Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય
2.89K subscribers
Gujarati Shayari, Gujarati Sahitya, Gujarati Suvichar, Gujju Jalsa, Moj ma revu re...!!!
દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો..
#gujarati #shayari #sahitya #gujju #ગુજરાતી #શાયરી #સાહિત્ય
Download Telegram
બની શકે કે આવેલો મોકો ચૂકી ગયો હું ,
પણ એનો મતલબ એ નથી કે ઝૂકી ગયો હું..!!
સાવ મફતમાં મળી છે, છતાં
જીંદગી તું મને મોંઘી પડી છે.
આથમી રહી છે જિંદગી એમાં શું દુખી થાવ છો
સાહેબ
ખીલી રહી છે સંધ્યા તમે એની મજા લોને..!!
એમની આંખોમાં આજ દર્દ ઉભરાય છે"
દિલ તૂટ્યાની વાત મને ય સમજાય છે"
પળમાં જીવી લીધું મેં જીવન આખું,
જે ક્ષણે મારા ખભે મૂક્યું તું તે માથું..
મી.લોર્ડ..

ઈચ્છા મૃત્યુ' આવકાર્ય
કાશ !
'ઈચ્છા જીવન' પણ નસીબ થાય !
ખરી જવાની પણ તાકાત જોઇએ !
માત્ર સુગંધ પહેરીને ફૂલ નથી થવાતુ !
ચાર આંખો વીંટળાઈ ગઈ અરસ - પરસ,
ને મીઠું આલિંગન અપાયું કોઈ સ્પર્શ વગર...
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
મહેસુસ થાય છે એટલું જો લખી શકાતું હોત,
તો કસમ થી, આ શબ્દો પણ સળગતા હોત !!🌹📚
રોજબરોજ ની આવન જાવન નો અંજામ તો જુઓ,
સાલું પગલુંછણીયાને પાની સાથે પ્રેમ થઇ ગયો..!!
આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
લાવ પાણી આંખનાં તો આંખનાં,
ખૂબ જીવ્યો ઝાંઝવાંનાં જળ ઊપર!
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
ઈરછાનાં કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું બીજું નામ રંગીન માછલી છે.
સ્મરણ તારું છે સાતસો છયાસી,
યાદ તારી છે શ્રી ૧l જેવી.
રાખે છે એક લાગણી મુજને અમીરની જેમ,
હું એટલે તો આમ ફરું છું ફકીરની જેમ.
ના નિહાળ આ નજરે કે હું મદહોશ થઇ જાઉં છું,
નીકળું છું શોધવા તને ને હું પોતે જ ખોવાઈ જાઉં છું !!
વાહ ! વિઘાતા વાહ !
જન્મકુંડળીમાં-હાથોની લકીરો જેટલી જ
છેકછાક !
આંખો માં આંજયું બસ તમારું નામ...
ત્યાં તો નજર ને પણ નજર લાગી ગઈ...