Gujarati Shayari & Sahitya - ગુજરાતી શાયરી & સાહિત્ય
2.89K subscribers
Gujarati Shayari, Gujarati Sahitya, Gujarati Suvichar, Gujju Jalsa, Moj ma revu re...!!!
દરરોજ નવી-નવી શાયરી અને સાહિત્ય મેળવવા માટે આ ચેનલ જોઈન કરો..
#gujarati #shayari #sahitya #gujju #ગુજરાતી #શાયરી #સાહિત્ય
Download Telegram
મારી જિંદગીનો રંગ
બહુ જ ગાઢ છે,

હોઠે સ્મિત અને
આંખે અષાઢ છે.
હું ખરાબ નથી સાહેબ,
બસ તમારી બનાવેલી એ
વ્યાખ્યાથી થોડો અલગ છું !!
એવાં નગરની વચોવચ પાછો હું લથડી ગયો છું,
છાનો છતાં પણ અફીણી આંખે નશો પી ગયો છું.
હું વિતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં પણ આંસુઓ આવી ગયા.
ઉત્સવ વસંતઋતુનો દિલનો પ્રસંગ છે,
ઉપવનમાં જે હું જોઉં છું મારો જ રંગ છે.
અંગત અંગત ની રમત રમતા રમતા અંગત જ સામેની પંગત માંથી નીકળ્યા,
કરવા ગયા અજાણ્યાને અંગત, ખોઈ બેઠા પોતાનાની સંગત.
પીઠ માં ખંજર ખુપે તો ચાલશે,
પણ હાથ જાણીતો ન હોવો જોઈએ
કયાંક ખુશી છે કયાંક વ્યથા છે

અહી તો ચહેરે ચહેરે એક કથા છે...!!!!
'અતિત' ને વળી કયાં 'અંત' હોય છે,
જરા યાદ કરો એટલે 'જીવંત' હોય છે......💕💕
મેં રંગ સત્ય ના પૂર્યા,
તો ચિત્ર ઝાંખું થયું.

પૂર્યો જો દંભ,
તો તસ્વીર ને ઉઠાવ મળ્યો..
એ ગઢ, ઝરૂખો, કાંગરાં, ખંડેર ઝળહળે,
ભીતર કોઈ મશાલ હતી કે તમે હતા ?
ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય એક વાયરસ થી..,
પણ મારા દિલ ની સિસ્ટમ ને તો એક તું જ છે જે હેક કરી દે છે.✍🏻
માટીના રમકડાં
અને
મિત્રો ની કિંમત
ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે
તોડનાર ને નહિં
છે દટાયુ બાળપણ જ્યાં કૂમળું,
નખ વડે ખ્યોદયા કરુ છું જુનુ નગર.
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એ ગઢ, ઝરૂખો, કાંગરાં, ખંડેર ઝળહળે,
ભીતર કોઈ મશાલ હતી કે તમે હતા ?
પુરુષ એ રામ નથી..

છતાં પણ સ્ત્રીમાં એ સીતાને શોધે છે..!!
જ્યારે મારા મૌનની ભાષા તું સમજી જઈશ,
ત્યારે બરફની જેમ તું પણ ઓગળી જઈશ.
સાફસૂથરું નથી લખાતું દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી.
શબ્દો થી જ લોકોના દિલમાં રાજ કરતો રહીશ સાહેબ​,
​ચહેરા નું શું એતો ગમે ત્યારે અકસ્માતે બદલાઇ શકે છે​...