં ફસાવવા જાળ જ ઉપર ચણ નાખી રહ્યો હતો અને બીજાની દાનત સારી હતી એટલે પક્ષીઓ જાળમાં ફસાય નહીં એટલે પક્ષીઓને બચાવવા જાળની બાજુમાં પથ્થરો ફેંકી રહ્યો હતો. જીવનમાં ક્યારેક નજરે જોયેલું પણ સાચું નથી હોતું. સાચું કે ખોટું નક્કી કરતા પહેલા તેની પાછળ સંજોગો શું હતા એ જાણ્યા વગર વાતને આગળ વધારવી નહીં.
🪀 બોધકથા અને વાર્તા માટે લિંક.
👉🏻 https://t.me/Gujarati_varta

✍🏻 *લાલચુ કૂતરો*
એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. તે ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો હતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.' તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે.
https://t.me/Gujarati_varta
બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું. પણ જેવું તેણે મોં ખોલ્યું કે તરત તેના મોંમાં જે રોટલો હતો તે નદીના ઊંડા પાણીમાં પડી ગયો.
કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’
સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.
Gujarati Varta Bodhkatha
Gujarati motivational stories
#Gujarati #Varta #Bodhkatha

👍1
🌱 *કોણ શ્રેષ્ઠ?*
📚 શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા અને બોધકથાઓ.
ઉનાળાની ઋતુ હતી. રાજા વિક્રમનો દરબાર ભરાયો હતો. કાલિદાસ પંડિત પણ બેઠા હતા. તે પોતાના કામમાં તલ્લીન હતા.
વિક્રમાદિત્યને મજાક કરવાનું મન થયું. તેમણે કાલિદાસને કહ્યું, 'તમે કદરૂપા છો ને આજે તો વધારે કદરૂપા લાગો છો. મને તો તમને જોઈને હસવું આવે છે. ભગવાને તમને અન્યાય કર્યો છે.”
કાલિદાસે રાજાજીની વાત મૂંગે મોઢે સાંભળી લીધી. તેમને ખરાબ લાગ્યું પણ કંઈક વિચારીને ત્યારે તેઓ કંઈ બોલ્યા નહિ.
https://t.me/Gujarati_varta
બીજે દિવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે કાલિદાસે દરબારમાં રાખેલા માટીના ઘડાની જગ્યાએ સોનાનો ઘડો રાખી દીધો. રાજાને બપોરે તરસ લાગી. તેમણે સોનાના ઘડાનું પાણી પીધું તો તે તેમને ગરમ લાગ્યું. રાજા ગુસ્સે થઈને બોલ્યા, 'કોણે અહીંથી માટીનો ઘડો લઈ લીધો છે ? એને એટલી પણ ખબર પડતી નથી કે સોનાના ઘડામાં પાણી ઠંડું રહેતું નથી.”
કાલિદાસ હાથ જોડીને બોલ્યા, 'માફ કરો. મહારાજ ! એ માટીનો ઘડો લઈને મેં જ સોનાનો ઘડો રાખ્યો હતો. મને થયું કે રાજાને સુંદર વસ્તુ જ ગમે છે. માટીનો ઘડો સોનાના ઘડા જેટલો સુંદર લાગતો નથી. એનું પાણી તમને વધારે ગમશે એટલે મેં આવું કર્યું હતું.”
રાજાજીનો ક્રોધ શાંત થઈ ગયો. તેમને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કાલિદાસને કહ્યું, 'તમે આજે મને સાચી સમજ આપી દીધી. અત્યાર સુધી મને સુંદર વસ્તુ ગમતી હતી. ને હું તેના ગુણ જોતો ન હતો. ગુણવાન માણસ જ શ્રેષ્ઠ છે, સુંદર નહિ.'
આટલું કહીને આખા દરબાર વચ્ચે રાજા વિક્રમાદિત્યે કાલિદાસનું સન્માન કર્યું.
🪀 https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
Best Gujarati motivational stories #varta #bodhkatha #gujju@Gujarati_varta
📚 શ્રેષ્ઠ ગુજરાતી વાર્તા અને બોધકથાઓ.
ઉનાળાની ઋતુ હતી. રાજા વિક્રમનો દરબાર ભરાયો હતો. કાલિદાસ પંડિત પણ બેઠા હતા. તે પોતાના કામમાં તલ્લીન હતા.
વિક્રમાદિત્યને મજાક કરવાનું મન થયું. તેમણે કાલિદાસને કહ્યું, 'તમે કદરૂપા છો ને આજે તો વધારે કદરૂપા લાગો છો. મને તો તમને જોઈને હસવું આવે છે. ભગવાને તમને અન્યાય કર્યો છે.”
કાલિદાસે રાજાજીની વાત મૂંગે મોઢે સાંભળી લીધી. તેમને ખરાબ લાગ્યું પણ કંઈક વિચારીને ત્યારે તેઓ કંઈ બોલ્યા નહિ.
https://t.me/Gujarati_varta
બીજે દિવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે કાલિદાસે દરબારમાં રાખેલા માટીના ઘડાની જગ્યાએ સોનાનો ઘડો રાખી દીધો. રાજાને બપોરે તરસ લાગી. તેમણે સોનાના ઘડાનું પાણી પીધું તો તે તેમને ગરમ લાગ્યું. રાજા ગુસ્સે થઈને બોલ્યા, 'કોણે અહીંથી માટીનો ઘડો લઈ લીધો છે ? એને એટલી પણ ખબર પડતી નથી કે સોનાના ઘડામાં પાણી ઠંડું રહેતું નથી.”
કાલિદાસ હાથ જોડીને બોલ્યા, 'માફ કરો. મહારાજ ! એ માટીનો ઘડો લઈને મેં જ સોનાનો ઘડો રાખ્યો હતો. મને થયું કે રાજાને સુંદર વસ્તુ જ ગમે છે. માટીનો ઘડો સોનાના ઘડા જેટલો સુંદર લાગતો નથી. એનું પાણી તમને વધારે ગમશે એટલે મેં આવું કર્યું હતું.”
રાજાજીનો ક્રોધ શાંત થઈ ગયો. તેમને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કાલિદાસને કહ્યું, 'તમે આજે મને સાચી સમજ આપી દીધી. અત્યાર સુધી મને સુંદર વસ્તુ ગમતી હતી. ને હું તેના ગુણ જોતો ન હતો. ગુણવાન માણસ જ શ્રેષ્ઠ છે, સુંદર નહિ.'
આટલું કહીને આખા દરબાર વચ્ચે રાજા વિક્રમાદિત્યે કાલિદાસનું સન્માન કર્યું.
🪀 https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
Best Gujarati motivational stories #varta #bodhkatha #gujju@Gujarati_varta
Telegram
Gujarati Varta bodhkatha - વાર્તા બોધકથા
વાર્તા અને બોધકથા
પ્રેરણાત્મક વાર્તા
અકબર બીરબલ
બાળવાર્તા
Gujarati Varta & Bodhkatha
Motivational stories in Gujarati
#Varta #Bodhkatha #Gujarati
પ્રેરણાત્મક વાર્તા
અકબર બીરબલ
બાળવાર્તા
Gujarati Varta & Bodhkatha
Motivational stories in Gujarati
#Varta #Bodhkatha #Gujarati
*બોધકથા - ખરાબ દિવસ* ✍🏻
એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.
https://t.me/Gujarati_varta
માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’
ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’
માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’
ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’
માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું…’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી…’
માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું
એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’
ભગવાને કહ્યું, ‘અચ્છા પછી…’
માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી… એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’
ભગવાન માત્ર હસ્યા.
માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’
ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી…’
માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’
ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’
માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’
ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
#gujarati #gujju #gujarat #gujjurocks #gujjumemes #gujrati #gujjus #pakkogujarati #gujaratiquotes #gujrat

*બોધકથા : આળસુ કબૂતર*
એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતાં હતાં. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખુબ જ સારો પાક થયો હતો. ખેતર દાણા વાળા ડૂંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
લણણી (પાકની કાપણી)નો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું:
"ઠાગા ઠૈયા કરું છું..ચાંચુડી ઘડાવું છું...જાવ રે ચકલીબેન આવું છું.."
ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે. પણ આળસુ કબૂતર મોડું કર્યે રાખતું અને કહ્યા કરતું:

એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું. આળસુએ કિંમત ચુકવવી જ પડે! સારું જીવન જીવવા માટે આળસ ખુબ જ નુકસાનકર્તા છે.
https://t.me/Gujarati_varta
Gujarati Short motivational story

નાના માણસોની મોટી ભેટ ✍
એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દિકરાના લગ્ન હતા. એકમાત્ર સંતાન હોવાથી દિકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવુ નક્કી થયુ.
એકદિવસ પતિ-પત્નિ બંને સાથે બેસીને કોને કોને શું ભેટ આપવી ? એની ચર્ચા કરી રહ્યા હતા. લાંબી ચર્ચાના અંતે એવુ નક્કી થયુ કે લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સુટ ભેટમાં આપવુ. મેનેજરને બોલાવીને આદેશ આપ્યો ” લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સુટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દિકરાના લગ્ન છે એટલે સાડી અને સુટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમા જરા પણ કંજૂસાઇ ન કરતા.”
https://t.me/Gujarati_varta
મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યુ, ” તમે થોડી સાડી અને સુટ સસ્તા હોય એવા પણ લેજો.” શેઠે કહ્યુ, ” કેમ એવુ ? ” શેઠાણીએ કહ્યુ, ” ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી એમને તો સસ્તી આપીએ તો પણ ચાલે.” સાંજે સાડી અને સુટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શોરૂમ પર પહોંચ્યા. આ શોરૂમ શહેરનો સૌથી મોંઘો શોરૂમ હતો.
મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યુ. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્વર્ય થયુ કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે ? એ તો એકબાજુ ઉભા ઉભા જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, ” ભાઇ, અમારા શેઠના એકના એક દિકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડા ન બતાવો. તમારા શોરૂમમાં જે મોંઘામાં મોંઘા કપડા હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાનાશેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા.” નોકરોની વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
બોધ પાઠ:
મિત્રો, આપણે માણસોના હદય જોઇને નહી પરંતુ એના હોદા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાથી શરમ આવતી હોય તો પછી મોટા હદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી ?

📚 એક વિશાળ જહાજનું એન્જિન બગડી ગયું. ઘણા પ્રયત્નો છતાં, કોઈ એન્જિનિયર તેને રીપેરીંગ કરી શક્યો નહીં. પછી કોઈએ એક મિકેનિકલ એન્જિનિયરનું નામ સૂચવ્યું જેમને આ પ્રકારના કામમાં 30 વર્ષથી વધુનો અનુભવ હતો. તેને બોલાવવામાં આવ્યો. એન્જિનિયર ત્યાં પહોંચ્યો અને ઉપરથી નીચે સુધી એન્જિનનું ખૂબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું. બધું જોયા પછી, એન્જિનિયરે પોતાની બેગ કાઢી અને તેમાંથી એક નાની હથોડી કાઢી. પછી તેણે હથોડી વડે એન્જિનના એક ભાગ પર હળવેથી પ્રહાર કર્યો. અને તેણે કહ્યું કે હવે એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કરો. અને જ્યારે એન્જિન ફરી શરૂ થયું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એન્જિન રિપેર કરીને એન્જિનિયર ચાલ્યો ગયો. જ્યારે જહાજના માલિકે એન્જિનિયરને જહાજના સમારકામની ફી વિશે પૂછ્યું, ત્યારે એન્જિનિયરે કહ્યું - 20,000 રૂપિયા.
https://t.me/Gujarati_varta
"શું?!" માલિક ચોંકી ગયો. "તમે લગભગ કંઈ જ કર્યું નથી. મારા માણસોએ મને કહ્યું કે તમે હથોડીથી એન્જિન પર થોડો જ ટપોરો માર્યો છે. આટલા નાના કામ માટે આટલા પૈસા? તમે મને વિગતવાર બિલ આપો કે એટલાં બધા પૈસા શેના છે?
એન્જિનિયરે બિલ તૈયાર કરીને આપ્યું. તેમાં લખ્યું હતું:
હથોડી વડે ટપોરો મારવાના: 2 રૂપિયા
ટપોરો ક્યાં અને કઈ જગ્યા પર મારવો : 19,998 રૂપિયા
પછી એન્જિનિયરે જહાજના માલિકને કહ્યું - જો હું કોઈ કામ 30 મિનિટમાં કરું છું, તો તેનું કારણ એ છે કે મેં 30 વર્ષ 30 મિનિટમાં તે કેવી રીતે કરવું તે શીખવામાં વિતાવ્યા. મેં તમને ૩૦ મિનિટ નહીં, પણ તે સમયનો મારો ૩૦ વર્ષનો અનુભવ આપ્યો. મારી ફી કેટલો સમય લાગ્યો તેના પર આધારિત નથી પણ મારા અનુભવ પર આધારિત છે. જહાજ માલિક ખૂબ જ શરમાયો અને ખુશીથી એન્જિનિયરને તેની ફી ચૂકવી દીધી.
https://whatsapp.com/channel/0029VaAjpM7AYlUKmAvDeS14
તો કોઈની કુશળતા અને અનુભવની કદર કરો... કારણ કે આ તેમના વર્ષોના સંઘર્ષ, પ્રયોગો અને સખત મહેનતનું પરિણામ છે.
🙏📚✍️

ગુજરાતી ટૂંકી વાર્તા
સરગવાનું ઝાડ
એક ઘર હતું એમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું. આ ઘરના આંગણામાં એક સરસ મજાનું મોટું સરગવાનું ઝાડ હતું. આખું ઘર આ સરગવાના ઝાડ પર જ નભતું હતું. રોજ સરગવાનું શાક ખાય, સરગવાની કઢી સંભાર બધું સરગવાનું જ. કઈક વધે તો સરગવો વેંચીને બે પૈસા કમાઈ એ વાપરે બાકી કોઈ કાઈ કામ કરવા ના જતું.
એક દિવસ એમના ઘરે મહેમાન આવ્યા. મહેમાને જોયું કે આખું ઘર ગરીબીમાં ડૂબી ગયું છે. આ સરગવાના ઝાડ પર જ બધું નિર્ભર છે. આ લોકો આ ઝાડના લીધે કામ પર નથી જતા, નવું કાઈ કરતા નથી. રાતે જ્યારે બધા સૂતા હતા ત્યારે એને આખી રાત જાગીને આ સરગવાનું વૃક્ષ કાપી નાખ્યુ અને નિકળી ગયો.
સવારે બધાએ જોયું તો ઝાડ તૂટેલું હતું. આખું પરિવાર રડ્યું કે આ ઝાડ વગર હવે એમનું ભરણ પોષણ કોણ કરશે. પણ હવે કામ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન હતો નહીં એટલે બધા કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે ગરીબી ઓછી થઈ.
ક્યારેક આપણે પણ આવા એક કોઈ સરગવાના ઝાડ જેવા નોકરી ધંધાના લીધે આગળ નથી વધી શકતા. જ્યારે એ નોકરી કે ધંધો છોડીએ પછી વધુ પ્રગતિ કરી શકીએ..
🙏🙏🙏
Gujarati Varta Bodhkatha
Shorts moral stories in Gujarati
Motivational stories in Gujarati
Join Telegram
👉 https://t.me/Gujarati_varta

*ફુગ્ગો શોધવાની આસાન રીત*
એક દિવસ શિક્ષકે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને કહ્યું,
" હું તમને બધાને એક કાર્ય સોંપું છું. હું તમને દરેકને એક એક ફુગ્ગો આપું છું. તમારે તે ફુગ્ગો ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બધા ફુગ્ગા બાજુના ખાલી રુમમાં રાખવાના છે. શિક્ષકે દરેક વિદ્યાર્થીને ફુગ્ગો આપ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકની સૂચના મુજબ ફુગ્ગા ફુલાવીને તેના પર પોતાનું નામ લખીને બીજા રુમમાં રાખી દીધા.
ત્યારબાદ શિક્ષકે રુમમાં જઈને બધા જ ફુગ્ગાઓ એકમેક સાથે ભેળવી દીધા. અને વિદ્યાર્થીઓને કહ્યું,
"આ બધા ફ્ગ્ગાઓમાં થી તમારે પાંચ મિનિટના સમયમાં તમારો ફુગ્ગો શોધવાનો છે."
વિદ્યાર્થીઓએ પોતાનું નામ લખેલ ફુગ્ગા શોધવા મંડી પડ્યા. રુમમાં ધક્કામૂક્કી થઈ ગઈ. અંતે નિર્ધારિત સમય પૂરો થઈ ગયો પણ મોટાભાગના વિદ્યાર્થીઓને તેમનો ફુગ્ગો મળી શક્યો નહીં.
ત્યાર પછી શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું," હવે હું તમને બધાને બીજું કામ સોંપું છું. હવે તમે જે કોઈ પણ ફુગ્ગો મળે તે લઈને તેના પર જેનું નામ લખેલું છે તેને આપી દો.
વિદ્યાર્થીઓએ શિક્ષકની સૂચનાનો અમલ કર્યો અને પાંચ જ મિનિટમાં બધા પાસે પોતપોતાના ફુગ્ગા આવી ગયા.
શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું: "તમે બધાંએ જોયું ને કે બંને કાર્યનુ પરિણામ કેટલું અલગ હતું ? આજના તમારા આ કાર્યમાં જીવનનો એક સુંદર બોધપાઠ છૂપાયેલો છે.
કોઈ કાર્ય કરતાં તેમાં ફક્ત પોતાનો લાભ જ નહિ પરંતુ બીજાના લાભનો પણ વિચાર કરીશું, તો બધાંનું શુભ થશે, કલ્યાણ જ થશે.

❤2👌2